Kiara Advani : કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પોતાના રિલેશનને છુપાવવા અંગે કર્યો મોટો ખુલાસો, કહ્યું, તે એક ઇશ્યુ…

Kiara Advani : બોલિવૂડનું મોસ્ટ પાવર કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ખુબ જ ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એક વખત તેઓ ચર્ચામાં છે. કિયારા અડવાણીએ તાજેતરમાં પોતાની પર્સનલ લાઇફ અંગે મોટો ખુલાસો કર્યો છે.

Written by mansi bhuva
October 19, 2023 08:10 IST
Kiara Advani : કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પોતાના રિલેશનને છુપાવવા અંગે કર્યો મોટો ખુલાસો, કહ્યું, તે એક ઇશ્યુ…
કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રા ફાઇલ તસવીર

Kiara Advani Sidharth Malhotra : બોલિવૂડનું મોસ્ટ પાવર કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા તેની પ્રોફેશનલ લાઇફની સાથે અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. કિયારા-સિદ્ધાર્થે આ વર્ષે ફેબ્રુઆરીમાં જેસલમેરના સૂર્યગઢ પેલેસ ખાતે ભવ્ય લગ્ન કર્યા હતા. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાના સંબંધોની કોઇને ભનક પણ લાગવા દીધી ન હતી. આવી સ્થિતિમાં આ કપલે એક ઇન્ટરવ્યુમાં કેમ તેના લવ અફેર અને લગ્ન પછી પણ તેની લાઇફને રહસ્ય રાખવા અંગે ખુલાસો કર્યો છે.

‘અમારી રિલેશનશીપને સુરક્ષિત રાખવા માગતા હતા’

કિયારા અડવાણીએ તાજેતરમાં ફેમિનાને એક ઇન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં કિયારાએ કહ્યું હતુ કે, ‘લગ્ન પહેલા તે એક ઇશ્યુ હતો. તેથી અમે અમારી રિલેશનશીપને સુરક્ષિત રાખવા માગતા હતા. આ સાથે કિયારાએ કહ્યું કે, અમે બંને સેલ્ફ મેડ એકટર્સ છીએ અને અમે બંનેએ પોતાના દમ પર ઇન્ડસ્ટ્રીમાં ખાસ સ્થાન બનાવ્યું છે. જે માટે અમે ખુબ જ મહેનત કરી હતી. તેથી અમે ઇચ્છતા નથી કે અમારું ધ્યાન પર્સનલ લાઇફ પર ફોક્સ્ડ કરીને તે છીનવાય જાય.’

તેના માટે અમે મશહૂર થવા માગીએ છીએ : કિયારા અડવાણી

કિયારા અડવણાીએ વધુમાં કહ્યું કે, ‘અમે સાર્વજનિક સેલિબ્રિટી છીએ તો નિશ્વિત રૂપે એક જિજ્ઞાસા તેની સાથે આવે છે જે ઠીક છે. જો કે તે અમને અમારા કામથી દૂર નહીં કરી શકે. અમે પહેલા એક એક્ટર છીએ અને અમે તેના માટે મશહૂર થવા માગીએ છીએ.’

કિયારા અડવાણીએ પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા વિશે કહી મોટી વાત

અગાઉ ફિલ્મ કમ્પેનિયનને આપેલા એક ઈન્ટરવ્યુમાં કિયારા અડવાણીએ પોતાના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા અંગે ખુલાસો કર્યો હતો કે, ‘તે ખુબ જ પ્રાઇવેટ પર્સન છે અને તે ઇચ્છતા ન હતા કે તેણી લગ્નની ફોટો વગેરા પોસ્ટ કરે.’ જો કે કિયારા અડવાણી તેના લગ્નની તસવીરો સોશિયલા મીડિયા પર શેર કરી હતી.

આ પણ વાંચો : National Award 2023 : નેશનલ એવોર્ડ માટે આલિયા ભટ્ટે કેમ 50 લાખની સાડી પહેરી હતી? એક્ટ્રેસે દિલચસ્પ કારણ જણાવ્યું

કિયારા અડવાણી અપકમિંગ મુવી

કિયારા અડવાણીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી છેલ્લે ‘સત્યપ્રેમ કી કથા’માં જોવા મળી હતી. હવે અભિનેત્રી ટૂંક સમયમાં સાઉથ અભિનેતા રામ ચરણ સાથે અખિલ ભારતીય ફિલ્મ ‘ગેમ ચેન્જર’માં જોવા મળશે. આ સિવાય તે હ્રિતિક રોશન સાથે ‘વોર 2’નો પણ ભાગ બનશે. અહેવાલો અનુસાર, અભિનેત્રી સંજય લીલા ભણસાલીની ‘બૈજુ બાવરા’માં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ સાથે જોવા મળશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ