Khel Khel Mein Trailer : અક્ષય કુમારની ફિલ્મ ખેલ ખેલ મેં ટ્રેલર રિલીઝ,15 ઓગસ્ટએ આવશે થીયેટરમાં

Khel Khel Mein Trailer : 'ખેલ ખેલ મે' ફિલ્મ સિવાય અક્ષય કુમાર પાસે પહેલેથી જ સ્કાય ફોર્સ, જોલી એલએલબી 3 અને વેલકમ ટુ ધ જંગલ સહિત અન્ય ઘણી ફિલ્મો તૈયાર છે.

Written by shivani chauhan
August 02, 2024 14:49 IST
Khel Khel Mein Trailer : અક્ષય કુમારની ફિલ્મ ખેલ ખેલ મેં ટ્રેલર રિલીઝ,15 ઓગસ્ટએ આવશે થીયેટરમાં
Khel Khel Mein Trailer Release : અક્ષય કુમારની ફિલ્મ ખેલ ખેલ મેં ટ્રેલર રિલીઝ, 15 ઓગસ્ટએ આવશે થીયેટરમાં

Khel Khel Mein Trailer : અક્ષય કુમાર આજે 2 ઓગસ્ટ 2024 ના રોજ શુક્રવારે તેની આગામી ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ ટ્રેલર (Khel Khel Mein Trailer) કર્યું છે, ફિલ્મમાં ફરદીન ખાન, એમી વિર્ક અને તાપસી પન્નુનો સમાવેશ થાય છે. અહીં જણાવી દઈએ કે, ફિલ્મ ટ્રેલર પહેલા તેના 2 ગીત અગાઉ રિલીઝ કરવામાં આવ્યા હતા. ‘ખેલ ખેલ મે’ 2018 ની નેટફ્લિક્સ મૂવી નથિંગ ટુ હાઇડ જેવું જ છે, જે પોતે જૂની ઇટાલિયન ફિલ્મથી પ્રેરિત છે. ખેલ ખેલ મે 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે

ખેલ ખેલ મેં’ ટ્રેલર (Khel Khel Mein Trailer)

ટ્રેલરમાં બતાવે છે કે 3 કપલ ડિનર સમયે એક એવી ગેમ રમવાનું વિચારે છે જેમાં બધા પાર્ટનરના ફોન ટેબલ મુકવામાં આવશે અને પ્રાઇવસી વગર તેનો પાર્ટનર ફોન ચેક કરી શકે છે કે કોનો મેસેજ અને ફોન પર પણ વાત કરી શકે છે. વાણી તેના તમામ સભ્યોને ફોન મૂકે છે અને અનલૉક કરે છે, તે કહે છે ‘એક હી નિયમ હૈ, હમ સાતોં કે ફોન રાત ખતમ હોને તક પબ્લિક પ્રોપર્ટી હૈ, ખેલ ખેલ મેં ટ્રેલર કોમેડિક સાઉન્ડ ઇફેક્ટ્સ પર ખૂબ આધાર રાખે છે અને તે ‘ફની પંજાબી’, ‘નેગિંગ વાઇફ’ અને ‘ચીટિંગ હસબન્ડ’ જેવા સ્ટીરિયોટાઇપ્સ પર આધાર રાખે છે. અહીં જુઓ મુવી ટ્રેલર (Movie Trailer)

આ પણ વાંચો: Vedaa Trailer: વેદા મૂવીનું ધાંસુ ટ્રેલર લોન્ચ, જોન અબ્રાહમ રક્ષક બની એક્શન કરશે, જાણો ફિલ્મ રિલીઝ ક્યારે થશે

અક્ષયએ પેંડેમીક પહેલા અભૂતપૂર્વ સફળતા મેળવી હતી, તેની હિટ ફિલ્મ સૂર્યવંશી બાદ એક્ટરની ફિલ્મો એટલી ચાલી નહિ. અભિનેતાએ બચ્ચન પાંડે, સમ્રાટ પૃથ્વીરાજ, રક્ષા બંધન, મિશન રાણીગંજ, બડે મિયાં છોટે મિયાં, સેલ્ફી અને રામ સેતુ સહિત અડધો ડઝનથી વધુ ફ્લોપ ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેણે પ્રોડ્યુસ કરેલી હિટ ફિલ્મ OMG 2માં પણ તે વિસ્તૃત કેમિયોમાં જોવા મળ્યો હતો. અક્ષયે તાજેતરમાં બાયોપિક સરફિરામાં અભિનય કર્યો હતો, જે તમિલ હિટ સૂરારાય પોટ્રુની રિમેક છે. સરફિરા વર્ષોમાં તેની સૌથી મોટી ફ્લોપ તરીકે ઉભરી હતી.

આ પણ વાંચો: Duur Na Karin Song : અક્ષય કુમાર અને વાણી કપૂરનો રોમેન્ટિક ટ્રેક ‘દૂરના કરી’ રિલીઝ, ચાહકોએ કર્યો કમેન્ટ્સનો વરસાદ

અક્ષયે એક પ્રેસ ઈવેન્ટમાં કહ્યું, ‘એવું નથી કે મેં (આ તબક્કો પહેલા) જોયો નથી, એક સમય એવો હતો જ્યારે મારી કારકિર્દીમાં મારી સતત 16 ફ્લોપ હતી. પણ હું ત્યાં જ ઊભો રહ્યો અને કામ કરતો રહ્યો અને હજુ પણ કરીશ. આ વર્ષે આ એક એવી ફિલ્મ છે જેના માટે અમે બધાએ ઘણી મહેનત કરી છે અને હવે આપણે પરિણામ જોઈશું.’

અક્ષય પાસે પહેલેથી જ સ્કાય ફોર્સ, જોલી એલએલબી 3 અને વેલકમ ટુ ધ જંગલ સહિત અન્ય ઘણી ફિલ્મો તૈયાર છે. ફરદીને તાજેતરમાં જ સંજય લીલા ભણસાલીની હીરામંડીઃ ધ ડાયમંડ બઝારમાં સહાયક ભૂમિકા સાથે અભિનય કર્યો હતો. જયારે તાપસી પાસે બીજી રીલિઝ છે, ખેલ ખેલ મે પહેલા, એકટ્રેસએ ફિર આયી હસીન દિલરૂબામાં અભિનય કર્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ