Loveyapa Trailer | ખુશી કપૂર (Khushi Kapoor) અને જુનૈદ ખાન (Junaid Khan) ની લવયાપા (Loveyapa) 7 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મના નિર્માતાઓ દ્વારા લવયાપા નું ટ્રેલર રિલીઝ (Loveyapa Trailer Release) કર્યું છે,મુવી ટ્રેલર રિલીઝ થયા પહેલાના થોડા દિવસ પહેલા ફિલ્મ ટાઇટલ ટ્રેક રિલીઝ થયું હતું,જે ચાહકો દ્વારા પસંદ કરવામાં આવ્યું હતું.
લવયાપા ટ્રેલર (Loveyapa Trailer)
લવયાપા ટ્રેલરની શરૂઆત જુનૈદ અને ખુશી વચ્ચેની પ્રેમભરી વાતચીતથી થાય છે. આગળની ફ્રેમમાં જુનૈદ આશુતોષ રાણા દ્વારા ભજવવામાં આવેલ તેના પિતા પાસેથી ખુશીનો હાથ લગ્ન માટે માંગતો બતાવે છે. પિતાએ પછી દંપતીને સૂચન કર્યું કે તેઓ મોટો નિર્ણય લેતા પહેલા એક દિવસ માટે તેમના ફોન એક્સચેન્જ કરે. આ તેમના જીવનને જોરદાર ફેરફાર લાવે છે. પછીના કેટલાક દ્રશ્યો કપલ વિશેના અનેક ઘટસ્ફોટથી ભરેલા છે, તેઓ ડેટિંગ એપ્સ પર હોવાથી લઈને અન્ય લોકો સાથે ડેટ પર જવા સુધી બધુજ સામે આવે છે.
લવયાપા કાસ્ટ (Loveyapa Cast)
અદ્વૈત ચંદન દ્વારા દિગ્દર્શિત લવયાપામાં ગ્રુષા કપૂર, તન્વિકા પારલીકર, કીકુ શારદા, દેવીશી મંડન, આદિત્ય કુલશ્રેષ્ઠ, નિખિલ મહેતા, જેસન થમ, યુસુસ ખાન, યુક્તમ ખોલસા અને કુંજ આનંદ પણ છે.
આ પણ વાંચો: રામ ચરણ કિયારા અડવાણી અભિનિત ફિલ્મ ગેમ ચેન્જર રિલીઝ, પ્રથમ દિવસે આટલી કમાણી કરી શકે
ગયા અઠવાડિયે રિલીઝ થયેલા લવયાપાના ટાઇટલ ટ્રેકથી વિપરીત, નેટીઝન્સે કલાકારો પર તેમનો પ્રેમ વરસાવ્યો હતો. એક યુઝરે ટિપ્પણી કરી, “મને ખબર નથી કે અન્ય લોકો શું કહેશે પરંતુ મને તેમની કેમેસ્ટ્રી ખરેખર ગમે છે અને હું તેમને સાથે જોવા માટે ઉત્સુક છું.” અન્ય એક યુઝરે લખ્યું, “જુનૈદ ખૂબ જ હેન્ડસમ લાગે છે, તે તેના જીવનમાં મહારાજથી લઈને લવયાપા સુધીની તમામ સફળતાનો હકદાર છે.’





