Kaun Banega Crorepati 15 : લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિની 15મી સિઝન ટૂંક સમયમાં શરૂ થશે. ત્યારે આ વખતે પણ કોન બનેગા કરોડપતિની 15મી સિઝનને બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન જ હોસ્ટ કરશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમિતાભ બચ્ચનનો ગેમ શો TRP લિસ્ટમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. કૌન બનેગા કરોડપતિની 15ને લઇને દર્શકોમાં ભારે ઉત્સાહ છે. આ શોની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આવી સ્થિતિમાં બિગ બીએ શોના સેટ પરથી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
‘કૌન બનેગા કરોડપતિ’ છેલ્લા 23 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોની તમામ સીઝન ટીવી પર હિટ રહી છે અને આ શોએ ટીઆરપી લિસ્ટમાં પણ રાજ કર્યું છે. હવે લોકો તેની આગામી સીઝનની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે અમિતાભ બચ્ચને કેબીસીના સેટ પરથી એક ઝલક શેર કરી છે, જેમાં તમે બિગ બીને ફોર્મલ લૂકમાં જોઈ શકો છો. અભિનેતાનો આ લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
કેબીસી 15ના સેટ પરથી અમિતાભ બચ્ચને શેર કરેલી તસવીર બ્લેક એન્ડ વ્હાઇટ છે. આ તસવીર જોઈને લાગે છે કે અમિતાભ બચ્ચન નવી સિઝનના શૂટિંગમાં વ્યસ્ત છે. પોસ્ટ શેર કરતા અમિતાભ બચ્ચને લખ્યું, ‘T 4716 – KBC!!!’ તે સ્પષ્ટ છે કે શો ‘કૌન બનેગા કરોડપતિ 15’ ટૂંક સમયમાં શરૂ થશે. તો બીજી બાજુ બિગ બીએ બીજો ફોટો શેર કરતી વખતે લખ્યું, ‘KBC માટે રિહર્સલ કરી રહ્યાં છીએ.’ આ શો ક્યારે શરૂ થશે, તેની માહિતી હજુ આપવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે, ‘કૌન બનેગા કરોડપતિ’ની શરૂઆત વર્ષ 2000માં થઈ હતી. KBCની 15મી સીઝન સોની ચેનલ પર પ્રસારિત થશે. અમિતાભ બચ્ચનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ ફિલ્મ ‘પ્રોજેક્ટ K’માં દીપિકા પાદુકોણ અને પ્રભાસ સાથે જોવા મળશે. આ સિવાય બિગ બી ગણપત પાર્ટ 1’માં પણ જોવા મળશે.





