સદીના મહાનાયક અમિતાભ બચ્ચન 11મી ઓક્ટોબરના રોજ તેનો જન્મદિવસ સેલિબ્રેટ કરશે. બિગ બી પોતાનો 80મો બર્થડે સેલિબ્રેટ કરશે. આ પ્રસંગે અભિષેક બચ્ચન તેના પિતા અમિતાભ બચ્ચનને ખાસ સરપ્રાઇઝ આપવાની તૈયારીમાં છે. હાલ કેબીસીનો એક પ્રોમો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં બિગ બી ખૂબ જ ભાવુક થતાં નજર આવે છે.
સોની ટીવીએ તેના ઓફિશયલ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે.બિગ બી કહે છે કે, ખૂબ જલ્દી રમતને સમાપ્ત કરી દીધી. આ તકે બેકગ્રાઉન્ડ મ્યૂઝિક સંભળાય છે કે કભી કભી મેરે દિલ મેં ખ્યાલ આતા હૈ. આ અવાજ બિગ બીનો નહીં પરંતુ અભિષેકનો હતો. કન્ટેસ્ટંટ સમગ્ર મામલાને સમજે તે પહેલાં તો અભિષેક દોડી આવી બિગ બીને કસીને હગ કરી લે છે. આ દરમિયાન બિગ બી અત્યંત ભાવુક થયા હતા અને તેની આંખો પણ ભીની થઇ ગઇ હતી.
બિગ બીના આ વીડિયોને શરે કરીને કેપ્શનમાં લખ્યું છે કે, કેબીસીના મંચ પર એક એવી ક્ષણ આવી છે કે અત્યાર સુધી બિગ બી બીજાના આંસુ લૂછતાં હતા આજે તેની જ આંખો ભીની થઇ ગઇ હતી. કેબીસી 14ના આ એપિસોડ આ સપ્તાહના શુક્રવારે પ્રસારણ થશે. આ આવસરે કેબીસીના મંચ પર બિગ બીની પત્ની જયા બચ્ચન અને અભિષેક બચ્ચન નજર આવશે. બિગ બીના આ વીડિયો સિવાય આ પરફેક્ટ ફેમિલનો ફોટો પણ સામે આવ્યો છે. જેમાં કેપ્શન લખ્યું છે કે, 80 વર્ષ બેમિસાલ.
બિગ બીના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તાજેતરમાં બ્રહ્માસ્ત્ર પાર્ટ-1માં શિવામાં જોવા મળ્યાં હતાં. આ સિવાય આ વર્ષે બિગ બી બે ભોજપુરી ફિલ્મ ગંગા દેવી અને ધ ગ્રેટ લીડર તેમજ તેલુગુ ફિલ્મ મનમ પણ રિલીઝ થઇ ચૂકી છે. આ ઉપરાંત બિગ બી પાસે બહલની અલવિદા, ઉચાંઇ તેમજ અન્ય પ્રોજેક્ટ પણ છે.