Kesari Chapter 2 | કેસરી ચેપ્ટર 2 (Kesari Chapter 2) ફિલ્મ દર્શકોને ઘણી રાહ જોવડાવ્યા પછી આજે 18 એપ્રિલ, 2025 ના રોજ શુક્રવારે થિયેટરમાં રિલીઝ થઇ ગઈ છે. મુખ્ય ભૂમિકામાં અક્ષય કુમાર, આર માધવન અને અનન્યા પાંડે છે ફિલ્મની સ્ટોરી જલિયાંવાલા બાગ હત્યાકાંડની છે. આ ફિલ્મનું દિગ્દર્શન કરણ સિંહ ત્યાગીએ કર્યું છે અને તેનું નિર્માણ કરણ જોહર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મને ઇન્ડસ્ટ્રીમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે અને સ્ટાર્સ પણ અક્ષય કુમારની ફિલ્મના વખાણ કરી રહ્યા છે.
કેસરી ચેપ્ટર 2 વિક્કી કૌશલે વખાણ કર્યા (Vicky Kaushal praises Kesari Chapter 2)
કેસરી ચેપ્ટર 2 રિલીઝ થાય તે પહેલાં તેનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. જ્યાં સ્ટાર્સે મેળાવડાની શોભા વધારી હતી. સ્ક્રીનીંગ પછી વિકી કૌશલે સોશિયલ મીડિયા પર ફિલ્મની રીવ્યુ શેર કરી અને તેની ખૂબ પ્રશંસા કરી હતી.ફિલ્મ જોયા પછી, વિકી કૌશલે તેના ઇન્સ્ટાગ્રામ પર તેની પ્રશંસા કરતી એક સ્ટોરી શેર કરી. આ સ્ટોરી વિકી કૌશલે ફિલ્મનું પોસ્ટર શેર કર્યું અને લખ્યું, ‘એક ન કહેલ સ્ટોરી ખૂબ જ હિંમત, પ્રામાણિકતા અને સેન્સિટિવિટી સાથે કહેવામાં આવી છે.’
અક્ષય કુમારે ચાહકોને અપીલ કરી
કેસરી ચેપ્ટર 2 ના સ્ક્રીનિંગ દરમિયાન અક્ષય કુમારે ચાહકોને અપીલ કરી અને કહ્યું, “હું આ ફિલ્મ જોવા આવનારા બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે જ્યારે તમે આ ફિલ્મ જોવા આવો છો, ત્યારે તેની શરૂઆત બિલકુલ ચૂકશો નહીં. આ સૌથી મહત્વપૂર્ણ છે. તેથી જે લોકો તેને જોવા આવે છે તેઓએ મોડા ન આવવું જોઈએ અને ફિલ્મ પ્રથમ 10 મિનિટ જોવી જોઈએ.”
કેસરી ચેપ્ટર 2 રીવ્યુ (Kesari Chapter 2 Review)
કેસરી ચેપ્ટર 2 માં જલિયાંવાલા બાગ પરની આ સિનેમેટિક માસ્ટરપીસમાં અક્ષય કુમારની, આર માધવન અને અનન્યા પાંડેની એકટિંગ શાનદાર છે. ઇન્ડસ્ટ્રી ટ્રેકર સૅકનિલ્કના મતે કેસરી 2 નું બોક્સ ઓફિસ કલેક્શન રિલીઝના દિવસે બપોરે 12 વાગ્યા સુધીમાં 1.12 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. વિવેચકો તરફથી ઘણી પ્રશંસા મળી રહી છે. એક ટ્વીટર રીવ્યુમાં કહેવામાં આવ્યું છે કે, જલિયાંવાલા બાગ સિક્વન્સ ભયાનક રીતે શક્તિશાળી છે. બહાદુરી અને બલિદાનને એક પ્રેરણાદાયક શ્રદ્ધાંજલિ આપતી આ ફિલ્મ છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી અદભુત છે, જે યુદ્ધના દ્રશ્યોને અદભુત રીતે કેદ કરે છે.