KBC 15 : કૌન બનેગા કરોડપતિ 15ને પહેલો કરોડપતિ મળી ગયો! 7 કરોડના પ્રશ્ન પર શ્વાસ અધર, શું 9 વર્ષ જૂનો રેકોર્ડ તુટશે?

KBC 15 : KBC 15નો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં કંટેસ્ટન્ટને 1 કરોડ રૂપિયા જીતતા બતાવવામાં આવ્યો છે. 1 કરોડ જીતનાર સ્પર્ધકની ઉંમર જાણીને તમે વિચારમાં પડી જશો.

Written by mansi bhuva
September 01, 2023 14:55 IST
KBC 15 : કૌન બનેગા કરોડપતિ 15ને પહેલો કરોડપતિ મળી ગયો! 7 કરોડના પ્રશ્ન પર શ્વાસ અધર, શું 9 વર્ષ જૂનો રેકોર્ડ તુટશે?
KBC 15 : અમિતાભ બચ્ચન ફાઇલ તસવીર

KBC 15 New Promo : લોકપ્રિય ક્વીઝ શો કૌન બનેગા કરોડપતિની 15મી સીઝનને પણ અમિતાભ બચ્ચન જ હોસ્ટ કરી રહ્યા છે. ત્યારે આ વખતની સીઝનને પહેલો કરોડપતિ મળી ગયો છે. જી હાં! એ સ્પર્ધક વિશે જાણીને તમે ચકિત થઇ જશો. હકીકતમાં KBC 15નો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં કંટેસ્ટન્ટને 1 કરોડ રૂપિયા જીતતા બતાવવામાં આવ્યો છે. 1 કરોડ જીતનાર સ્પર્ધકની ઉંમર જાણીને તમે વિચારમાં પડી જશો.

સોની એન્ટરટેનમેન્ટના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર KBC 15નો નવો પ્રોમો શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, ‘પાર કર હર મુશ્કિલ પંજાબના છોટે સે ગાંવ ખાલરા સે આયે જસકરણ પહુંચ ચુકે હૈ ઇસ ખેલ કે સબસે બડે 7 કરોડ કે સવાલ પર’. કેબીસી 15નો આ એપિસોડ તમે સોની ચેનલ પર 4 અને 5 સપ્ટેમ્બરના રોજ જોઇ શક્શો.

આ પણ વાંચો : Janhvi Kapoor : જાહ્નવી કપૂરે બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે ગુપચુપ રીતે કરી લીધી સગાઇ? જુઓ વીડિયો

કેબીસી 15ના લેટેસ્ટ પ્રોમોમાં તમે જોઇ શકો છો કે બિગ બી ઉભા થાય છે અને કહેતા સંભળાય છે કે આટલા વર્ષોમાં જ્ઞાનના આ મંચથી મે કેટલા લોકોને કરોડપતિ બનતા જોયા છે, પરંતુ દર વખતે એક સવાલ પર માત્ર કંટેસ્ટન્ટ જ નહીં પણ અમાકો અને આખા દેશનો શ્વાસ અધર થઇ જાય છે અને તે છે 7 કરોડનો સવાલ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ