Kiara Advani : કિયારા અડવાણીએ સિદ્ધાર્થ સંગ લગ્ન કર્યા પછી પહેલી રસોઇમાં શું બનાવ્યું હતુ? કેવું ચાલી રહ્યું છે કપલનું લગ્ન જીવન, વાંચો

Kiara Advani : કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં 7 ફેબ્રુઆરીએ ડ્રીમ લગ્ન કર્યા હતા. ત્યારે શું તમે જાણો છો કિયારા અડવાણીએ તેની પહેલી રસોઇમાં શું બનાવ્યુ હતુ? જે જાણીને તમને ચોક્કસથી નવાઇ લાગશે. સાથે જ તેને સિદ્ધાર્થ મલ્હોત્રાના ભરપૂર વખાણ કર્યા છે.

Kiara Advani : કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં 7 ફેબ્રુઆરીએ ડ્રીમ લગ્ન કર્યા હતા. ત્યારે શું તમે જાણો છો કિયારા અડવાણીએ તેની પહેલી રસોઇમાં શું બનાવ્યુ હતુ? જે જાણીને તમને ચોક્કસથી નવાઇ લાગશે. સાથે જ તેને સિદ્ધાર્થ મલ્હોત્રાના ભરપૂર વખાણ કર્યા છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Kiara advani| Kiara advani Marriage| Kiara advani and Sidharth Malhotra

Kiara Advani : કિયારા અડવાણી ફાઇલ તસવીર

Kiara Advani : કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા બી ટાઉનના સૌથી લોકપ્રિય કપલમાંથી એક છે. આ યુગલે તેમની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી અને ઓફ સ્ક્રીન રોમાન્સથી લાખો લાકોના દિલ જીત્યાં છે. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ 7 ફેબ્રુઆરીના રોજ ભવ્ય લગ્ન કરીને પોતાની પ્રેમ કહાનીને મંઝીલ આપી દીધી હતી. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં ડ્રીમ લગ્ન કર્યા હતા. ત્યારે શું તમે જાણો છો કિયારા અડવાણીએ તેની પહેલી રસોઇમાં શું બનાવ્યુ હતુ? જે જાણીને તમને ચોક્કસથી નવાઇ લાગશે. સાથે જ તેને સિદ્ધાર્થ મલ્હોત્રાના ભરપૂર વખાણ કર્યા છે.

Advertisment

કિયારા અડવાણીની પહેલી રસોઇ

કિયારા અડવાણીએ તાજેતરમાં એક ઇન્ટર્વ્યુ આપ્યું હતુ. જેમાં એક પત્રકારે કિયારાને પ્રશ્ન પૂછયો હતો કે, સિદ્ધાર્થ મલ્હોત્રા સંગ લગ્ન પછી તેણે પહેલી રસોઇમાં કંઇ વાનગી બનાવી હતી? આ સવાલનો જવાબ હસતા ચેહરે આપતા કિયારા અડવાણીએ કહ્યું હતું કે, મેં હજુ સુધી કંઇ બનાવ્યું નથી, બસ પાણી ગરમ કર્યું હશે.

https://www.instagram.com/p/CoePqigAHTC/

'સિદ્ધાર્થ એક ઉત્તમ કુક'

આ સાથે પોતાની જાતને ભાગ્યશાળી ગણાવતા કિયારાએ કહ્યું કે, તેના પતિ અને અભિનેતા સિદ્ધાર્થ એક ઉત્તમ કુક છે. તેથી હું નસીબદાર છું કે મારા પતિને રસોઈ બનાવવાનું પસંદ છે. જેને પગલે તે કંઇને કંઇ પકાવી લે છે અને હું ખાઇ લઉ છું.

આ પણ વાંચો : Independence Day Lata Mangeshkar Songs : લતા મંગેશ્કરના ટોપ દેશભક્તિ ગીત, એક ગીત સાંભળીને તો વડાપ્રધાનની આંખો ભીની થઇ ગઇ હતી

Advertisment

કિયારા અડવાણીએ પતિની કર્યા વખાણ

આ સાથે કિયારા અડવાણીએ જણાવ્યું હતું કે, ખરેખર સિદ્ધાર્થ મલ્હોત્રા બહુ સરસ રોટી બનાવે છે, રોટલી બનાવવી ભારે કામ છે, પરંતુ તેઓ ખુબ સારી રોટલી બનાવે છે.

kiara advani ગુજરાતી ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ