Koffe With Karan 8 Latest Episode : લોકપ્રિય શો કોફી વિથ કરણ (Kkk 8) નો દરેક એપિસોડ રોમાચિંત અને રસપ્રદ ખુલાસાથી ભરેલો છે. કોફી વિથ કરણના લેટેસ્ટ એપિસોડ (Koffe With Karan 8 Latest Episode) માં વિકી કૌશલ (Vikcy Kaushal) અને કિયારા અડવાણી (Kiara Advani) જોવા મળશે. હાલમાં જ એપિસોડનો નવો પ્રોમો શેર કરવામાં આવ્યો છે. કિયારાએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના તેના સંબંધો વિશે કેટલાક રસપ્રદ ખુલાસા કર્યા છે.
કોફી વિથ કરણ 8ના લેટેસ્ટ એપિસોડના પ્રોમોમાં, કરણ જોહર કિયારા અડવાણીને કહ્યું કે, અગાઉ તેણે વિકીનો ઇન્ટરવ્યુ લીધો હતો. તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કોફી વિથ કરણ કાઉચ પર હતો. આ અંગે કબીર સિંહ અભિનેત્રીએ કહ્યું, “જ્યારે સિદ તે એપિસોડ માટે આવ્યો હતો, ત્યારે અમે રોમથી પાછા આવ્યા હતા જ્યાં તેણે મને પ્રપોઝ કર્યું હતું.” જે મામલે વિકીએ કહ્યું હતું કે, “તેણે ખરેખર સારું રમ્યું!”
આ પછી કરણ જોહર કિયારા અડવાણી અને વિકી કૌશલ સાથે એક મજેદાર રમત રમે છે અને કહ્યું કે, “જો તમે તમારા પાર્ટનર કરતાં વધુ ગંદા છો, તો એક શોટ લો.” બંને કલાકારો કોફી શોટ લે છે, જેના જવાબમાં KJoએ કહ્યું કે, “ગંદો છોકરો, ગંદી છોકરી.”
જ્યારે કિયારા જોહરે કિયારા અડવાણીને પૂછ્યું કે, શું તે તેના પાર્ટનરના ફોનની જાસૂસી કરે છે? આ સવાલના જવાબમાં એક્ટ્રેસે કહ્યું, “જાસૂસી કરવાનું ભૂલી જાઓ, હું આવી જ દેખાઉં છું. કોણ છે? અચ્છા કરણ.”
આ સિવાય કિયારા અડવાણીએ તેના અને સિદ્ધાર્થના એકબીજાના નિકનેમ વિશે પણ ખુલાસો કર્યો! આ દરમિયાન વિકી કૌશલે પણ કેટરિના કૈફ વિશે વાત કરી હતી. જ્યારે વિકીને તે ત્રણ વસ્તુઓના નામ પૂછવામાં આવ્યું જેનાથી કેટરીના તેને બોલાવે છે, ત્યારે વિકીએ કહ્યું, “બૂબૂ, બેબી અને અય”, જેનાથી કિયારા અને કરણ જોહર હસી પડ્યા. કિયારા અને વિકી બોલિવૂડના આઇકોનિક ડાન્સ નંબર્સ પર સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
શોમાં બંનેની જોડી ખૂબ જ સારી લાગી રહી હતી. કિયારાએ સ્ટ્રેપલેસ મીની ડ્રેસ પહેર્યો હતો અને તેના વાળ પણ ખુલ્લા રાખ્યા હતા. તો વિકી કૌશલ બ્લેક ડેપર સૂટમાં હેન્ડસમ લાગે છે.