/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/kiara-advani-fitness.jpg)
કિયારા અડવાણી જેવું ફિટ અને સ્લિમ દેખાવું છે? તો આ રૂટિન કરો ફોલો (ફોટો કિયારા અડવાણી ઇન્સ્ટાગ્રામ)
Kiara Advani Fitness Routine : બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી કિયારા અડવાણી (Kiara Advani) પોતાની ફિટનેસને લઇને ખુબ ચર્ચામાં રહે છે. તે ફિટનેસ જાળવવા માટે સખત મહેનત કરે છે. આજે આ અહેવાલમાં ચાલો જાણીએ કિયારા પોતાને જાળવવા માટે ક્યો ડાયટ પ્લાન અને રૂટિન ફોલો કરે છે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/kiara-advani.jpg)
કિયારા અડવાણી તેના ટોન અને સ્લિમ શરીરને વ્યવસ્થિત રાખવા માટે વર્કઆઉટ કરે છે. સાથે તે યોગને પણ ખુબ જ મહત્વ આપે છે. તદ્દઉપરાંત કિયારા સવારે વહેલા ઉઠે છે અને પ્રતિદિન એકથી બે કલાક વર્કઆઉટ અને વોકિંગ કરે છે.
કિયારાનું માનવું છે કતે, શારીરિક સ્વાસ્થની સાથે માનસિક સ્વાસ્થ પર પણ પૂરેપૂરું ધ્યાન આપવું અનિવાર્ય છે. કિયારા સામાન્ય રીતે પુશ-અપ્સ, પુલ અપ્સ, સ્કવોટ્સ અને ફંક્શનલ ટ્રેનિંગ કરવાનું પસંદ કરે છે.
આ સિવાય કિયારા બોક્સિંગ, ડાન્સિંગ અને સાયકલિંગ જેવી અન્ય શારીરિક પ્રવૃતિઓમાં પણ સામેલ છે. આ સાથે એક્ટ્રેસ એનર્જી માટે કાર્ડિયો અને વેઇટ ટ્રેનિંગ જેવી કસરત કરવાનું પણ પસંદ કરે છે. ઘણી વખત તે જીમમાં પ્લેન્ક, સ્કવોટ્સ અને ડમ્બેલ એક્સરસાઇઝ કરતી જોવા મળે છે.
અહેવાલ પર વિશ્વાસ કરીએ તો કિયારા અડવાણી તેના દિવસની શરૂઆત 30 મિનિટની કાર્ડિયો કસરતથી કરે છે. જેમાં સ્વિમિંગ અથવા સાયકલિંગ વગેરે સામેલ છે.
આ પણ વાંચો : એલ્વિશ યાદવની ધરપકડ, 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો, જાણો શું છે કેસ
કિયારા અડવાણીનો ડાયટ પ્લાન
કિયારા અડવાણી તેના ડાયટને લઇને ખુબ જ કડક છે. તે જંક અને પ્રોસેસ્ડ ફૂડ ખાવને સંપૂર્ણપણે અવગણે છે. કિયારા કોઇ ખાસ ડાયટ ફોલો કરવાને બદલે તે ઘરનું ખાવાનું પસંદ કરે છે. કિયારા અડવાણી સવારના નાસ્તામાં ઓટ્સ અથવા ફળો ખાય છે. જ્યારે બપોરના ભોજનમાં રોટલી, દાળ કે ચિકન વગેરે ખાય છે.તો ડિનરમાં એક્ટ્રેસ હળવું ખાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us