Amitabh Bachchan News : સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હાલમાં ‘કૌન બનેગા કરોડપતિ’ની 15 (Kaun Banega Crorepati 15) મી સીઝન હોસ્ટ કરી રહ્યા છે. આ શોમાં બિગ બી પોતાના જીવન સાથે જોડાયેલા કિસ્સા શેર કરતા હોય છે. તેવામાં શહેનશાહે તાજેતરમાં મોટો ખુલાસો કર્યો હતો.
અમિતાભ બચ્ચન માટે અભ્યાસ મજબૂરી?
અમિતાભ બચ્ચને દિલ્હી યુનિવર્સિટીની કિરોડીમલ કોલેજમાંથી BSC કર્યું હતુ. પરંતુ સુપરસ્ટાર માટે વિજ્ઞાનનો અભ્યાસ કરવો એ વધુ મજબૂરી હતી. તેણે KBC 15માં આ વિશે ખુલાસો કર્યો હતો.
‘કૌન બનેગા કરોડપતિ’ના લેટેસ્ટ એપિસોડમાં અમિતાભ બચ્ચને જણાવ્યું હતુ કે, તેમને B.Sc માટે ક્યાંય એડમિશન મળી રહ્યુ નહોતુ. એડમિશન મેળવવા માટે તેને ઘણી મહેનત કરવી પડી હતી. આ ઉપરાંત તે એડમિશન માટે ચંદીગઢ ગયો હતો અને તે પણ સાયકલ પર. બિગ બીએ જણાવ્યું કે, ‘તેઓ દિલ્હીથી સાયકલ પર ચંદીગઢ ગયા હતા, પરંતુ તેમને ત્યાં પણ એડમિશન મળ્યું નહી.’
‘મને ક્યાંય એડમિશન નહોતું મળતું : અમિતાભ બચ્ચન
તાજેતરમાં શેખ અઝમત હોટસીટ પર બેઠા હતા અને બિગ બીએ તેમની સાથે આ કિસ્સો શેર કર્યો હતો. બિગ બીએ કહ્યું, “મને ક્યાંય એડમિશન નહોતું મળતું અને હું દિલ્હીમાં કૉલેજ શોધી રહ્યો હતો. આ દરમિયાન મને કોઈએ ચંદીગઢમાં એડમિશન મળી જશે તેવી સલાહ આપી હતી. તેથી હું સાઇકલ પર ચંડીગઢ જવા નીકળ્યો. અંતે ઘણી શોધ પછી મને દિલ્હીની કોલેજમાં એડમિશન મળ્યું હતુ. બીએસસીના પહેલા લેક્ચરમાં બિગ બીને ખ્યાલ આવી ગયો કે આમાં મારી વિશેષતા નથી.
બિગ બી આ પેપરમાં નાપાસ થયા હતા
અમિતાભ બચ્ચને પાસ થવાનો શ્રેય ગાઇડ બુક્સને આપ્યો હતો. ગાઇડ બુક્સના લીધે બિગ બી માટે આ ફિલ્ડમાં ટકી રહેવુ સરળ બન્યુ હતુ. બિગ બીએ કેબીસીના આ પહેલાના એપિસોડમાં જણાવ્યું હતુ કે, એક વખત તેઓ ફિઝિક્સના પેપરમાં નાપાસ થયા હતા.
મહત્વનું છે કે, એક્ટર બનતા પહેલા અમિતાભ બચ્ચન કોલકાતા પાસે સ્થિત એક માઈનિંગ કંપનીમાં કામ કરતા હતા. આ પછી તેઓ મુંબઈ ગયા અને વર્ષ 1969માં ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. તેઓ પાંચ દાયકા કરતાં વધુ સમયથી મનોરંજન ઉદ્યોગમાં કામ કરી રહ્યા છે.





