Kiara Advani | મેટ ગાલામાં ડેબ્યૂ કર્યા બાદ કિયારા અડવાણીએ વિડીયો શેર કર્યો, બેબી બમ્પની ઝલક જોવા મળી

Kiara Advani | કિયારા અડવાણી (Kiara Advani) ના લુકને સોનાની વીંટી, બોલ્ડ ઇયરિંગ્સ અને ઇયર કફથી કંપ્લીટ કર્યો. કિયારાએ તેના લહેરાતા વાળ પાછળ બાંધેલા રાખ્યા છે.

Written by shivani chauhan
May 17, 2025 10:49 IST
Kiara Advani | મેટ ગાલામાં ડેબ્યૂ કર્યા બાદ કિયારા અડવાણીએ વિડીયો શેર કર્યો, બેબી બમ્પની ઝલક જોવા મળી
મેટ ગાલામાં ડેબ્યૂ કર્યા બાદ કિયારા અડવાણીએ વિડીયો શેર કર્યો, બેબી બમ્પની ઝલક જોવા મળી

Kiara Advani | અભિનેત્રી કિયારા અડવાણી (Kiara Advani) એ તાજેતરમાં જ વિશ્વના સૌથી મોટા ફેશન ઇવેન્ટ, મેટ ગાલામાં પોતાનું ડેબ્યૂ કર્યું છે. મેટ ગાલા (Met Gala) માં પહોંચ્યા પછી કિયારાને ઘણી પ્રશંસા મળી. હવે કિયારાએ લોકોનો આભાર માન્યો છે. તેમણે લોકોના પ્રેમ અને ઉજવણી બદલ આભાર માન્યો છે. કિયારા અડવાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે પોતાનો બેબી બમ્પ પણ ફ્લોન્ટ કરી રહી છે.

કિયારા અડવાણીએ શું કહ્યું?

કિયારાએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘હું હજુ પણ બધું અનુભવી રહી છું. તમારા બધાના પ્રેમ, દયા અને ઉજવણી માટે આભારી છું. મારા મેટ ગાલા ડેબ્યૂમાં આવવા બદલ આભાર, જેનાથી મારી ખાસ ક્ષણ વધુ જાદુઈ બની છે. તમારા મેસેજ, ખુશીઓ અને પ્રેમનો અર્થ મારા માટે ઘણો છે.

કિયારા અડવાણી નો ડ્રેસ (Kiara Advani’s Dress)

કિયારા અડવાણી મેટ ગાલામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે મેટલ વર્કવાળો બ્લેક ગાઉન પહેર્યો હતો. તેના ગાઉનમાં વાઈટ કલર નો ટ્રેઇન હતો. આ ડિઝાઇને તેના ડ્રેસ પર બાળક માટે હૃદય બનાવ્યું હતું. ડિઝાઇનરે ગોલ્ડન ચેઇન વડે તેના હાર્ટને મેટલબ્રેસ્ટ સાથે જોડ્યું હતું.

આ પણ વાંચો: Cannes 2025 | જેકલીન ફર્નાન્ડીઝએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું, લાપતા લેડીઝ સ્ટાર નિતાંશી ગોયલનો બ્લેક ગાઉનમાં સ્ટાઈલિશ લુક, જુઓ

કિયારા અડવાણી લુક (Kiara Advani Look)

કિયારા અડવાણીના લુકને સોનાની વીંટી, બોલ્ડ ઇયરિંગ્સ અને ઇયર કફથી કંપ્લીટ કર્યો. કિયારાએ તેના લહેરાતા વાળ પાછળ બાંધેલા રાખ્યા છે. તેનો લુક સ્મોકી આંખો, બ્રાઉન ટોન-લિપ કલર અને તેના બ્લશથી કંપ્લીટ થયો હતો. અભિનેત્રીએ ભારતીય ડિઝાઇનર ગૌરવ ગુપ્તા દ્વારા ડિઝાઇન કરાયેલ ડ્રેસ પહેર્યો હતો અને તેના આઉટફિટનું નામ બ્રેવહાર્ટ્સ હતું, જે મજબૂત મહિલાઓ અને તેના પરિવર્તનનું પ્રતીક છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ