બોલિવૂડના ‘ભાઇજાન’ સલમાન ખાન (Salman Khan) ની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઇ કિસી કી જાન’નું ટ્રેલર (Kisi ka BHai kisi ki Jaan Trailer) રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટ્રેલરમાં સલમાન ખાન જોરદાર અંદાજમાં જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, સલમાન ખાન આ ફિલ્મમાં અનોખા અને હટકે અવતારમાં જોવા મળશે. તેની એક ઝલક ફિલ્મના ટ્રેલરમાં જોવા મળી રહી છે.
સલમાન ખાન લાંબા વાળમાં ડેશિંગ દેખાઈ રહ્યો છે. તે પોતાના લૂક અને એક્શનથી છવાયેલો જોવા મળે છે. તેની લવર ઈમેજ ફેન્સને ખુશ કરી દીધી છે. આ ટ્રેલરમાં પૂજા હેગડે સાથે તેની કેમેસ્ટ્રી પણ લોકોને પસંદ આવી રહી છે. નેટીઝન્સ તેમની કેમેસ્ટ્રીને પસંદ કરી રહ્યા છે.
સલમાન ખાનની ફિલ્મને લઈને જે પ્રકારનો ક્રેઝ છે, તે જોઈને લાગે છે કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવશે. તે કમાણીમાં ‘પઠાણ’ સહિત અન્ય મોટી ફિલ્મોને પાછળ છોડી દેશે. ફિલ્મના ગીતો સોશિયલ મીડિયા પર છવાયેલા છે અને ખૂબ સાંભળવામાં આવી રહ્યા છે. આ ફિલ્મમાં પાંચેય ગીત – ‘નઈયો લગદા’, ‘જી રહે થે હમ’, ‘બથુકમ્મા’, ‘Bathukamma’, યેતમ્માં અને ‘બિલ્લી બિલ્લી’ને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે.
ફરહાદ સામજી દ્વારા નિર્દેશિત ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ 21 એપ્રિલે ઈદના અવસર પર રિલીઝ થશે. સલમાને આ ફિલ્મમાં માત્ર મુખ્ય ભૂમિકા જ ભજવી નથી, તે આ ફિલ્મનો નિર્માતા પણ છે. ફિલ્મમાં પૂજા હેગડે, વેંકટેશ દગ્ગુબાતી, જગપતિ બાબુ, ભૂમિકા ચાવલા, વિજેન્દર સિંહ, રાઘવ જુયલ, અભિમન્યુ સિંહ, સિદ્ધાર્થ નિગમ, શહનાઝ ગિલ, જસ્સી ગિલ, પલક તિવારી જેવા સ્ટાર્સે ખાસ ભૂમિકા ભજવી છે.





