Khushi Kapoor | ખુશી કપૂરના બ્રેસલેટ પર રૂમર્ડ બોયફ્રેન્ડ વેદાંગ રૈનાનું નામ, ફેન્સએ સંબંધની અફવાને આપ્યો વેગ

Khushi Kapoor | ખુશી કપૂર અને વેદાંગ રૈનાના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો ઝોયા અખ્તરની ઓટીટી ફિલ્મ, ધ આર્ચીઝ સાથે અભિનયની શરૂઆત કરી હતી.

Written by shivani chauhan
November 11, 2024 09:57 IST
Khushi Kapoor | ખુશી કપૂરના બ્રેસલેટ પર રૂમર્ડ બોયફ્રેન્ડ વેદાંગ રૈનાનું નામ, ફેન્સએ સંબંધની અફવાને આપ્યો વેગ
ખુશી કપૂરના બ્રેસલેટ પર રૂમર્ડ બોયફ્રેન્ડ વેદાંગ રૈનાનું નામ, ફેન્સએ સંબંધની અફવાને આપ્યો વેગ

Khushi Kapoor | ખુશી કપૂર (Khushi Kapoor) અને વેદાંગ રૈના (Vedang Raina) ઘણા સમયથી રિલેશનશિપ છે તેવી અફવાઓ છે પરંતુ તેઓએ કદી તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી. તાજતેરમાં તેઓ સાથે વેકેશન મનાવ્યું, એકસાથે મૂવી સ્ક્રીનીંગમાં હાજરી આપવી, અને એકબીજાના જન્મદિવસમાં હાજરી આપવાથી ચાહકો અનુમાન કરવામાં લાગ્યા છે કે તેઓ રિલેશનશિપમાં છે. તાજેતરમાં ચાહકોની નજર ખુશીના બ્રેસલેટ પર ગઈ છે, જે તેમના સંબંધની પુષ્ટિ કરે છે, અહીં જાણો

ખુશી કપૂર રૂમર્ડ બોયફ્રેન્ડ વેદાંગ રૈના (Khushi Kapoor Rumored Boyfriend Vedang Raina)

લગભગ એક અઠવાડિયા પહેલા ખુશી કપૂર અને વેદાંગ રૈના બંનેએ ગયા મહિને માલદીવિયન વેકેશનના ફોટોઝ શેર કર્યા હતા. ફોટા જોતા તે ખૂબ સ્પષ્ટ હતું કે તેઓએ સાથે સમય પસાર કર્યો હતો. શ્રીદેવી અને બોની કપૂરની પુત્રીએ ઓનલાઈન મુકેલા ઘણા ફોટાઓમાં લાલ બિકીનીમાંની તેમની એક ઇમેજ જોવા મળી હતી. જેમાં તેના બ્રેસલેટ પર રૂમર્ડ બોયફ્રેન્ડ વેદાંગ રૈનાનું નામ જોવા મળે છે.

આ પણ વાંચો: Video: સિદ્ધુ મૂસેવાલાના નાના ભાઈની અન્નપ્રાશન વિધિ, 8 મહિનાના શુભદીપનો વીડિયો આવ્યો સામે

ખુશી કપૂર તે રેડ બિકીની ફોટામાં અદભૂત દેખાતી હતી, પરંતુ જયારે લોકોની ચાહકોની નજર તેના બ્રેસલેટ પર વેદાંગનું નામ જોતા તેઓના કથિત સંબંધો વિશે વાત કરી હતી. આનાથી નેટીઝન્સએ નિષ્કર્ષ પર આવ્યા કે તેમની અટકળો આખરે સાચી હતી. ખુશીના બ્રેસલેટ પર તેનું નામ જોયા બાદ એક યુઝર્સ વેદાંગના સોશિયલ મીડિયા પર કમેન્ટ કરી કે ‘અમે બધાએ ખુશીના બ્રેસલેટ પર તમારું નામ જોયું છે, તમારે દરેક ઇન્ટરવ્યુમાં તમે સિંગલ છો તેવું કહેવાનું બંધ કરવું જોઈએ.’

આ પણ વાંચો: રામ ચરણ અને કિયારા અડવાણીની ગેમ ચેન્જરનું ટીઝર રિલિઝ, 200 કરોડમાં બનેલી ફિલ્મ 2025માં આ તારીખ રિલિઝ થશે

થોડા દિવસો પહેલા ખુશી કપૂરના 24માં જન્મદિવસ પર જીગરા અભિનેતા પાયજામા પાર્ટીમાં જોવા મળ્યો હતો. ખુશી દ્વારા પોસ્ટ કરવામાં આવેલી અંદરની તસવીરોમાં તે બ્લ્યુ પાયજામાનો સેટ પહેરતો જોવા મળ્યો હતો. તેણે તેના પિતા અભિનેતા-નિર્માતા બોની કપૂર સાથે પણ પોઝ આપ્યો હતો. તેણે શનાયા કપૂર, ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની પુત્રી આલિયા, તેમના મિત્ર મુસ્કાન ચનાના અને અન્ય ઘણા લોકો સાથે બર્થ ડે સેલિબ્રેશનમાં જોવા મળ્યા હતા.

ખુશી કપૂર અને વેદાંગ રૈનાના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો ઝોયા અખ્તરની ઓટીટી ફિલ્મ, ધ આર્ચીઝ સાથે અભિનયની શરૂઆત કરી હતી. તેના સિવાય ટીન મ્યુઝિકલમાં શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન, અગસ્ત્ય નંદા, મિહિર આહુજા, અદિતિ સાયગલ અને યુવરાજ મેંડા પણ અભિનય કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ