Kiku Sharda | પ્રખ્યાત કોમેડિયન કીકુ શારદા (Kiku Sharda) ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો (The Great Indian Kapil Show) માંથી બ્રેક લેવા જઈ રહ્યા છે. તે થોડા દિવસો માટે કપિલ શર્માના કોમેડી શોમાં જોવા મળશે નહીં. કીકુ શારદા ઘણા સમયથી કપિલ શર્મા રિયાલિટી શોનો ભાગ રહ્યો છે, તાજતેરના શોમાં કૃષ્ણા અભિષેક પણ જોવા નથી મળ્યો, શું બન્ને વચ્ચે કઈ તકરાર થઇ શકે છે? જાણો કારણ
કીકુ શારદા ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો માં નહિ દેખાય
કીકુ શારદા હવે ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાંથી બ્રેક લઇ રહ્યો છે. તેનું કારણ પણ જાણી શકાયું છે. ખરેખર કીકુ શારદા નવા રિયાલિટી શો ‘રાઇઝ એન્ડ ફોલ’માં ભાગ લેવા જઈ રહ્યા છે. આ શોનું શૂટિંગ બુધવાર (3 સપ્ટેમ્બર) થી શરૂ થવાનું છે. મીડિયા રિપોર્ટ અનુસાર ‘રાઇઝ એન્ડ ફોલ’ શોમાં કીકુ શારદા જોવા મળવાના છે. તેથી તે થોડા દિવસો માટે ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં જોવા મળશે નહીં. જ્યાં સુધી તે નવા શોના ઘરમાં છે, ત્યાં સુધી તે જૂના શોમાં જોવા મળશે નહીં.
રાઇઝ એન્ડ ફોલ વિશે
‘રાઇઝ એન્ડ ફોલ’ (Rise and Fall) એક નવો રિયાલિટી શો છે, જે એમેઝોન એમએક્સ પ્લેયર પર સ્ટ્રીમ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ શો નેટફ્લિક્સના કોમેડી શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ને સખત સ્પર્ધા આપશે. તેને ‘શાર્ક ટેન્ક’ ફેમના પ્રખ્યાત ઉદ્યોગપતિ અશ્નીર ગ્રોવર હોસ્ટ કરશે. શોનો ખ્યાલ કંઈક અંશે બિગ બોસ જેવો જ છે.
આ શોમાં અર્જુન બિજલાણી, કીકુ શારદા, ધનશ્રી વર્મા અને કુબ્રા સૈત જેવા કલાકારોની એન્ટ્રી કન્ફર્મ થઈ ગઈ છે. બાકીના સ્પર્ધકોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અશ્નીર પોતે શો ‘રાઇઝ એન્ડ ફોલ’ના કાસ્ટિંગ અને રિજેક્શન પર નજર રાખી રહ્યા છે.
તે પહેલાથી જ પાંચ સ્પર્ધકોને નકારી ચૂક્યો છે જેઓ શોમાં આવવાના હતા. ત્યારે અશ્નીરે કહ્યું હતું કે તે શો માટે યોગ્ય નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે શોનું કાસ્ટિંગ સ્ટાર પાવર અનુસાર કરવામાં આવી રહ્યું છે, જેથી વધુને વધુ દર્શકો તેની સાથે જોડાઈ શકે. ‘રાઇઝ એન્ડ ફોલ’ ખૂબ જ ટૂંક સમયમાં એમેઝોન એમએક્સ પ્લેયર પર સ્ટ્રીમ થશે. હાલમાં, તેના કેટલાક સ્પર્ધકોએ તેનું પ્રમોશન શરૂ કરી દીધું છે.