Kaun Banega Crorepati 15 : કૌન બનેગા કરોડપતિમાં આ ફેરફાર જોવા મળશે, અમિતાભ બચ્ચનના આ શોના પ્રોમોમાં શું શું બતાવ્યું?

Kaun Banega Crorepati 15 : ચાહકો 'KBC'ની નવી સીઝન માટે ખૂબ જ ઉત્સાહિત છે અને હવે તેમના ઉત્સાહમાં વધારો કરતા નિર્માતાઓએ સોની ટીવીના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શોનો નવો પ્રોમો રિલીઝ કર્યો છે. આ વખતે પ્રોમોમાં અમિતાભ બચ્ચન દેશમાં થતા ફેરફારો વિશે જણાવતા જોવા મળી રહ્યા છે.

Kaun Banega Crorepati 15 : ચાહકો 'KBC'ની નવી સીઝન માટે ખૂબ જ ઉત્સાહિત છે અને હવે તેમના ઉત્સાહમાં વધારો કરતા નિર્માતાઓએ સોની ટીવીના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શોનો નવો પ્રોમો રિલીઝ કર્યો છે. આ વખતે પ્રોમોમાં અમિતાભ બચ્ચન દેશમાં થતા ફેરફારો વિશે જણાવતા જોવા મળી રહ્યા છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Kaun Banega Crorepati 15 Amitabh bachchan Promo

કૌન બનેગા કરોડપતિ'ની 15મી સીઝનનો નવો પ્રોમો આવ્યો સામે

200થી વધુ ફિલ્મોમાં કામ કરનાર મેગા સ્ટાર અમિતાભ બચ્ચનની ટેલિવિઝન કારકિર્દી પણ એટલ જ સફળ રહી છે. બિગ બી છેલ્લા 23 વર્ષથી પ્રખ્યાત ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિનની દરેક સીઝનને હોસ્ટ કરતા આવ્યાં છે. ત્યારે ફરી અમિતાભ બચ્ચન નવા લૂક સાથે 'કૌન બનેગા કરોડપતિ'ની 15મી સીઝનને હોસ્ટ કરવા માટે તૈયાર છે. તાજેતરમાં આ શોનો નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં અમિતાભ ચાહકોને બદલાવની ભેટ આપતા જોવા મળી રહ્યા છે

Advertisment

'કૌન બનેગા કરોડપતિ' એક એવો શો છે, જે માત્ર દર્શકોનું મનોરંજન પૂરતો સીમિત નથી, પરંતુ લોકોના જ્ઞાનમાં પણ વધારો કરે છે. એટલું જ નહીં, તે લોકોને જ્ઞાનના આધારે કરોડપતિ બનવાની તક પણ આપે છે. આવી સ્થિતિમાં ચાહકો 'KBC'ની નવી સીઝન માટે ખૂબ જ ઉત્સાહિત છે અને હવે તેમના ઉત્સાહમાં વધારો કરતા નિર્માતાઓએ સોની ટીવીના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શોનો નવો પ્રોમો રિલીઝ કર્યો છે. આ વખતે પ્રોમોમાં અમિતાભ બચ્ચન દેશમાં થતા ફેરફારો વિશે જણાવતા જોવા મળી રહ્યા છે અને સાથે જ જાહેરાત કરતા જોવા મળી રહ્યા છે કે 'KBC 15' પણ નવા લૂક સાથે પરત ફરી રહ્યું છે.

મેકર્સ દ્વારા રિલીઝ કરાયેલા લેટેસ્ટ પ્રોમોમાં અમિતાભ કહેતા સંભળાય છે કે, ભારતે પરિવર્તન સ્વીકાર્યું છે. એવું પરિવર્તન જે વિકાસને વેગ આપે છે, એક એવું પરિવર્તન જે આપણી માનસિકતાને બદલી નાંખી છે, એક પરિવર્તન જે નવી આકાંક્ષાઓને પ્રેરણા આપે છે. ભારતમાં શાન અને મહાન જ્ઞાન સાથે… જુઓ ભારતમાં બધું બદલાઈ રહ્યું છે અને આ પરિવર્તન દેશના સૌથી મોટા ગેમ શો, કૌન બનેગા કરોડપતિ દ્વારા પ્રતિબિંબિત થાય છે. આ વીડિયોમાં અમિતાભ બચ્ચનના મુખેથી ઉચ્ચારેલી કવિતાના શબ્દો દ્વારા દેશમાં થતા પરિવર્તનો બતાવવામાં આવ્યા છે.

Advertisment

સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન દ્વારા રિલીઝ કરાયેલો પ્રોમો પરિવર્તનની ભાવનાની ઉજવણી કરે છે. આ વીડિયો ચાહકોને રોમાંચિત કરી રહ્યો છે. કૌન બનેગા કરોડપતિની 15મી સીઝન તદ્દન નવા અવતારમાં દર્શકોને મોહિત કરવાનું વચન આપે છે. મહત્વનું છે કે, શોના પ્રીમિયરની તારીખ અને તેના રજિસ્ટ્રેશન ઓપનિંગની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પરંતુ મેકર્સ ધીમે ધીમે 15મી સીઝનના પ્રોમો રિલીઝ કરીને ચાહકોના દિલમાં ઉત્સુકતા વધારી રહ્યા છે.

આ પણ વાંચો : Satyaprem Ki Katha Review : દર્શકોએ કાર્તિક-કિયારાની જોરદાર કેમેસ્ટ્રીના કર્યા વખાણ, સુનીલ શેટ્ટીએ પણ ફિલ્મ વિશે આપી પ્રતિક્રિયા

'કૌન બનેગા કરોડપતિ'ની પ્રથમ સીઝન વર્ષ 2000માં પ્રસારિત કરવામાં આવી હતી. ત્યારથી આ શો દેશના લોકો અને દર્શકોના ફેવરિટ શોની યાદીમાં નંબર વન પર રહ્યો છે. વર્ષ 2000માં શરૂ કર્યા પછી, માત્ર એક સીઝન છોડીને, અમિતાભ હોટ સીટ પર બેસીને આ શોને સતત હોસ્ટ કરી રહ્યા છે. ત્રીજી સીઝન શાહરૂખ ખાને હોસ્ટ કરી હતી, પરંતુ તે પછી અમિતાભ બચ્ચન ફરીથી તેને સતત હોસ્ટ કરી રહ્યા છે.

આ આર્ટિકલ ધ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Amitabh Bachchan celebrities મનોરંજન ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ