Kesari Chapter 2 First Day Box Office Collection | બોલિવૂડ ખિલાડી અક્ષય કુમાર (Akshay Kumar) ની ફિલ્મ કેસરી ચેપ્ટર 2 (Kesari Chapteri) 18 એપ્રિલએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ 1919 ના જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછીની સ્ટોરીને સ્ક્રીન પર લાવે છે. આ ફિલ્મ ‘કેસરી’થી થોડી અલગ છે કારણ કે તેમાં પહેલા ભાગની જેમ કોઈ એક્શન કે યુદ્ધ સિક્વન્સ નથી. આવી સ્થિતિમાં પ્રશ્ન એ છે કે શું ‘કેસરી 2’ દર્શકોને આકર્ષિત કરી શકશે અને બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શકશે? અહીં જાણો
કેસરી ચેપ્ટર 2 પહેલા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન (Kesari Chapter 2 First Day Box Office Collection)
કેસરી ચેપ્ટર 2 અંગે સૈકાનિલ્કના મતે પહેલા દિવસે 7.1 કરોડ રૂપિયાની કમાણી કરી છે. કેસરીની તુલનામાં ‘કેસરી 2’ તેના પહેલા દિવસે ગુડ ફ્રાઈડે રજા હોવા છતાં અપેક્ષા મુજબ પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગઈ હતી. વર્ષ 2019 માં રિલીઝ થયેલી ‘કેસરી’ એ પહેલા દિવસે 21.06 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જોકે પહેલા દિવસની કમાણી પછી ‘કેસરી 2’ કેવું પ્રદર્શન કરશે?
કેસરી ચેપ્ટર 2 અંગે એક્સપર્ટ કહે છે કમાણીમાં ખરો ઉછાળો શનિવાર બપોરના શો પછી જોવા મળશે. જોકે અક્ષય કુમાર જેવા એ-લિસ્ટર અભિનેતાને ધ્યાનમાં લેતા, પહેલા દિવસે 7-8 કરોડ રૂપિયાનું કલેક્શન થોડું ઓછું છે પરંતુ આ ફિલ્મ મોટા પાયે દર્શકો માટે નથી. તેની કમાણી ધીમી હશે પણ તેની પાસે પૂરા બે અઠવાડિયાનો સમય છે. ત્યારબાદ ‘રેડ 2’ 1 મેના રોજ રિલીઝ થશે. અક્ષયની પાછલી ફિલ્મો થોડી નબળી રહી છે, તેથી તેની શરૂઆત ધીમી રહી પરંતુ એવી અપેક્ષા છે કે તે પહેલા વિકેન્ડ પર 35 થી 40 કરોડ રૂપિયાની કમાણી કરશે.
કેસરી ચેપ્ટર 2 સ્ટોરી (Kesari Chapter 2 Story)
કેસરી ચેપ્ટર 2 એ 13 એપ્રિલ 1919 ના રોજ થયેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછીના કાનૂની યુદ્ધ પર આધારિત કોર્ટરૂમ ડ્રામા છે. આ ફિલ્મ રઘુ પલટ અને પુષ્પા પલટ દ્વારા લખાયેલા પુસ્તક ‘ધ કેસ ધેટ શૂક ધ એમ્પાયર’ પરથી પ્રેરિત છે. આ સ્ટોરી વકીલ સી. શંકરન નાયર (અક્ષય કુમાર) ની છે, જે હત્યાકાંડ માટે બ્રિટિશ સરકારને જવાબદાર ઠેરવવા માટે કોર્ટમાં લડે છે. ફિલ્મમાં અક્ષયની સાથે આર માધવન અને અનન્યા પાંડે પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે