Kiara Advani Daughter’s Name | કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રા બેબી નામકરણ, સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા નામ જણાવ્યું

Kiara Advani and Sidharth Malhotra’s Daughter Name | કિયારા અડવાણી (Kiara Advani) અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) એ 15 જુલાઈના રોજ તેની પુત્રીના જન્મની જાહેરાત કરી હતી, હવે પુત્રીનું નામ જાહેર કર્યું છે, અહીં જુઓ પોસ્ટ

Written by shivani chauhan
November 28, 2025 14:00 IST
Kiara Advani Daughter’s Name | કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રા બેબી નામકરણ, સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા નામ જણાવ્યું
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની દીકરીનું નામ | Kiara Advani and Sidharth Malhotra’s Daughter Name

Kiara & Sidharths Baby Name Announcment | કિયારા અડવાણી (Kiara Advani) અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) એ આખરે તેની દીકરીનું નામકરણ કર્યું છે અને શુક્રવારે ઇન્સ્ટાગ્રામ પર એક સંયુક્ત પોસ્ટમાં તેની બાળકીનું નામ શેર કર્યું છે. કિયારા અને સિદ્ધાર્થે તેની પુત્રીના પગ પકડેલા ફોટા શેર કર્યા છે.

કિયારા અડવાણી (Kiara Advani) અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) એ પોસ્ટ કરીને કેપ્શન લખ્યું કે “અમારી પ્રાર્થનાઓ, અમારા દૈવી આશીર્વાદ, અમારી રાજકુમારી છે, સારાયા મલ્હોત્રા, सरायाह मल्होत्रा”.

કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રા બેબી નામકરણ

એવું લાગે છે કે કિયારા અને સિદ્ધાર્થની પુત્રીનું નામ સારાયા મલ્હોત્રા હિબ્રુ શબ્દ સારાહનું વરઝ્ન છે, જેનો અર્થ રાજકુમારી થાય છે. આ કપલએ 15 જુલાઈના રોજ તેની પુત્રીના જન્મની જાહેરાત કરી હતી. તેમણે લખ્યું કે “અમારા હૃદય ભરાઈ ગયા છે અને અમારી દુનિયા હંમેશા માટે બદલાઈ ગઈ છે. અમારા ઘરે બાળકીનો જન્મ થયો છે.કિયારા અને સિદ્ધાર્થ.’

આ કપલેએ પાપારાઝી અને મીડિયા સાથે એક નોટ પણ શેર કરી, જેમાં તેમને તેની પુત્રીને ન જોવા વિનંતી કરી, તેઓએ લખ્યું કે “અમે બધાના પ્રેમ અને શુભેચ્છાઓ માટે ખૂબ આભારી છીએ, અમારા હૃદય ખરેખર ભરાઈ ગયા છે. જેમ જેમ અમે માતાપિતા બનવાની આ નવી સફરમાં અમારા પ્રથમ પગલાં લઈ રહ્યા છીએ, અમે આશા રાખીએ છીએ કે અમે એક પરિવાર તરીકે તેનો આનંદ માણીશું. જો આ ખાસ સમય ખાનગી રાખવામાં આવે તો તે અમારા માટે ઘણું અર્થપૂર્ણ રહેશે. તેથી, કૃપા કરીને કોઈ ફોટા લેવા નહીં, ફક્ત આશીર્વાદ આપો. તમારા સમર્થન બદલ આભાર. પ્રેમ, કિયારા અને સિદ્ધાર્થ.” દંપતીએ 2023 માં રાજસ્થાનના જેસલમેરમાં એક ખાનગી લગ્નમાં લગ્ન કર્યા હતા. તમનો પ્રેમ તેની પહેલી ફિલ્મ “શેરશાહ” ના સેટ પર શરૂ થયો હતો.

કિયારા અડવાણી છેલ્લે ક્રિટિકલ અને લોકપ્રિય ફ્લોપ ફિલ્મ ‘વોર 2’માં જોવા મળી હતી, જેમાં ઋત્વિક રોશન અને જુનિયર એનટીઆર સાથે સહ-અભિનય કર્યો હતો. અયાન મુખર્જી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મને દર્શકો તરફથી મોટાભાગે નકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.

સિદ્ધાર્થ મલ્હોત્રા ની છેલ્લી ફિલ્મ, પરમ સુંદરી, જેમાં જાન્હવી કપૂર પણ હતી, તે પણ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ હતી . તે ફરહાન અખ્તરની ‘ડોન’ રિમેકમાં રણવીર સિંહ સાથે જોવા મળશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ