ફેમસ શો કોન બનેગા કરોડપતિ સિઝન 14ને (kbc 14) હોસ્ટ કરનાર સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh bachchan)સાથે કંઇક અનોખું થયું હતું. જેને કારણે અમિતાભ બચ્ચન તેની સીટ પરથી ઉભા થઇ ચક્કર મારવા મજબૂર બન્યા હતા.
જાણો સમગ્ર મામલા વિશેતાજેતરમાં કેબીસી 14ના લેટેસ્ટ એપિસોડમાં બિગ બી સામે હોટ સીટ પર કન્ટેસ્ટન્ટ બિજલ હર્ષ સુખાની હતી. બિજલ હર્ષ સુખાની સાઇકોલોજિસ્ટ છે. વધુમાં બિજલે જણાવ્યું કે, તે એક ક્લિનિકલ હિપ્નોથેરાપિસ્ટ અને કિડ્સ બિહેવિયર થેરાપિસ્ટ છે.
આ વાતચીત દરમિયાન બિગ બીએ નીરિક્ષણ કર્યું કે બિજલ હર્ષનું વાત કરતા સમયે ધ્યાન બીજે હોય છે. જે અંગે બિગ બીએ બિજલને પૂછતા તથ્ય સામે આવ્યું કે તે તેની સામે નર્વસ છે અને ડરે છે. ત્યારબાદ અમિતાભ બચ્ચન તેની સીટ પરથી ઉભા થઇ બિજલના પતિને કહ્યું કે, ‘તમે અહીં આવો અને મારી સીટ પર બેસી જાઓ. કારણ કે તમારી ધર્મપત્નિ મારાથી ડરે છે’. જે બાદ બિગ બી સેટ પર જ ચક્કર મારવા લાગ્યા અને ઓડિયન્સને કહ્યું કે, ‘હું આ પ્રકારે ગેમને આગળ ધપાવી શકીશ નહીં’.
બિગ બી આ વાત સાંભળી પેટ પકડી હસ્યાંસમગ્ર ઘટનાને લઇ કન્ટેસ્ટન્ટ બિજલે અમિતાભ બચ્ચનને જણાવ્યું કે, જ્યારે તમે મને સવાલ કરો છો તે સમયે ડર લાગે છે. જે સાંભળી અભિતાભ બચ્ચન હસવું રોકી શક્યા નહીં અને બિજલને સવાલ કર્યો હતો કે, જો હું પ્રશ્ન નહીં કરું તો આ રમત કંઇ રીતે રમીશું? ત્યારબાદ બિગ બીએ શો આગળ ધપાવ્યો હતો અને બિજલ 80 હજાર રૂપિયાની ઇનામી રકમ જીત્યા હતા.
કોન બનેગા કરોડપતિની 22 વર્ષની સફર
રિયાલિટી ગેમ શો ‘કોન બનેગા કરોડપતિ’નો પ્રારંભ વર્ષ 2000માં થયો હતો. આ રિયાલિટી ગેમ શો છેલ્લા 22 વર્ષથી લોકોને અવનવુ જ્ઞાન અને મનોરંજન કરતુ આવે છે. વર્ષ 2000થી લઇ 2022 સુધીની તમામ સિઝનનું સદીના મહાનાયક અમિતાભ બચ્ચને જ હોસ્ટ કરી છે. જે અંતર્ગત ઘણા સ્પર્ધકોએ એક કરોડની ઇનામી રકમ તો જીતી જ હતી. ત્યારે પ્રથમ કરોડપતિ બનનાર કોણ છે તે વિશે જાણીએ. કોન બનેગા કરોડપતિની પ્રથમ સિઝનના પ્રથમ કરોડપતિ હર્ષવર્ધન નવાથે બન્યા હતાં. હર્ષવર્ઘન નવાથે 1 કરોડની ઇનામી રકમ જીતી હતી. હર્ષવર્ધન નવાથે મુંબઇના નિવાસી છે. તો કેબીસીની બીજી સિઝનના કરોડપતિનું નામ મધ્યપ્રદેશના રહેવાસી બ્રજેશ દુબે હતા. જેણે 1 કરોડની ધનરાશિ પોતાને નામ કરી હતી. ત્યારે આ ગેમ શોની ચોથી સિઝનની કરોડપતિ ઝારખંડની રાહત તસ્લીમ બની હતી. તેને પણ 1 કરોડ જીત્યા હતાં. જ્યારે કેબીસીની પાંચમી સિઝનનના વિજેતા બિહારના સુશીલ કુમાર અત્યાર સુધીનો રેકોર્ડ તોડી 5 કરોડની ધનરાશિ સાથે ધરે પરત ફર્યા હતા.
જાણો કેબીસી 14ની પ્રથમ વિજેતા વિશેકેબીસીની 8મી સિઝનની વાત કરીએ તો આ સિઝન મહત્વની ગણાય છે. કારણ કે આ સિઝનમાં સૌથી મોટી ઇનામી રકમ જીતી હતી. દિલ્હીના બે સગ્ગાભાઇ અચિન નરૂલા અને સાર્થર નરૂલા બંનેએ 7 કરોડની ઇનામી રકમ જીતી ઇતિહાસ રચ્યો હતો. તો આ સિઝનમાં મેઘા પાટિલે પણ 1 કરોડ જીતી રેકોર્ડ સર્જયો હતો. આ સાથે ‘કોન બનેગા કરોડપતિ’ની 11મી સિઝનમાં તો 4 કરોડપતિ બન્યાં. જેના નામ બિહારના સનોજ રાજ, અમરાવતી તેમજ મહારાષ્ટ્રની બબિતા તાડે તથા અજીત કુમાર સહિત ગૌતમ કુમાર છે. કેબીસીની 14મી સિઝનની પ્રથમ કરોડપતિ કોલ્હાપુરની કવિતા ચાવલા બની હતી. કવિતા ચાવલા 1 કરોડની ઇનામી રકમ લઇ ઘરે પરત ફરી હતી.





