Luxury Car: દૂધ વેચીને ખરીદી 1 કરોડની લક્ઝરી કાર, નામ જાણી ચોંકી જશો

Khesari Lal Yadav Luxury Car: એક સમય ભેંસનું દૂધ અને રોડ પર નાસ્તો વેચીને ઘર ચલાવનાર વ્યક્તિએ 1 કરોડની કાર ખરીદી છે, જેની સામાન્ય વ્યક્તિથી લઇને બીટાઉનમાં પણ ચર્ચા થઇ રહી છે

Khesari Lal Yadav Luxury Car: એક સમય ભેંસનું દૂધ અને રોડ પર નાસ્તો વેચીને ઘર ચલાવનાર વ્યક્તિએ 1 કરોડની કાર ખરીદી છે, જેની સામાન્ય વ્યક્તિથી લઇને બીટાઉનમાં પણ ચર્ચા થઇ રહી છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Khesari Lal Yadav Luxury Car land rover defender | Khesari Lal Yadav Car | land rover defender | Khesari Lal Yadav song | Luxury Car | Khesari Lal Yadav film | bhojpuri film celebrity

ખેસારી લાલ યાદવ ભોજપુરી ફિલ્મના પ્રખ્યાત સેલેબ્રિટી છે. (Photo- Khesari Lal Yadav insta)

Bhojpuri Film Celebrity Khesari Lal Yadav Buy Luxury Car : દૂધ વેચીને એક વ્યક્તિએ કરોડોની લક્ઝરી કાર ખરીદી છે જેની સામાન્ય વ્યક્તિથી લઇને બીટાઉનમાં પણ ચર્ચા થઇ રહી છે. આ વ્યક્તિ બીજુ કોઇ નહીં પણ ભોજપુરી સિનેમાના ટ્રેન્ડિંગ સ્ટાર ખેસારી લાલ યાદવ છે, જે ઉત્તર ભારતમાં બહુ જાણીતી સેલેબ્રિટી છે. તેણે 2013માં ફિલ્મો કરિયરની શરૂઆત કરી હતી. તેની પ્રથમ ફિલ્મ 'સાજન ચલે સસુરાલ' હતી. આમાં તે પહેલીવાર અભિનેત્રી સ્મૃતિ સિન્હા સાથે રોમાન્સ કરતો જોવા મળ્યો હતો. આ ફિલ્મથી તેણે બધાને પોતાના દિવાના બનાવી દીધા હતા. આજે સ્થિતિ એવી છે કે લોકો તેમના મ્યુઝિક વીડિયો અને ફિલ્મોની આતુરતાથી રાહ જુએ છે. આ દરમિયાન હવે તે ફરીથી કોઈ ફિલ્મ કે ગીતને કારણે નહીં પરંતુ તેની નવી કારને કારણે ચર્ચામાં આવ્યો છે. તેણે કરોડોની કિંમતની લક્ઝરી કાર ખરીદી છે.

Advertisment

હા, તમે તે સાચું સાંભળ્યું. ખેસારી લાલ યાદવે એક લક્ઝરી કાર ખરીદી છે, જેની કિંમત કરોડોમાં છે. તે કાર ભાગ્યે જ કોઈ ભોજપુરી સ્ટાર પાસે હશે. પવન સિંહ હોય કે રવિ કિશન, નિરહુઆ હોય કે મનોજ તિવારી. ખરેખર, ખેસારીએ લેન્ડ રોવર ડિફેન્ડર ખરીદી છે, જેની શરૂઆતની કિંમત એક કરોડથી શરૂ થાય છે અને તેના ટોપ મોડલની કિંમત અઢી કરોડ છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે અભિનેતાએ કયું મોડલ ખરીદ્યું છે. ખેસારીના ઘરે કારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે, જેનો વીડિયો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં ખેસાલી લાલા તેની પત્ની અને પુત્ર સાથે પૂજા કરતો જોવા મળી રહ્યો છે.

https://www.instagram.com/p/CwM7pTAo5n5/

ખેસાલી લાલે કારની પૂજાનો વીડિયો શેર કરતા લખ્યુ છે, 'મારા માટે તમારા પ્રેમથી મોટું કંઈ નથી અને આ કાર પણ તમારા કારણે છે. બધાનો આભાર. હેશ ટેગ ડિફેન્ડર.' ત્યારબાદ સોશિયલ મીડિયા પર અભિનેતા પર અભિનંદનનો વરસાદ શરૂ થઇ ગયો. જેમાં અભિનેત્રી મધુ શર્માથી લઈને ચાહકો સુધી દરેક તેમને અભિનંદન આપી રહ્યા છે.

ખેસારી લાલ યાદવ - ક્યારેક દૂધ તો ક્યારે લિટ્ટી ચોખા વેચ્યા

જો ખેસારી લાલ યાદવની લાઇફની વાત કરીએ તો આજે તે કરોડોની કાર ખરીદીને વૈભવી જીવન જીવે છે. પરંતુ તેના જીવનમાં એક સમય એવો આવ્યો જ્યારે તેમની પાસે લગ્ન કરવા માટે પણ પૈસા નહોતા. તેમના પિતાએ ચણા વેચીને તમામ બાળકોને ઉછેર્યા. આ ટ્રેન્ડિંગ સ્ટારના લગ્ન તેના સાસરિયાઓએ ભેંસ વેચીને કર્યા છે. તેમણે ભેંસ વેચી ત્યારે ખેસારી લાલ યાદવના માથા સહેરો બંધાયો અને શેરવાની ખરીદી હતી.

Advertisment
https://www.instagram.com/p/CvyjXywIpfo/

ખેસાલી લાલ યાદવની સ્મૃતિ સિન્હા સાથે પહેલી ફિલ્મ

ખેસારી લાલ યાદવ માટે અહીં પહોંચવું સરળ ન હતું. જ્યારે અભિનેતા થોડો સમજદાર બન્યો, ત્યારે તે તેના પિતાને ઘર ચલાવવામાં મદદ કરતો અને ભેંસનું દૂધ વેચતો. તેણે એકવાર 'ધ કપિલ શર્મા શો'માં આ વાતનો ખુલાસો કર્યો હતો અને તેનું અસલી નામ શત્રુઘ્ન સિન્હા છે. ફિલ્મોમાં આવવા માટે તેણે પોતાનું નામ બદલીને ખેસારી રાખ્યું. જ્યારે તે થોડોક મોટો થયો, ત્યારે તેને સિંગિગમાં રસ હતો અને તે તેનું આલ્બમ બહાર પાડવા માંગતો હતો, જેના માટે તેણે દિલ્હીમાં લિટ્ટી ચોખાનું પણ વેચાણ કર્યું હતું. પછી એવો સમય આવ્યો જ્યારે તેના ગીતો બેક ટુ બેક હિટ થયા અને પછી તેને તેની પહેલી ફિલ્મ 'સાજન ચલે સસુરાલ' મળી. આ પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી.

ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ