Koffee With karan 8 : હેમા માલિની અને ધર્મેન્દ્રની પુત્રી સંગ કેવા સંબંધો છે દેઓલ બ્રધર્સના? સની દેઓલે કર્યો ખુલાસો

'કોફી વિથ કરણ 8'માં સની દેઓલ અને બોબી દેઓલ આવ્યા છે. આ દરમિયાન શોમાં સની દેઓલે ઈશા અને આહાના સાથેના તેના સંબંધો વિશે વાત કરી હતી.

'કોફી વિથ કરણ 8'માં સની દેઓલ અને બોબી દેઓલ આવ્યા છે. આ દરમિયાન શોમાં સની દેઓલે ઈશા અને આહાના સાથેના તેના સંબંધો વિશે વાત કરી હતી.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
koffee With Karan 8| koffee With Karan 8 Sunny Deol| Sunny Deol Hema Malini Daughters Relation| Hema Malini

Koffee With karan 8 : હેમા માલિની અને ધર્મેન્દ્રની પુત્રી સંગ કેવા સંબંધો છે દેઓલ બ્રધર્સના? સની દેઓલે કર્યો ખુલાસો

Koffee With karan 8 : બોલિવૂડના ફેમસ ફિલ્મ નિર્માતા કરણ જોહરનો લોકપ્રિય ચેટ શો 'કોફી વિથ કરણની સીઝન 8' શરૂ થઇ ગઇ છે. ત્યારે આ સીઝન પૂરજોશમાં ચર્ચામાં છે. શોના પહેલા એપિસોડમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની ભવ્ય એન્ટ્રી થઈ હતી. તેઓએ પોતાના અંગત જીવનને લઇને ઘણા ખુલ્લાસા કર્યા હતા. જ્યારે બીજા એપિસોડમાં સની દેઓલ અને બોબી દેઓલ મહેમાન હતા. આ હસ્તીઓએ પણ તેની સાવકી માં હેમા માલિનીની દીકરીઓ અહાના અને ઇશા દેઓલ સાથે તેના કેવા સંબંધો છે તે અંગે ખુલાસો કર્યો હતો.

Advertisment

ઈશા અને આહાના સાથે સની દેઓલના સંબંધો કેવા છે?

આ સાથે તેઓએ રાની કી પ્રેમ કહાની'માં ધર્મેન્દ્રના કિસિંગ વિવાદ વિશે વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2005માં આ શોમાં પહેલીવાર દેઓલ બ્રધર્સ જોવા મળ્યા હતા. વાસ્તવમાં, કરણ જોહરે દેઓલ બ્રધર્સને ઈશા અને આહાના સાથેના તેમના સમીકરણ વિશે પ્રશ્ન કર્યો હતો. આ સવાલના જવાબમાં સની દેઓલે જણાવ્યું હતું કે, "તેઓ મારી બહેનો છે. તેને કોઈ બદલી શકે તેમ નથી.

આ સાથે સની દેઓલે જણાવ્યું કે, આ બધાની વચ્ચે સૌથી સુંદર વાત એ હતી કે મારી ફિલ્મ સફળ થઈ. હું સક્સેસ પાર્ટી આપવા માંગતો હતો." સાંજે મને ખબર ન હતી કે પાર્ટીમાં કોણ હાજરી આપી રહ્યું છે, પરંતુ બધાએ હાજરી આપી અને દરેક ખૂબ ખુશ હતા."

https://www.instagram.com/p/CzDuxnPMbpf/

મહત્વનું છે કે, સની અને બોબી, આહાના અને ઈશાએ ઓગસ્ટમાં ગદર 2ની સ્ક્રીનિંગ વખતે એકસાથે રિયુનિયન કર્યું હતું. ફિલ્મને મળેલા જબરજસ્ત પ્રતિસાદની ઉજવણી કરતા ઇશાએ ઓગસ્ટમાં તેના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો માટે ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. આ સ્ક્રિનિંગમાં સની દેઓલ અને બોબી દેઓલે પણ હાજરી આપી હતી.

Advertisment

આ પણ વાંચો : : Dunki Teaser : શાહરૂખ ખાને બર્થડે પર ચાહકોને આપી ભેટ, ડંકીનું મજેદાર ટીઝર રિલીઝ

નેપોટિઝમ પર ખુલ્લી વાત

કોફી વિથ કરણ સીઝન 8માં બોબી દેઓલ અને સની દેઓલે નેપોટિઝમ પર પણ ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું, "અમે તેમના ઘરે જન્મ લેવાનું પસંદ નથી કર્યું. અમે ત્યાં જન્મ લઈને ધન્યતા અનુભવીએ છીએ. અમે આ માંગ્યું ન હતું, અમને આ મળ્યું." બોબીએ આગળ કહ્યું કે, સ્ટારકિડ હોય એટલે તમે એ ગેરંટી બિલકુલ નથી આપતી શક્તા કે સફળ છો.

ગુજરાતી ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ