અમિતાભ બચ્ચન કોન બનેગા કરોડપતિની 14મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે. જે દિન પ્રતિદિન રોમાચિંત બની રહી છે. આ શોમાં કન્ટેસ્ટન્ટ તેમનું નસીબ અજમાવા માટે આવી રહ્યાં છે. અમુક લોકો અઘરા સવાલનો પણ જવાબ એક ક્ષણમાં આપી દે છે, જ્યારે અમુક લોકોને સરળ પ્રશ્ન પર પણ પરસેવો છૂટી જાઇ તેવા દ્રશ્યો જોવા મળ્યાં છે. એવું જ કંઇક તાજેતરના અપિસોડમાં બન્યું છે.
ગયા સપ્તાહના મંગળવારના એપિસોડમાં હોટ સીટ પર બિરાજમાન કન્ટેસ્ટન્ટે બધાને સ્તબ્ધ કરી દીધાં હતા. તેણે ખુબ જ સરળતાથી 50 લાખ રૂપિયા જીતી લીધા હતા. આ કન્ટેસ્ટન્ટે 25 લાખ સુધીમાં બધી લાઇફલાઇનનો ઉપયોગ કરી લીધો હતો. પરંતુ 50 લાખ રૂપિયાના પ્રશ્નનો જવાબ ક્ષણભરમાં આપી દીધો હતો. કન્ટેસ્ટન્ટને પૂછવામાં આવેલા પ્રશ્ન અંગે વાત કરીએ તો તેને અટલ બિહારી સંબંઘિત પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.
કેબીસીમાં કન્ટેસ્ટન્ટને અમિતાભ બચ્ચને સવાલ કર્યો હતો કે, લાહોર માટે પ્રથમ વાર સદા એ સરહદ બસ યાત્રા દરમિયાન શ્રી અટલ બિહારી વાજપેયી કઇ જ્ઞાનપીઠ વિજેતાઓની કવિતાઓ લઇને ગયા હતા. જેના વિકલ્પો અલી સરદાર જાફરી, ફિરાક ગોરખપુરી સહિત શહરયાર સત્રિમાનંદન પંત હતા.
આ પ્રશ્નનો સાચો જવાબ સરદાર જાફરી હતો. પરંતુ વિક્રાંત એ વાત જાણતો ન હતો. જેના કારણે તેણે 50 લાખ રૂપિયા સાથે આ રમત ક્વિટ કરવાનો નિર્ણય લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, અમિતાબ બચ્ચનના આ શોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. શોમાં હોસ્ટ તેના જીવનના ખાસ કિસ્સાઓ પ્રશંસકો સાથે શેર કરતા હોય થે. તાજેતરમાં જ બિગ બીએ તેનો 80મો બર્થડે શાનદાર રીતે સેલિબ્રેટ કર્યો હતો. આ અમિતાભ બચ્ચનના જીવનના આ ખાસ દિવસે તેમની પત્નિ અને પુત્ર અભિષેક બચ્ચન શોના સેટ પર આવ્યા હતા. આ સાથે એપિસોડને ખુબ જ યાદગાર બનાવી દીધો હતો. આ દરમિયાન બિગ બીએ ખુબ જ ભાવુક થઇ ગયા હતા.