Kinjal Dave Goldhana | સિંગર કિંજલ દવેના સગાઈના ફોટોઝ બાદ હવે ગોળધાણાના ફોટોઝ આવ્યા સામે, જુઓ ફોટા

કિંજલ દવે ગોળધાણા | ગુજરાતનાં જાણીતાં ગાયિકા કિંજલ દવેની ગુજરાતી બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે, જે જોઈને ફેન્સ ખુબજ ખુશ થઇ ગયા છે, હવે ગોળધાણાની પણ તસવીરો શેર કરવામાં આવી છે.

કિંજલ દવે ગોળધાણા | ગુજરાતનાં જાણીતાં ગાયિકા કિંજલ દવેની ગુજરાતી બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે, જે જોઈને ફેન્સ ખુબજ ખુશ થઇ ગયા છે, હવે ગોળધાણાની પણ તસવીરો શેર કરવામાં આવી છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
ગાયક કિંજલ દવે ધ્રુવીન શાહ સગાઈ ગોળધાણા ફોટા મનોરંજન। Kinjal Dave dhruvin shah engagement goldhana photos

ગાયક કિંજલ દવે ધ્રુવીન શાહ સગાઈ ગોળધાણા ફોટા મનોરંજન। Kinjal Dave dhruvin shah engagement goldhana photos

કિંજલ દવે ગોળધાણા | કિંજલ દવે (Kinjal Dave) પોતાનાં ગુજરાતમાં ગરબા અને ગીતો માટે જાણીતાં છે. ખાસ કરીને 'ચાર ચાર બંગડી' ગીતથી તેઓ લાઇમલાઇટમાં આવ્યાં હતાં અને દેશવિદેશમાં નવરાત્રિ ઉત્સવોમાં હાજરી આપે છે. તાજતેરમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની સગાઈનો વીડિયો શૅર કરીને તેને 'ગૉડ્સ પ્લાન' એવું કૅપ્શન આપ્યું છે. હવે કિંજલ દવેના પાર્ટનર એક્ટર ધ્રુવિન શાહ (Dhruvin Shah) અદભુત ગોળધાણા સેલિબ્રેશનના ફોટોઝ શેર કર્યા છે.

Advertisment

ગુજરાતનાં જાણીતાં ગાયિકા કિંજલ દવેની ગુજરાતી બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. કિંજલ દવેએ સોશિયલ મીડિયા દ્વારા આ સગાઈની જાહેરાત કરી હતી, જેમાં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર વીડિયો અને ફોટોગ્રાફ પણ શેર કરવામાં આવ્યા છે, જે જોઈને ફેન્સ ખુબજ ખુશ થઇ ગયા છે, હવે ગોળધાણાની પણ તસવીરો શેર કરવામાં આવી છે.

કિંજલ દવે ધ્રુવિન શાહ ગોળધાણા

ધ્રુવિન શાહએ કિંજલ દવેને ટેગ કરીને અદભુત ગોળધાણા સેરેમનીના ફોટોઝ શેર કર્યા છે, જેમાં કિંજલ દવે લાલ કલરની ગોલ્ડન બોર્ડર વાળી દક્ષિણી સાડી પહેરી છે અને લોન્ગ સ્લીવ બ્લાઉઝ સાથે લુક કમ્પ્લીટ કર્યો છે, તેણે ઇમિટેશન જવેલરીમાં હેવી ચોકર નેકલેસ પસંદ કર્યો છે જેને હેવી લોન્ગ ઝુમખા અને ગોલ્ડન બેન્ગલ્સ સાથે કમ્પ્લીટ કર્યો છે, તેણે આ લુક માટે ખાસ ઓપન હેર રાખ્યા છે, અને સિમ્પલ મિનિમલિસ્ટિક લુક રાખ્યો છે, જયારે ધ્રુવિન શાહ ઓલિવ ગ્રીન કલરનો યોગ વર્ક વાળો ઝબ્બો અને વાઈટ લહેંગા સાથે લુક કંપ્લીટ કર્યો છે.

કિંજલ દવેની સગાઈ થઇ તે ધ્રુવિન શાહ કોણ છે?

ધ્રુવિન શાહ એક ઔદ્યોગિક પરિવારમાંથી આવે છે અને પોતે બિઝનેસમેન હોવાની સાથે સાથે અભિનેતા પણ છે. તેઓ 'જોજો એપ'ના સ્થાપક છે જે ગુજરાતી ફિલ્મો અને બીજા કન્ટેન્ટ માટેની ઍપ્લિકેશન છે. તેઓ માર્શલ આર્ટ સાથે પણ સંકળાયેલા છે અને સ્વૉર્ડ ફાઇટની તાલીમ લીધેલી છે. તેમણે અમેરિકાથી ઍક્ટિંગની તાલીમ મેળવેલી છે. એક અહેવાલ પ્રમાણે તેઓ ગુજરાતી ઉપરાંત હિંદી, અંગ્રેજી અને સ્પૅનિશ ભાષા જાણે છે.

Advertisment
https://www.instagram.com/p/DR7dNrRjFj7

મીડિયા અહેવાલો પ્રમાણે કિંજલ દવે અને ધ્રુવિન ઘણા સમયથી એકબીજાને ડેટ કરતાં હતાં. ફિલ્મ અને કળા જગતની ઘણી હસ્તિઓએ કિંજલ દવે અને ધ્રુવિન શાહને સગાઈ પર અભિનંદન પાઠવ્યાં છે, જેમાં મલ્હાર ઠાકર, ઇશાની દવે, ભાવિન ભાનુશાળીનો સમાવેશ થાય છે. ગુજરાતના જાણીતા કલાકાર આમીર મીરે પણ કિંજલ દવેને અભિનંદન પાઠવ્યાં છે.

મૂળ પાટણ જિલ્લાનાં કિંજલ દવેએ નાની ઉંમરથી ગીતો ગાવાનું શરૂ કર્યું હતું. 'ચાર ચાર બંગડીવાળી ગાડી' ગીતથી તેણે અભૂતપૂર્વ ખ્યાતિ મેળવી હતી. કિંજલ દવેની સગાઈ આ અગાઉ એપ્રિલ 2018માં એક્ટર અને મોડેલ પવન જોશી સાથે સગાઈ કરી હતી. જોકે વર્ષ 2023માં જ કિંજલ અને પવનની સગાઈ તૂટી ગઈ હતી.

ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ