KBC 14: અભિષેક બચ્ચને બિગ બીને આપી સરપ્રાઇઝ, બિગ બીની આંખો થઇ ભીની

કેબીસીના મંચ પર એક એવી ક્ષણ આવી છે કે અત્યાર સુધી બિગ બી બીજાના આંસુ લૂછતાં હતા આજે તેની જ આંખો ભીની થઇ ગઇ.

કેબીસીના મંચ પર એક એવી ક્ષણ આવી છે કે અત્યાર સુધી બિગ બી બીજાના આંસુ લૂછતાં હતા આજે તેની જ આંખો ભીની થઇ ગઇ.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update

Amitabh bachchan and Abhishek bachchan Photo

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન 11મી ઓક્ટોબરના રોજ તેનો જન્મદિવસ સેલિબ્રેટ કરશે. બિગ બી પોતાનો 80મો બર્થડે સેલિબ્રેટ કરશે. આ પ્રસંગે અભિષેક બચ્ચન તેના પિતા અમિતાભ બચ્ચનને ખાસ સરપ્રાઇઝ આપવાની તૈયારીમાં છે. હાલ કેબીસીનો એક પ્રોમો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં બિગ બી ખૂબ જ ભાવુક થતાં નજર આવે છે.

Advertisment

સોની ટીવીએ તેના ઓફિશયલ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે.બિગ બી કહે છે કે, ખૂબ જલ્દી રમતને સમાપ્ત કરી દીધી. આ તકે બેકગ્રાઉન્ડ મ્યૂઝિક સંભળાય છે કે કભી કભી મેરે દિલ મેં ખ્યાલ આતા હૈ. આ અવાજ બિગ બીનો નહીં પરંતુ અભિષેકનો હતો. કન્ટેસ્ટંટ સમગ્ર મામલાને સમજે તે પહેલાં તો અભિષેક દોડી આવી બિગ બીને કસીને હગ કરી લે છે. આ દરમિયાન બિગ બી અત્યંત ભાવુક થયા હતા અને તેની આંખો પણ ભીની થઇ ગઇ હતી.

બિગ બીના આ વીડિયોને શરે કરીને કેપ્શનમાં લખ્યું છે કે, કેબીસીના મંચ પર એક એવી ક્ષણ આવી છે કે અત્યાર સુધી બિગ બી બીજાના આંસુ લૂછતાં હતા આજે તેની જ આંખો ભીની થઇ ગઇ હતી. કેબીસી 14ના આ એપિસોડ આ સપ્તાહના શુક્રવારે પ્રસારણ થશે. આ આવસરે કેબીસીના મંચ પર બિગ બીની પત્ની જયા બચ્ચન અને અભિષેક બચ્ચન નજર આવશે. બિગ બીના આ વીડિયો સિવાય આ પરફેક્ટ ફેમિલનો ફોટો પણ સામે આવ્યો છે. જેમાં કેપ્શન લખ્યું છે કે, 80 વર્ષ બેમિસાલ.

https://www.instagram.com/p/CjUnE4eqC2r/

બિગ બીના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તાજેતરમાં બ્રહ્માસ્ત્ર પાર્ટ-1માં શિવામાં જોવા મળ્યાં હતાં. આ સિવાય આ વર્ષે બિગ બી બે ભોજપુરી ફિલ્મ ગંગા દેવી અને ધ ગ્રેટ લીડર તેમજ તેલુગુ ફિલ્મ મનમ પણ રિલીઝ થઇ ચૂકી છે. આ ઉપરાંત બિગ બી પાસે બહલની અલવિદા, ઉચાંઇ તેમજ અન્ય પ્રોજેક્ટ પણ છે.

Advertisment
Amitabh Bachchan celebrities મનોરંજન ન્યૂઝ