/indian-express-gujarati/media/media_files/2026/01/09/khushi-kapoor-vedang-raina-2026-01-09-10-21-23.jpg)
Khushi Kapoor Vedang Raina Breakup News : ખુશી કપૂર અને વેદાંત રૈનાનું બ્રેકઅપ થયું હોવાના સમાચાર છે. Photograph: (Express Photo)
Khushi Kapoor Vedang Raina Breakup News : બોલીવુડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાન્હવી કપૂરની બહેન ખુશી કપૂર ફરી એકવાર પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, ખુશી કપૂર અને અભિનેતા વેદાંગ રૈનાનું બ્રેકઅપ થઈ ગયું છે. બંને વચ્ચેના સંબંધોને લઈને લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે તેમના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા છે.
હકીકતમાં, ઝોયા અખ્તરની ફિલ્મ 'ધ આર્ચીઝ' દરમિયાન ખુશી કપૂર અને વેદાંગ રૈના નજીક આવ્યા હતા. બંનેએ આ ફિલ્મથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. શૂટિંગ દરમિયાન બંને દોસ્ત બની ગયા હતા, જે ધીમે ધીમે રિલેશનશિપમાં આવ્યા હતા. આ પછી બંને અનેક પ્રસંગોએ સાથે જોવા મળ્યા હતા, જેના કારણે તેમની ડેટિંગના સમાચાર વધુ મજબુત બન્યા હતા.
ગુરુવારે પત્રકાર વિકી લાલવાણીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને દાવો કર્યો હતો કે ખુશી કપૂર અને વેદાંગ રૈના હવે સાથે નથી. એના જણાવ્યા મુજબ તાજેતરમાં બંનેનું બ્રેકઅપ થયું છે, જો કે હાલ બ્રેકઅપનું કારણ જાહેર થયું નથી.
ખુશી અને વેદાંગના સંબંધોને લઈને વર્ષ 2023માં ચર્ચાઓ શરૂ થઈ હતી. બંને ઘણીવાર ઇવેન્ટ્સ અને આઉટિંગ્સમાં સાથે જોવા મળતા હતા. આ પહેલા વેદાંગ રૈનાએ હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં ખુશી સાથેના પોતાના સંબંધો વિશે કહ્યું હતું કે તેમની વચ્ચે નેચરલ કમ્ફર્ટ હતો અને બંને વચ્ચેનો સંબંધ ખૂબ જ સરળતાથી બની ગયો હતો.
વર્ક ફ્રન્ટની વાત કરીયે તો ખુશી કપૂરે નેટફ્લિક્સની ફિલ્મ 'ધ આર્ચીઝ' પછી આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન સાથે ફિલ્મ લવપાયા થી મોટા પડદા પર ડેબ્યૂ કર્યું હતું. આ પછી એની રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'નાદાનિયા' નેટફ્લિક્સ પર રજૂ થઇ હતી, જેમાં એની સાથે સૈફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન પણ હતો.
ખુશી કપૂર ટૂંક સમયમાં જ તેની માતા શ્રીદેવીની સુપરહિટ ફિલ્મ 'મોમ 2'ની સિક્વલમાં જોવા મળશે, જેને લઇ ચાહકોમાં ભારે ઉત્સાહ છે. તો વેદાંગ રૈનાએ 'ધ આર્ચીઝ' પછી આલિયા ભટ્ટની ફિલ્મ જિગરામાં મહત્વનો રોલ કર્યો હતો, જેમા તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us