/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-2023-07-31T071538.228.jpg)
Kiara Advani : કિયારા અડવાણી ફાઇલ તસવીર
Kiara advani Birthday : બોલિવૂડની પ્રસિદ્ધ અભિનેત્રી કિયારા અડવાણી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવામાં સફળ રહી છે. તેમજ આજે લાખો લોકોના દિલો પર રાજ કરે છે. આજે કિયારા અડવાણી પોતાનો 31મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. કિયારા અડવાણીનો જન્મ 31 જુલાઇ 1992ના રોજ મુંબઇ ખાતે થયો હતો. કિયારાના પિતા જગદીપ અડવાણી મોટા બિઝનેસમેન છે અને તેની માચા જીનીવીવ જાફરી એક શિક્ષિકા છે. શું તમે જાણો છો કિયારાનું અસલી નામ? ફિલ્મોમાં કારકિર્દી બનાવતા પહેલાં કિયારાનું અસલી નામ આલિયા અડવાણી હતું. પરંતુ તેણે ડેબ્યૂ સાથે પોતાનું નામ બદલી નાંખ્યું હતુ. કિયારા અડવાણી વિશે આવી ઘણી બધી સિક્રેટ છે જે કદાચ તમે નહીં જાણતા હોય. તો ચલો જાણીએ કિયારા અડવાણીની અજાણી વાતો.
કિયારા અડવાણીએ વર્ષ 2014માં ફિલ્મ 'ફગલી'થી ડેબ્યૂ કર્યું હતું. ખરેખર તો કિયારા અડવાણીને વર્ષ 2016માં આવેલી ફિલ્મ 'એમએસ ધોની..'થી સફળતા પ્રાપ્ત થઇ હતી. જેમાં તેણે ક્રિકેટર ધોનીની પત્ની સાક્ષીનું પાત્ર ભજવ્યું હતું. વર્ષ 2019માં રિલીઝ થયેલી કિયારાની ફિલ્મ 'કબીર સિંહ'એ બોક્સ ઓફિસ પર કમાણીના નવા રેકોર્ડ સર્જયા હતા. આ ફિલ્મમાં કિયારાએ શાહિદના પાત્ર કબીર સિંહની ગર્લફ્રેન્ડનો રોલ કર્યો હતો. કિયારાએ એક વર્ષની ઉંમરે બેબી સોપની ટીવી એડ પણ કરી છે.
આ સિવાય કિયારા અડવાણીએ તેલુગુ ફિલ્મમાં કામ કર્યું છે. 2018માં કિયારા તેલુગુ ફિલ્મ 'ભારત આને નેનુ'માં મહેશ બાબુ સાથે જોવા મળી હતી. આ પછી વર્ષ 2019માં તે ફરીથી તેલુગુ ફિલ્મ 'વિનય વિધેયા રામ'માં જોવા મળી હતી.
નામ બદલવા અંગે કિયારા જણાવ્યું કે, તે જ્યોતિષમાં વિશ્વાસ નથી કરતી, તે પોતાની મહેનતના આધારે ઓળખ બનાવવા માંગતી હતી તેથી નામ બદલ્યું છે. કિયારાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, 'જ્યારે તે નાની હતી ત્યારે સલમાન ખાન તેની માતાને મળતો હતો અને ઘણીવાર કહેતો હતો કે તે મોટી થઈને સ્ટાર બનશે. કિયારા અડવાણીનું સાચું નામ આલિયા અડવાણી છે, પરંતુ સલમાન ખાનના કહેવા પર તેણે પોતાનું નામ બદલીને કિયારા રાખ્યું હતું, કારણ કે ત્યાં સુધીમાં આલિયા ભટ્ટે બોલિવૂડમાં એન્ટ્રી કરી લીધી હતી. એક જ નામની બે અભિનેત્રીઓને બદલે સલમાને તેને આ નામ આપ્યું હતું.'
કિયારા પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. કિયારા અડવાણીએ આ વર્ષે 7 ફેબ્રુઆરીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. આ નવદંપતીએ 7 ફેબ્રુઆરીના રોજ જેસલમેરના સૂર્યગઢ પેલેસ ખાતે ભવ્યાતિભવ્ય રીતે લગ્ન કર્યા હતા. આ પછી કપલે તેમના લગ્નની કેટલીક તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતા જ બૂલેટ ગતિએ વાયરલ થઇ ગઇ હતી.
હાલ કિયારા અડવાણી અને પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પોતાનો 31મો બર્થડેને યાદગાર બનાવવા માટે મુંબઇથી બહાર ગયા છે. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા બોલિવૂડના લવેબલ કપલમાંથી એક છે. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાનો પ્રેમ બ્લોકબસ્ટર ફિલ્મ 'શેર શાહ'ના શૂટિંગ દરમિયાન શરૂ થયો હતો. ધીરે ધીરે, તેમનો પ્રેમ ખીલ્યો અને તેઓ એકબીજાને ડેટ કરવા લાગ્યા. આ દિવસોમાં અભિનેત્રી તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'ની સફળતાનો આનંદ માણી રહી છે.
બીજી તરફ અભિનેત્રી જ્યારે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હતી ત્યારે તેની એક તસવીર જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા હતા કે કિયારા પ્રેગ્નેન્ટ છે અને હવે અભિનેત્રીનો એક ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાની પ્રેગ્નન્સી વિશે વાત કરતી જોવા મળી રહી છે.
કિયારાનો જે ઈન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે તે તેની ફિલ્મ 'ગુડ ન્યૂઝ'ના પ્રમોશનનો છે. જેમાં કિયારાએ ગર્ભવતી થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ વિડીયોમાં અભિનેત્રી કહેતી જોવા મળે છે કે, મારે પ્રેગ્નન્ટ થવું છે જેથી હું જે ઈચ્છું તે ખાઈ શકું અને મને કોઈ ફરક નથી પડતો કે બાળક છોકરો હોય કે છોકરી… ગમે તે હોય તંદુરસ્ત હોવું જોઈે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us