અભિનેત્રી શ્રીદેવી (Sridevi) ની નાની પુત્રી અને અભિનેત્રી ખુશી કપૂરે (Khushi Kapoor) તાજેતરમાં એક ફેશન ઇવેન્ટ દરમિયાન જણાવ્યું હતું કે તેના માતાના મોંઘા કપડાંને લઈને ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે ફેશન તેમના માટે માત્ર એક ટ્રેન્ડ નથી પણ ભાવનાત્મક જોડાણ છે. ખુશીએ કહ્યું, “મને લાગે છે કે ફેશન ટાઈમલેસ છે. હું હજુ પણ મારી મમ્મીના કપડાં પહેરું છું, હું મારી મોટી બહેનના કપડાં પણ પહેરું છું. મારું માનવું છે કે કપડાં નહીં પણ તેમને પહેરવાની સ્ટાઇલ મહત્વની છે.
ખુશી કપૂરનું ફેશન ઇન્સ્પિરેશન કોણ છે?
ખુશીએ તેની મોટી બહેન જાહ્નવી કપૂરને તેની સૌથી મોટી ફેશન પ્રેરણા ગણાવી અને કહ્યું કે તેની શૈલી હંમેશા પ્રેરણાદાયક રહી છે. ‘ધ આર્ચીઝ’ અભિનેત્રીએ એમ પણ કહ્યું કે જો યોગ્ય રીતે સ્ટાઇલ કરવામાં આવે તો વિન્ટેજ કપડાં આજના સમયમાં પણ એટલા જ આકર્ષક દેખાઈ શકે છે. આ કાર્યક્રમમાં ખુશીએ લાલ લહેંગા પહેરીને રેમ્પ વોક કર્યું હતું. તેના આઉટફિટમાં સિક્વિન્સ, થ્રેડવર્ક અને ભરતકામનું સુંદર મિશ્રણ હતું, જેને ઓફ-શોલ્ડર બ્લાઉઝ અને મરમેઇડ કટ લહેંગા દ્વારા વધુ સુંદર બનાવવામાં આવ્યું હતું.
ખુશી કપૂર મુવીઝ (Khushi Kapoor Movies)
ખુશી કપૂર વર્ક ફ્રન્ટની વાત કરીયે તો તાજેતરમાં તે ઇબ્રાહિમ અલી ખાન સાથે ફિલ્મ નાદાનિયાંમાં જોવા મળી હતી, જે ઇબ્રાહિમની ડેબ્યૂ ફિલ્મ હતી. જોકે, આ ફિલ્મને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. આ પહેલા ખુશીએ નેટફ્લિક્સ પર ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝથી અભિનય ક્ષેત્રે ડેબ્યૂ કર્યું હતું. આ વર્ષની શરૂઆતમાં, તે આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન સાથે લવયાપામાં પણ જોવા મળી હતી.





