scorecardresearch

કેજીએફ 3માં સુપરસ્ટાર યશ ફરી ધૂમ મચાવશે, આ વર્ષે ફિલ્મ થશે રિલીઝ

KGF 3: KGF: ચેપ્ટર 1 (KGF 1) અને KGF: ચેપ્ટર 2 (KGF 2) બોક્સ ઓફિસ પર જબરદસ્ત હિટ રહી હતી. ફિલ્મમાં યશને રોકી ભાઈના અંદાજમાં જોઈને લોકો તેના ફેન થઇ ગયા. આ પેન ઇન્ડિયા ફિલ્મ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ધૂમ મચાવી રહી હતી. તે જ સમયે, મેકર્સે KGF: ચેપ્ટર 2 ના અંતમાં પાર્ટ 3 (KGF 3) ની પણ હિંટ આપી હતી.

કેજીએફ 3માં સુપરસ્ટાર યશ ફરી ધૂમ મચાવશે, આ વર્ષે ફિલ્મ થશે રિલીઝ
કેજીફ ચેપ્ટર 3માં એક્ટર યશ ફરી પોતાનો જલવો બતાવશે.

સાઉથ સુપરસ્ટાર યશની (Yash) ફિલ્મ ‘કેજીએફ’ના (KGF) બંને પાર્ટે બોક્સ ઓફિસ પર ખુબ ધૂમ મચાવી હતી. પહેલો પાર્ટ 2018માં (KGF 1) આવ્યો હતો અને પછી 2022માં (KGF 2) તેનો બીજો પાર્ટ રિલિઝ કરવામાં આવ્યો. ફિલ્મમાં યશે રૉકી ભાઇનું (Rocky Bhai) કેરેક્ટર નિભાવ્યું હતું. જેને લોકોએ ભરપૂર પ્રેમ આપ્યો હતો. આવામાં હવે યશના ફેન્સ કેજીએફ ફ્રેન્ચાઇઝીના (KGF franchise) ત્રીજા પાર્ટની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે.

મેકર્સ હોમ્બલે ફિલ્મ્સે (Hombale Films) ઘોષણા કરી દીધી છે કે KGF: ચેપ્ટર 3નું શુટિંગ ક્યારથી શરૂ થઇ રહ્યું છે. આ રિપોર્ટ સામે આવતા જ ફેન્સ થઇ ગયા છે ખુશહાલ થઇ ગયા છે, પરંતુ તેમણે ફિલ્મ માટે ઘણી રાહ જોવી પડશે.

પ્રશાંત નીલના ડાયરેક્શન હેઠળ બનેલી KGF લોકોને ખુબ પસંદ આવી છે. ફિલ્મના પ્રથમ બે પાર્ટ KGF: ચેપ્ટર 1 અને KGF: ચેપ્ટર 2 બોક્સ ઓફિસ પર જબરદસ્ત હિટ રહી હતી. ફિલ્મમાં યશને રોકી ભાઈના અંદાજમાં જોઈને લોકો તેના ફેન થઇ ગયા. આ પેન ઇન્ડિયા ફિલ્મ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ધૂમ મચાવી રહી હતી. તે જ સમયે, મેકર્સે KGF: ચેપ્ટર 2 ના અંતમાં પાર્ટ 3ની પણ હિંટ આપી હતી. જો કે, હવે એવું લાગે છે કે ફેન્સને પાર્ટ 3 માટે થોડી વધુ રાહ જોવી પડશે.

રિપોર્ટ અનુસાર, આ ફિલ્મ વર્ષ 2025માં ફ્લોર પર જશે અને આગામી વર્ષ 2026માં આ ફિલ્મ થિયેટરોમાં જોવા મળશે. મેકર્સ વિજય કિરાગન્દુરે આની જાહેરાત કરી છે. ફિલ્મમાં વિલંબ એટલા માટે પણ થયો છે કારણ કે ડાયરેક્ટર પ્રશાંત નીલ આ વર્ષે સપ્ટેમ્બર સુધી પ્રભાસની ફિલ્મ સાલાર પર કામ કરી રહ્યાં છે. તે આ ફિલ્મમાં ખૂબ જ વ્યસ્ત છે.

Web Title: Kgf 3 release date actor yash new upcoming movie latest news

Best of Express