Khel Khel Mein Song Hauli Hauli : પંજાબી ગીતો આ દિવસોમાં હિન્દી ફિલ્મોમાં ખુબજ લોકપ્રિય બની રહ્યા છે. બેડ ન્યુઝમાં વિકી કૌશલનું ગીત “તૌબા તૌબા” બાદ અક્ષય કુમાર (Akshay Kumar) ની આગામી ફિલ્મ ખેલ ખેલ મેં (Khel Khel Mein) નું વેડિંગ વિડીયો સોંગ “હૌલી હૌલી” (Hauli Hauli Song) રિલીઝ થયું છે. ગીત ગુરુ રંધાવા (Hauli Hauli guru randhawa) એ લખ્યું છે સાથે મ્યુઝિક પણ આપ્યું છે.
‘હૌલી હૌલી’ ગીત ગુરુ રંધાવા, યો યો હની સિંહ અને નેહા કક્કરે ગાયું છે. ગીતમાં અક્ષય કુમાર યુનિક લુકમાં જોવા મળે છે. અને લાંબા સમય બાદ તાપસી પન્નુ (Taapsee Pannu) મેઈનસ્ટ્રીમ ફિલ્મ કરતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો: OTT Report 2024: હીરામંડી 2024 ની બીજા ક્રમની સૌથી લોકપ્રિય વેબ સિરીઝ, જાણો નંબર 1 કઇ સિરીઝ
ટી-સીરીઝની યુટ્યુબ ચેનલ પર ગીત રિલીઝ થવાનીની સાથે જ યો યો હની સિંહના ચાહકો નારાજ થઈ ગયા કે તેણે ભાગ્યે જ ગીતના બે પંક્તિઓ ગાયા છે. એક પ્રશંસક કમેન્ટ કરે છે ‘હની સિંહ કે નામ પે લુટા બાપ રી, અન્ય વ્યક્તિએ લખે છે, “પાજી શ્લોક માત્ર 2 સેકન્ડનો શ્લોક છે.” કેટલાક દર્શકોએ ગુરુ રંધાવા અને યો યો હની સિંઘના સહયોગ પર તેમનો આનંદ પણ વ્યક્ત કર્યો અને કમેન્ટ કરી, “યો યો ઔર ગુરુ સાથ ગા રહે હૈ ધ્યાન સે સુનો.”
અહીં જુઓ ગીત
ગઈ કાલે 25 જુલાઈ 2024 ના સાંજેરોજ મુંબઈમાં “હૌલી હૌલી” સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું હતું . અક્ષય કુમાર સિવાય ફિલ્મના કલાકારોએ ગીત લૉન્ચ ઇવેન્ટમાં હાજરી આપી હતી.
આ પણ વાંચો: OTT Report 2024: હીરામંડી 2024 ની બીજા ક્રમની સૌથી લોકપ્રિય વેબ સિરીઝ, જાણો નંબર 1 કઇ સિરીઝ
ખેલ ખેલ મે ફિલ્મના ટ્રેલર લોન્ચ થયા પહેલા ફિલ્મનું વેડિંગ વિડીયો સોન્ગ રિલીઝ થયું છે. IMDb પર ખેલ ખેલ મે ફિલ્મ વિષે સંક્ષિપ્તમાં લખ્યું છે કે, ‘ સ્ટોરી મિત્રોના એક ગ્રુપ છે જેઓ ડિનર માટે ભેગા થાય છે અને એકબીજા વિશેના રહસ્યો જાહેર કરે છે. મુદસ્સર અઝીઝ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં અક્ષય કુમાર, તાપસી પન્નુ સિવાય વાણી કપૂર, એમી વિર્ક, ફરદીન ખાન અને આદિત્ય સીલ પણ છે. તે 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ ખૂબ જ અપેક્ષિત સ્ત્રી 2 ફિલ્મ સાથે ટકરાઈ શકે છે.