Koffee With Karan 8: કોફી વિથ કરણમાં મહેમાનોને શું ગીફ્ટ મળે છે? કરણ જોહરે રહસ્ય ખોલ્યું

Koffee With Karan 8: કોફી વિથ કરણ ચેટ શો કરણ જોહરનો પોપ્યુલર શો છે. આ શોમાં જાણીતી હસ્તીઓ આવે છે અને પર્સનલથી લઇ પ્રોફ્શનલ ગોસિપ કરે છે.

Written by Ajay Saroya
January 25, 2024 22:09 IST
Koffee With Karan 8: કોફી વિથ કરણમાં મહેમાનોને શું ગીફ્ટ મળે છે? કરણ જોહરે રહસ્ય ખોલ્યું
કોફી વિથ કરણને બોલીવુડ ડિરેક્ટર કરણ જોહર હોસ્ટ કરે છે. (Photo - @karanjohar)

Koffee With Karan 8 : કોફી વિથ કરણ ચેટ શો કરણ જોહરનો પોપ્યુલર શો છે. આ શોમાં જાણીતી હસ્તીઓ આવે છે અને પર્સનલથી લઇ પ્રોફ્શનલ ગોસિપ કરે છે. તાજેતરમાં ડિઝની પ્લસ હોટસ્ટાર પર ‘કોફી વિથ કરણ’ની 8મી સીઝન સ્ટ્રીમ કરવામાં આવી હતી. આ સિઝનમાં દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, શર્મિલા ટાગોર, સૈફ અલી ખાન, ઝીનત અમાન, નીતુ કપૂરથી લઈને જાહ્નવી કપૂર અને ખુશી કપૂર સુધી બધા જોવા મળ્યા હતા.

તમે જોયુ હશે કે કરણ જોહર પોતાના શો કોફી વિથ કરણમાં રૈપિડ ફાયર રાઉન્ડ જીતનાર મહેમાનને એક ગિફ્ટ હેમ્પર આપો. દરેક સેલેબ્સ તેને મેળવવા માટે ઉત્સુક હોય છે. આવી સ્થિતિમાં દર્શકોના મનમાં સવાલો ઉઠતા રહે છે કે કરણ જોહર ગિફ્ટ હેમ્પરમાં શું આપે છે. હાલમાં જ કરણ જોહરે પોતે જ આ રહસ્યનો પર્દાફાશ કર્યો છે. તેણે કહ્યું છે કે તે સેલેબ્સને ભેટમાં શું આપે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

karan Johar| Karan Johar New Movie| Karan Johar Kartik Aaryan Controversy Over| Kartik Aaryan| Kartik Aaryan Birthday
કાર્તિક આર્યનના બર્થડે પર કરણ જોહરે ગિફ્ટ આપી, શું તેમની વચ્ચેના વિવાદનો અંત?

કરણ જોહર ગિફ્ટ હેમ્પરમાં શું આપે છે?

કરણ જોહરના શો કોફી વિથ કરણના રેપિડ ફાયર રાઉન્ડને દર્શકો ખૂબ પસંદ કરે છે. હવે કરણ જોહરે ‘ધ કોફી હેમ્પર’માં મહેમાનોને આપેલી ભેટની ઝલક બતાવી છે. કરણ જોહરે તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને ગીફ્ટની એક ઝલક બતાવી હતી. વીડિયોમાં કરણ જોહર ‘ધ કોફી વિથ કરણ’ના સેટ પર બેઠો જોવા મળે છે.

આ દરમિયાન, તે એક પછી એક બધી ગીફ્ટ દેખાડે છે. તેણે કહ્યું કે આ વર્ષના ગીફ્ટ હેમ્પરમાં ખૂબ જ ખાસ અને લક્ઝરી આઇટમ્સ છે. આ વર્ષે, કોફી વિથ કરણના ગીફ્ટ હેમ્પરમાં ખાસ કરીને ભારતીય લક્ઝરી બ્રાન્ડ્સ પ્રોડક્ટ્સને પણ હેમ્પરમાં સામેલ કરવામાં આવ્યા હતા. તયાની જ્વેલરી તરફથી નેકલેસ અને ઇયરરિંગ સેટ, જેની કિંમત લગભગ 1 લાખ રૂપિયા છે. તો ગો પ્રો 11 વોટરપ્રૂફ કેમેરા પણ છે, જેની કિંમત 30 થી 35 હજાર રૂપિયા છે. સોનોસ બ્રાન્ડ સ્પીકર જેની કિંમત લગભગ 35 હજાર રૂપિયા છે.

95 હજાર રૂપિયાની કિંમતનો ફોન

કરણ જોહરે વધુમાં જણાવ્યું કે, કોફી વિથ કરણમાં તે પોતાના સેલેબ્રિટી મહેમાનોને Google Pixel 8 Pro મોબાઈલ કેમેરા પણ આપે છે, જેની બજાર કિંમત 95 હજાર રૂપિયાની આસપાસ છે. પારકોસ બ્રાન્ડ પરફ્યુમ જેની કિંમત લગભગ 10 હજાર રૂપિયા છે. 59 હજારની કિંમતના બોડી મસાજર. બદામ શાવર જેલ, કિચન કટલરી, ફ્લેવર્ડ ટી બેગ, ચોકલેટ, બ્રાઉની હની અને કરણ જોહર શોનો સ્પેશિયલ કપ. જે ઘણા મોંઘા છે.

આ પણ વાંચો |  રણબીર કપૂર, આલિયા અને વિકી વચ્ચે થશે લવ એન્ડ વોર, જાણો ક્યારે રિલિઝ થશે આ ફિલ્મ

કરણ જોહરે કેપ્શનમાં શું લખ્યું

કરણ જોહરે વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું, ‘કોફી કોઉચ પર સતત ગેસ્ટ ઓફ ઓવર બીજું કોઇ નહીં પણ કોફી હેમ્પર રહ્યા છે! આ વિશે કોઈ વાત ખાનગી રાખી શકાય નહીં, તેથી તમે અહીં જુઓ!

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ