કિયારા અડવાણીએ તેના સાસુમાંને ઘરે પાણીપુરી પુરી બનાવીને ઇમપ્રેસ કર્યા હતા, જે મસ્કો લગાવ્યો હતો

Kiara Advani News Today : બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ તાજેતરમાં મિર્ચી પ્લસ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેણે તેના સાસુમાં અને તેના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા અંગે ખાસ વાત કરી હતી.

Written by mansi bhuva
July 07, 2023 10:52 IST
કિયારા અડવાણીએ તેના સાસુમાંને ઘરે પાણીપુરી પુરી બનાવીને ઇમપ્રેસ કર્યા હતા, જે મસ્કો લગાવ્યો હતો
કિયારા અડવાણી ફાઇલ તસવીર

Kiara Advani News Today : બોલિવૂડનું મોસ્ટ લવેબલ કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ આ વર્ષે 7 ફેબ્રુઆરીએ જેસલમર ખાતે સૂર્યગઢ પેલેસમાં લગ્નગ્રંથિથી જોડાઇ ગયા છે. આ સાથે તેમના પ્રેમને મંઝિલ મળી ગઇ. શું તમે જાણો કિયારા અડવાણીને તેની સાસુમાં અને સિદ્ધાર્થ મલ્હોત્રાની માતાને ઇમપ્રેસ કરવા માટે શું કરવું પડ્યું હતું? આ રસપ્રદ કિસ્સો ચટાકેદાર પાણીપુરી સાથે જોડાયેલો છે. જી હાં ! હવે તમને એ પ્રશ્ન ઉઠ્યો હશે કે આમાં પાણીપુરી ક્યાંથી આવી ? તો ચલો જાણીએ કિયારા અડવાણીએ કેવી રીતે તેના સાસુમાંને ઇમપ્રેસ કર્યા હતા.

કિયારા અડવાણીએ સાસુમાને આ મસ્કો માર્યો

મિર્ચી પ્લસ સાથેની વાતતીચમાં કિયારા અડવાણીએ જણાવ્યું હતું કે, ‘મારા સાસુને પાણીપુરી બહુ જ પ્રિય છે. તેઓ હાલ અમારી સાથે મુંબઇમાં રહે છે. મને ખ્યાલ હતો કે તેમને પાણીપુરી બહુ જ પસંદ છે. તેથી મેં તેમને કહ્યું કે, આજે હું ઘરે જ પાણીપુરી બનાવીશ, જે મસ્કો માર્યો છે’.

હું ભાગ્યશાળી છું કિયારા અડવાણી

કિયારા અડવાણીએ પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા વિશે કહ્યું હતું કે,’ઘર બે લોકોથી બને છે. હું ખુબ જ ભાગ્યશાળી છું, જે મારા જીવનસાથી છે અને જેમની સાથે મેં આખી જિંદગી વિતાવવાનો નિર્ણય લીધો છે, તેઓ મારા સૌથી સારા મિત્ર પણ છે. મારા માટે તેઓ જ બધું છે. તેઓ મારું ઘર છે. અમે જ્યાં પણ હોય મારા માટે તો મારું ઘર તે જ છે’.

આ પણ વાંચો : Kailash Kher Birthday : 14 વર્ષની ઉંમરે ઘર છોડવાથી લઈને આપધાત કરવાના પ્રયાસ સુધી રહસ્યોથી ભરેલી છે કૈલાશ ખેરની જિંદગી

વર્કફ્રન્ટ અંગે વાત કરીએ તો કિયારા અડવાણીની ફિલ્મ સત્યપ્રેમ કી કથા સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મમાં કિયારા અડવાણી સાથે કાર્તિક આર્યન પણ મહત્વની ભૂમિકામાં નજર આવી રહ્યો છે. ‘સત્યપ્રેમ કી કથા’ એક રોમેન્ટિક કહાની પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ ઠીક પ્રદર્શન કર્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ