Aditya Gadhvi Khalasi song : નવરાત્રીમાં આદિત્ય ગઢવીનું ગીત ગોતીલો મચાવી રહ્યું છે ધૂમ, કોણ છે આદિત્ય ગઢવી? અહીં વાંચો ગોતીલો સહિત અન્ય ગીતોની યાદી

Aditya Gadhvi Khalasi song : 29 વર્ષીય આદિત્ય ગઢવી ગુજરાતી પ્લેબેક સિંગરએ "ખલાસી'' સિવાય ઘણા હિટ સોન્ગ આપ્યા છે જેમાં તાજેતરના પરફોર્મન્સમાં IPL 2023 દરમિયાન ગુજરાત ટાઇટન્સનું ગીત ''આવા દે" સામેલ છે

Aditya Gadhvi Khalasi song : 29 વર્ષીય આદિત્ય ગઢવી ગુજરાતી પ્લેબેક સિંગરએ "ખલાસી'' સિવાય ઘણા હિટ સોન્ગ આપ્યા છે જેમાં તાજેતરના પરફોર્મન્સમાં IPL 2023 દરમિયાન ગુજરાત ટાઇટન્સનું ગીત ''આવા દે" સામેલ છે

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Aditya Gadhvi Khalasi song Khalasi song playback singer (Source adityagadhviofficialInstagram)

Aditya Gadhvi Khalasi song : નવરાત્રીમાં આદિત્ય ગઢવીનું ગીત ગોતીલો મચાવી રહ્યું છે

ગોતીલો!! તમે ગોતીલો ગોતીલો!! આ નવરાત્રીમાં આ ગીત ખુબજ ધૂમ મચાવી રહ્યું છે. ગુજરાતના પ્રખ્યાત પ્લેબેક સિંગર આદિત્યા ગઢવીના અવાજમાં ગવાયેલું "ખલાસી'' સોન્ગ માત્ર થોડાજ દિવસમાં ખુબજ ફેમસ થઇ ગયું છે. આ ''ખલાસી'' સોન્ગ, કોક સ્ટુડિયો ઇન્ડિયા પર 5 જુલાઈએ રિલીઝ થયું હતું.આ ગીતના સિંગર આદિત્ય ગઢવી કોણ છે? જાણો અહીં

Advertisment

"ખલાસી'' સોન્ગ

ખલાસી એ નાવિકની વાર્તા કહે છે જેઓ ગુજરાતના દરિયાકાંઠે શોધ માટે નીકળ્યા છે. આ ગીત તેની સાહસિક સફર, તેના આહલાદક અનુભવો અને તેના ઉત્સાહની વાત કરે છે કે જેની સાથે તે વહાણમાં જતી વખતે જીવનનો સામનો કરે છે! આ સોન્ગને યૂટ્યૂબ પર 5 મિલિયનથી પણ વધારે વ્યૂઝ મળ્યા છે.

"ખલાસી'' સોન્ગ

"ખલાસી'' સોન્ગ સિંગર: આદિત્ય ગઢવી

29 વર્ષીય આદિત્ય ગઢવી ગુજરાતી પ્લેબેક સિંગરએ "ખલાસી'' સિવાય ઘણા હિટ સોન્ગ આપ્યા છે જેમાં તાજેતરના પરફોર્મન્સમાં IPL 2023 દરમિયાન ગુજરાત ટાઇટન્સનું ગીત ''આવા દે" સામેલ છે આદિત્ય ગઢવી મૂળ સુરેન્દ્રનગરથી છે.આ ઉપરાંત, આદિત્ય ગઢવી ગુજરાતી, હિન્દી અને મરાઠી જાણે છે.IPL 2023 દરમિયાન, આદિત્યએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ પહેલા ગુજરાત ટાઇટન્સનું ગીત 'આવા દે' રજૂ કર્યું હતું

'આવા દે"

આદિત્ય ગઢવીના આ લોકગીતની લિસ્ટ

આદિત્ય ગઢવીનું આ ગીત "રંગ ભીની રાધા" જેને યૂટ્યૂબ પર 11 મિલિયનથી પણ વધારે વ્યુઝ મળ્યા છે.અહીં સાંભળો આ ગીત,

Advertisment
રંગ ભીની રાધા

લોક સાહિત્યનું શિરમોર સમું ગીત એટલે પદ્મશ્રી કવિ કાગ બાપુએ લખેલું રંગ મોરલા. વર્ષા ઋતુમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો આવનારા અનરાધાર વરસાદનાં એંધાણ આપી રહ્યા હોય, યુવાન સ્ત્રીનાં વલોવાતા મનની વાત આ ગીત "રંગ મોરલા"માં થાય છે. પ્રિયતમ પરદેશ જશે તો ઘણાં લાંબા સમય સુધી તેનો સહવાસ અશક્ય બનવાનો છે. આવા સમયે પ્રેમિકા તેના પિયુને રિઝવવાનો પ્રયત્ન કરે છે, સાંભળો આ સોન્ગ,

"રંગ મોરલા"

આદિત્ય ગઢવીનું આ ગીત "હાલાજી તારા હાથ વખાણું" જેને 2 મિલિયન જેટલા વ્યુઝ મળ્યા છે.અહીં સાંભળો આ ગીત,

"હાલાજી તારા હાથ વખાણું"
બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ