Koffe With Karan 8 : મશહૂર ફિલ્મ મેકર્સ કરણ જોહર (Karan Johar) નો લોકપ્રિય ચેટ શો ‘કોફી વિથ કરણ 8’ (Koffe With Karan 8) આ દિવસોમાં સતત ચર્ચામાં છે. જ્યાં દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh) શોના પહેલા એપિસોડમાં જોવા મળ્યા હતા. બંનેએ પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા હતા. આ એપિસોડની ખૂબ ચર્ચા થઈ હતી. ત્યારે શોના ત્રીજા (Koffe With Karan 8 episode 3 )મહેમાન સાર અલી ખાન (Sara Ali Khan) અને અનન્યા પાંડે હતા. સારા અલી ખાને અભિનેતા કાર્તિક આર્યન સંગ બ્રેક અપ મુદ્દે પહેલીવાર મૌન તોડ્યું છે.
શોના બીજા એપિસોડમાં સની દેઓલ અને બોબી દેઓલ જોવા મળ્યા હતા. હવે આ લોકપ્રિય શોનો ત્રીજો એપિસોડ પણ સામે આવ્યો છે. સારા અલી ખાન અને અનન્યા પાંડેએ આ એપિસોડમાં ભાગ લીધો હતો. જ્યાં બંને પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરતા જોવા મળ્યા હતા. દરમિયાન સારા અલી ખાને કાર્તિક આર્યન સાથેના બ્રેકઅપ પર પોતાનું મૌન તોડ્યું છે.
વાસ્તવમાં કરણ જોહરે સારા અલી ખાનને પૂછ્યું હતું કે,’તું અને અનન્યા પાંડે સાથે કામ કરો છો અન તમે બંને મિત્રો છો. આ બહુ સારું છે કારણ કે બંનેનો એક્સ બોયફ્રેન્ડ કોમન છે. તમે બંને કાર્તિક આર્યનને ડેટ કરી ચૂકી છો. તમે બંને કાર્તિક સાથે ખૂબ જ ચિલ પણ છો. એકબીજા સાથે કમ્ફટેબલ છો. તો શું આ તમારા બંને માટે તે સરળ હતું કે મુશ્કેલ? આ સવાલનો જવાબ આપતા સારા અલી ખાને કહ્યું કે, આ સરળ નહોતું.’
સારા અલી ખાને વધુમાં કહ્યું હતું કે, ‘જ્યારે તમે કોઈ સાથે રિલેશનશીપમાં હોવ તો પછી તે મિત્રતા હોય કે પ્રોફેશનલી હોય કે રોમેન્ટિક. ખાસ કરીને જો હું હોઉં, તો હું તે સંબંધમાં સો ટકા સામેલ થઇ છું, હું સંબંધમાં રોકાણ કરું છું.’
આ ઉપરાંત સારા અલી ખાને જણાવ્યું કે, ‘હું એવું નહીં કહી શકું કે તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ તમારે આ બધાથી ઉપર ઊઠવું પડશે. કારણ કે આજે કંઇ જુદી પરિસ્થિતિ હોય શકે અને કાલે પણ તેનાથી વિપરીત સ્થિતિ હોય શકે છે. એક જ ઇન્ડસ્ટ્રીમાં રહીને તમે એવું નથી કરી શકતા કે ઓહ! હવે હું તેની સાથે ક્યારેય વાત નહીં કરું કે મળીશ નહીં. આવું બધુ નથી થતું નેવર.’





