Kinjal Dave : કિંજલ દવેની કોર્ટ કેસમાં જીત, હવે ચાર ચાર બંગડીવાળી ગીત હવે ગાઇ શકશે, જાણો શું છે સમગ્ર મામલો

Kinjal Dave Char Char Bangdi Song Case Dismisses : કિંજલ દવેની ચાર ચાર બંગડીવાળી ગીત કેસમાં મોટી જીત થઇ છે. ચાર ચાર બંગડી ગીત પર દાવો કરનાર કંપની પોતાના હક સાબિત ન કરી શકતા અદાલતે કિંજલ દવે વિરુદ્ધ કેસ રદબાતલ કર્યો છે.

Written by Ajay Saroya
January 30, 2024 20:43 IST
Kinjal Dave : કિંજલ દવેની કોર્ટ કેસમાં જીત, હવે ચાર ચાર બંગડીવાળી ગીત હવે ગાઇ શકશે, જાણો શું છે સમગ્ર મામલો
Kinjal Dave : કિંજલ દવે ચાર ચાર બંગડી ગીતથી લોકપ્રિય થઇ હતી. (Photo - @thekinjaldave)

Kinjal Dave Char Char Bangdi Song Case Dismisses : ગુજરાતી ગાયક કિંજલ દવેની ચાર ચાર બંગડી ગીત સંબંધિત કોર્ટ કેસમાં મોટી જીત થઇ છે. ચાર ચાર બંગડી ગીત પર દાવો કરનાર કંપની પોતાના હક સાબિત ન કરી શકતા અદાલતે કિંજલ દવે વિરુદ્ધ કેસ રદબાતલ કર્યો છે. અદાલતમાં કેસ જીતી જતા કિંજલ દવે ફરી ચાર ચાર બંગડી ગીત ગાઇ શકશે.

ચાર ચાર બંગડીવાળી ગીત કેસમાં કિંજલ દવેની જીત

kinjal dave | kinjal dave char char bangdi song | kinjal dave song | kinjal dave Photo | kinjal dave garba | kinjal dave image
Kinjal Dave : કિંજલ દવે લોકપ્રિય ગુજરાતી સિંગર છે. (Photo – @thekinjaldave)

ચાર ચાર બંગડીવાળી ગીત સંબંધિતમાં કિંજલ દવેની જીત થઇ છે. સમગ્ર કેસની વાત કરીયે તો 20 ડિસેમ્બર 2016ના રોજ કિંજલ દવે એ ગાયેલુ ચાર ચાર બંગડી ગીત આરડીસી ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યું હતું. આ ગીત બહુ ફેમસ થયું અને કિંજલ દવે લોકપ્રિય ગુજરાતી સિંગર બની ગઇ.

કિંજલ દવે પર રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટે કેસ કર્યો

ચાર ચાર બંગડીવાળી ગીત ફેમસ થયા બાદ કિંજલ દવે પર વર્ષ 2017માં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે કેસ કર્યો. કંપનીએ કિંજલ દવે પર કોપીરાઇટનો કેસ કર્યો અને આ ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલનું હોવાનો દાવો કર્યો હતો. કંપનીએ દલીલ કરી હતી કે, તેમણે સપ્ટેમ્બર 2026માં કાઠિયાવાડી કિંગ્સ નામની યુટ્યુબ ચેનલ પર આ ગીત અપલોડ કર્યુ હતુ, એટલે કે, કાર્તિક પટેલના ગીતને કિંજલ દવે પોતાની અવાજમાં ગાયુ છે.

ચાર ચાર બંગડીવાળી ગીત ન ગાવા કિંજલ દવેને કોર્ટનો આદેશ

કાર્તિક પટેલે આ મામલે અદાલતમાં કેસ કર્યો હતો. કોર્ટે ગુજરાતી સેલિબ્રિટી કિંજલ દવેને આ ગીત જાહેરમાં ન ગાવા આદેશ કર્યો હતો. આ આદેશે કિંજલ દવે ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો, ત્યારબાદ હાઇકોર્ટે 2019માં ચાર ચાર બંગડીવાળી ગીત ગાવાની પરવાનગી આપી હતી.

આ પણ વાંચો | ફાઇટર મુવી બોક્સ ઓફિસ પર હિટ, રિતિક રોશન દીપિકા પાદુકોણની જોડી જામી

કિંજલ દવે માફી માંગી, કોર્ટે 1 લાખનો દંડ ફટકાર્યો

આ કેસમાં કિંજલ દવે એ અદાલતની માફી માંગ હતી. જો કે માફીનો અસ્વીકાર કરતા કાર્ટે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ