Kiara Advani : કિયારા સિદ્ધાર્થે કરી પહેલી મેરેજ એનિવર્સરીની ઉજવણી, જાણો કપલની પ્રપોઝલ સ્ટોરી

Kiara Advani : કિયારા અડવાની (Kiara Advani) અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) થોડા વર્ષો સુધી ડેટિંગ કરતા હોવા છતાં તેમના સંબંધો વિશે મૌન રહ્યા હતા. કોફી વિથ કરણ (Koffee With Karan) ની તાજેતરની સીઝન દરમિયાન, કિયારાએ ખુલાસો કર્યો હતો કે સિદ્ધાર્થે તેને આ રીતે પ્રપોઝ (Propose) કર્યું હતું.

Written by shivani chauhan
February 08, 2024 08:35 IST
Kiara Advani : કિયારા સિદ્ધાર્થે કરી પહેલી મેરેજ એનિવર્સરીની ઉજવણી, જાણો કપલની પ્રપોઝલ સ્ટોરી
કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્નની વર્ષગાંઠ Kiara Advani Sidharth Malhotra wedding anniversary Proposal Story

Kiara Advani : કિયારા અડવાણી (Kiara Advani)અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) તેમના લગ્નની પ્રથમ વર્ષગાંઠ (wedding anniversary) ની ઉજવણી કરી હતી. બુધવારે બંને એક્ટર્સએ સોશિયલ મીડિયા પર સરખી પોસ્ટ્સ શેર કરી હતી. કિયારા અને સિદ્ધાર્થ અહીં ઘોડા પર બેસીને ખેતરોમાં સવારી કરતા જોઈ શકાય છે.

કિયારા અને સિદ્ધાર્થે કેપ્શનમાં શેર કર્યું હતું કે, “આ જર્ની કે ડેસ્ટિનેશન નથી, તે કંપની છે જે મહત્વનું છે, જીવન નામની આ ક્રેઝી રાઈડમાં શ્રેષ્ઠ ભાગીદાર બનવા બદલ આભાર. #Happy Anniversary

Kiara Advani Sidharth Malhotra photos marriage anniversary gujarati news
કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નની વર્ષગાંઠના ફોટા

આ પણ વાંચો: Esha Deol Divorce : હેમા માલિનીની દીકરી એશાએ લગ્નના 12 બાદ લીધા છૂટાછેડા

કપલની પ્રોપોઝલ સ્ટોરી

કિયારા થોડા વર્ષો સુધી ડેટિંગ કરતા હોવા છતાં તેમના સંબંધો વિશે મૌન રહ્યા હતા. કોફી વિથ કરણની તાજેતરની સીઝન દરમિયાન, કિયારાએ ખુલાસો કર્યો હતો કે સિદ્ધાર્થે તેને રોમમાં પ્રપોઝ કર્યું હતું.

કિયારાએ તેની પ્રપોઝલ સ્ટોરી (Proposal story) શેર કરી અને ખુલાસો કર્યો કે પ્રપોઝલ દરમિયાન એક તબક્કે સિદ્ધાર્થ તેના શેરશાહ અવતારમાં જતો રહ્યો હતો અને તેણે ફિલ્મના ડાયલોગ બોલવાનું શરૂ કર્યું હતું. “તેણે કામ ઓર્ગેનાઈઝ,આ કેન્ડલ લાઈટ ડિનર કર્યું હતું. આપણે ડિનર કરી પછી પાછા જઈએ છીએ, અને તે મને ફરવા લઈ જાય છે. અમે ઉપર જઈએ છીએ અને અચાનક વાયોલિન વગાડતા લોકો ઝાડીઓમાંથી બહાર આવે છે અને તેનો નાનો ભત્રીજો ઝાડીઓની પાછળથી અમારો વિડિયો લઈ રહ્યો છે. તે પછી એક ઘૂંટણ બેસીને પ્રપોઝ કરે છે. તે પ્રપોઝની મને કોઈ અપેક્ષા ન હતી તેથી હું ખૂબ જ સરપ્રાઈઝ થઈ ગયો હતી.”

આ પણ વાંચો: Crakk Movie: ક્રેક જીતેગા તો જીયેગા મુવીમાં અર્જુન રામપાલ અને વિદ્યુત જામવાલ એક્શન રોલમાં, 23 ફેબ્રુઆરીએ થશે રિલીઝ

કિયારાએ કહ્યું કે સિદ્ધાર્થ કશું કહી શક્યો હોવાથી, સિદ્ધાર્થે શેરશાહમાં તેના પ્રપોઝલ સીનના ડાયલોગ કહેવાનું શરૂ કર્યું હતું. અભિનેત્રીએ કહ્યું કે, “તેની આખા સ્પીચ પછી, તેને ખબર નથી પડતી કે મને શું કહેવું અને તેણે શેરશાહની પંક્તિઓ કહેવાનું શરૂ કર્યું અને પછી હું ખડખડાટ હસી પડી હતી.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ