Kiara Advani Movies: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ચારે તરફ છવાયેલા છે. ચોતરફ એની જ ચર્ચા ચાલી રહી છે. આ કપલે 7 ફેબ્રુઆરીના રોજ જેસલમેરના સુર્યગઢ ખાતે લગ્ન કર્યા. ત્યારે હવે કિયારા અડવાણીને લઇને સમાચાર સામે આવ્યાં છે કે તે સાઉથનો ફેમસ અને RRRનો ચમકતો ચહેરો રામચરણ સાથે કામ કરવાનો અવસર મળ્યો છે. રામચરણની ‘RC 15’માં કિયારાની એન્ટ્રી પાક્કી થઈ છે. આ ફિલ્મને શંકર ડિરેક્ટ કરશે.
આ તકને લઈને કિયારાએ કહ્યું…
આ ફિલ્મ તામિલ, તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થવાની છે. રામચરણ સાથે કામ કરવાની પોતાને મળેલી આ તકને લઈને કિયારાએ કહ્યું હતું કે ‘આ મારા માટે ચોક્કસ બેસ્ટ બર્થ-ડે ગિફ્ટ છે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના પ્રસિદ્ધ અને અનુભવી કલાકાર સાથે કામ કરવાની તક મળતાં હું ખૂબ ઉત્સાહી છું.’
આ તારીખે ફિલ્મ થશે રિલીઝ
પ્રાપ્ત વિગત અનુસાર, આ ફિલ્મનું શીર્ષક અને પ્રથમ પોસ્ટર રામચરણના જન્મદિવસ એટલે કે 27 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે. કિયારા અડવાણી અને રામચરણ સ્ટારર RC 15 મકરસંક્રાતિના તહેવાર પર રિલીઝ થશે તેવા સમાચાર છે.
ઉલ્લેખનીય છે કે રામચરણ હાલ ઓસ્કર સેરેમનીમાં ભાગ લેવા માટે અમેરિકા પહોંચ્યો છે. જૂની એનટીઆર અને રામચરણની ફિલ્મ ‘RRR’ને ઓસ્કર 2023માં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.
ઓસ્કર એવોર્ડ ક્યારે યોજાશે?
ઓસ્કાર એવોર્ડ 2023ની વાત કરીએ તો આ વખતે ઇન્ટરનેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ 12 માર્ચ, રવિવારના રોજ યુએસએના લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાશે. તેને રાત્રે 8 PM ET/5 PM ABC પર PT પર લાઇવ જોઇ શકો છો. જ્યારે સમયના તફાવતને કારણે ઓસ્કાર એવોર્ડ્સ 2023 ભારતમાં સોમવાર 13 માર્ચ 2023ના રોજ સવારે 5:30 વાગ્યાથી ટેલિકાસ્ટ કરવામાં આવશે.
ભારતમાં ઓસ્કર એવોર્ડ્સ 2023 ઓનલાઈન ક્યાં જોવો?
ભારતમાં ઓસ્કર એવોર્ડ 2023ના લાઈવ ટેલિકાસ્ટ વિશે વાત કરીએ તો આ ખાસ ફિલ્મ એવોર્ડ સમારોહ પ્રખ્યાત OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સરળતાથી જોઈ શકાય છે. આ સિવાય તમે ABC નેટવર્ક કેબલ, સીલિંગ ટીવી, હુલુ પ્લસ લાઈવ ટીવી, યુટ્યુબ ટીવી અને ફુબો ટીવી પર લાઈવ જોઈ શકો છો.
આ પણ વાંચો: જાન્હવી કપૂર અલગ અંદાજમાં, અપાવી રહી છે જાણીતી અભિનેત્રીની યાદ
આ ઓસ્કર ભારત માટે ખાસ છે
આ વખતે તમામ ભારતીયોની નજર 95મા ઓસ્કર એવોર્ડ પર ટકેલી છે. કારણ કે દક્ષિણ સિનેમાના પીઢ ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલીનું ધાંસુ ગીત ‘નાટૂ નાટૂ’ને શ્રેષ્ઠ મૂળ ગીતની શ્રેણીમાં એકેડેમી એવોર્ડ 2023 માટે નામાંકિત કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં આ વખતે ઓસ્કાર જીતવાનું દરેક ભારતીય અને ‘RRR’ મેકર્સ અને સ્ટાર કાસ્ટનું સપનું હશે.