Kesari Veer: કેસરી વીરનું રોમેન્ટિક ગીત પિઘલ કે પનાહો મેં રિલિઝ, સૂરજ પંચોલી અને આકાશા શર્માનો જોરદાર રોમાન્સ

Kesari Veer Song Release: કેસરી વીર 14મી સદીના ગુજરાતમાં પવિત્ર સોમનાથ મંદીરની રક્ષા માટે યુદ્ધ લડનાર વીર યોદ્ધાઓની કથા કહે છે. આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી, વિવેક ઓબેરોય, સુરજ પંચોલી અને આકાશા શર્મા મુખ્ય કલાકાર છે. આ ફિલ્મ ચાલુ મહિને રિલિઝ થઇ રહી છે.

Kesari Veer Song Release: કેસરી વીર 14મી સદીના ગુજરાતમાં પવિત્ર સોમનાથ મંદીરની રક્ષા માટે યુદ્ધ લડનાર વીર યોદ્ધાઓની કથા કહે છે. આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી, વિવેક ઓબેરોય, સુરજ પંચોલી અને આકાશા શર્મા મુખ્ય કલાકાર છે. આ ફિલ્મ ચાલુ મહિને રિલિઝ થઇ રહી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Kesari Veer Song | Pighal Ke Panahon Mein | Kesari Veer Release date

Kesari Veer Song : કેસરી વીર ફિલ્મનું ત્રીજું ગીત પીઘલ કે પનાહો મેં રિલિઝ થયું છે.

Kesari Veer Song Release: કેસરી વીરનું ત્રીજું ગીત પિધલ કે પનાહોમાં રિલિઝ થયું છે. પિધલ કે પનાહોમાં એક રોમેન્ટિક સોંગ છે, જેમાં સુરજ પંચોલી અને આકાશા વચ્ચે રોમાન્સ સાથે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળે છે. સુનીલ શેટ્ટી, વિવેક ઓબેરોય, સુરજ પંચોલી અને ડેબ્યુટન્ટ આકાશા શર્મા અભિનિત ફિલ્મ કેસરી વીર તેની રિલીઝ તરફ ઝડપથી આગળ વધી રહી છે. કેસરી વીર ફિલ્મના પ્રીમિયર પહેલા મેકર્સે ત્રીજું ગીત પિઘલ કે પનાહો મેં’’ રિલિઝ કર્યું છે. આ નવી ઓન સ્ક્રીન જોડીના સુંદર ડાન્સ મૂવ્સ અને ઊંડી કેમિસ્ટ્રી ફિલ્મના ઐતિહાસિક અને એક્શનથી ભરપૂર કેન્વાસમાં પ્રેમની મીઠાશ ઉમેરે છે.

Advertisment

કેસરી વીર ગીત - પિધલ કે પનાહો મેં રિલિઝ

કેસરી વીર ફિલ્મના પિઘલ કે પનાહો મેં ગીત જાણીતા ગાયક શાન અને નીતિ મોહન એ ગાયું છે. આ ગીતનું સંગીત મૉન્ટી શર્માએ કમ્પોઝ, એરેન્જ અને પ્રોડ્યુસ કર્યું છે. આ રોમેન્ટિક ગીતના બોલ મૉન્ટી શર્મા અને સંચારી સેનગુપ્તાએ લખ્યા છે. આ ગીત પેનોરમા મ્યુઝિક લેબલ હેઠળ રિલીઝ કરવામાં આવ્યું છે.

તાજેતરમાં રિલિઝ થયેલા ટ્રેલરે દર્શકોમાં ફિલ્મ અંગેનો ઉત્સાહ વધારે ધમાકેદાર બનાવી દીધો છે. કેસરી વીર 14મી સદીના ગુજરાતમાં પવિત્ર સોમનાથ મંદીરની રક્ષા માટે લડેલા અજાણ્યા વીર યોદ્ધાઓની કથા કહે છે. ફિલ્મમાં સુનીલ શેટ્ટી ધીરૂ યોદ્ધા વેગડા જીની ભૂમિકા ભજવે છે, સુરજ પંચોલી વીર હમીરજી ગોહિલની ભૂમિકા નિભાવે છે, આકાશા શર્મા બહાદુર યોદ્ધા રજલના પાત્રમાં દેખાશે, જયારે વિવેક ઓબેરોય ક્રૂર વિલન ઝફર તરીકે દેખાશે.

કેસરી વીર ફિલ્મ રિલિઝ ક્યારે થશે? Kesari Veer Release Date

સુનીલ શેટ્ટી, વિવેક ઓબેરોય, સુરજ પંચોલી અને આકાશા શર્મા જેવા પાવરફુલ કલાકારો સાથે બનેલી કેસરી વીર નું દિગ્દર્શન પ્રિન્સ ધીમાને કર્યું છે અને કાનૂ ચૌહાણે ચૌહાણ સ્ટૂડિયોઝના બેન્નર હેઠળ પ્રોડ્યુસ કરી છે. પેનોરમા સ્ટૂડિયોઝ દ્વારા વર્લ્ડવાઈડ રિલીઝ થનારી આ ફિલ્મ ઍક્શન, ભાવના અને ડ્રામાનો શાનદાર મિશ્રણ રજૂ કરે છે. કેસર વીર ફિલ્મ 23 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Advertisment
celebrities મનોરંજન ન્યૂઝ