Kriti Sanon Dating : શું કૃતિ સેનન 10 વર્ષ નાના અમીર બિઝનેસમેનને ડેટ કરી રહી છે? મહેન્દ્ર સિંહ ધોની સાથે ખાસ કનેક્શન

Kriti Sanon Dating : બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ કૃતિ સેનન યૂકેના મોટા બિઝનેસમેનને ડેટ કરી હોવાના સમાચારે જોર પકડ્યું છે. હવે આ સમાચારમાં કેટલી સત્યતા છે તે જાણો.

Written by mansi bhuva
Updated : March 26, 2024 11:55 IST
Kriti Sanon Dating : શું કૃતિ સેનન 10 વર્ષ નાના અમીર બિઝનેસમેનને ડેટ કરી રહી છે? મહેન્દ્ર સિંહ ધોની સાથે ખાસ કનેક્શન
કૃતિ સેનન 10 વર્ષ નાના અમીર બિઝનેસમેનને ડેટ કરી રહી છે? મહેન્દ્ર સિંહ ધોની સાથે ખાસ કનેક્શન (ફોટો કૃતિ સેનન ઇન્સ્ટા)

Kriti Sanon : બોલિવૂડની પરમસુંદરી કૃતિ સેનન હાલમાં સિક્રેટ વ્યક્તિ સાથે જોવા મળી ત્યારથી ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ રહી છે, જેમાં એવો દાવો કરાયો છે કે, કૃતિ સેનન લંડનના રસ્તાઓ પર તેના બોયફ્રેન્ડનો હાથ પકડીને જોવા મળી હતી.

આ તસવીર જોયા પછી લોકોમાં એ કૂતુહલ જાગ્યું કે આ મિસ્ટ્રી બોય કોણ છે? લોકોએ એવી અટકળ લગાવી કે કૃતિનો હાથ પકડેલ આ વ્યક્તિ કબીર બહિયા છે. કૃતિ સેનન ઇન્સ્ટાગ્રામ પર કબીર બહિયાને ફોલો પણ કરે છે.

Kriti Sanon | Kriti Sanon Dating Kabir Bahia
Kriri Sanon Dating : કૃતિ સેનનકૃતિ સેનન લંડનના રસ્તાઓ પર તેના બોયફ્રેન્ડનો હાથ પકડીને જોવા મળતી તસવીર

આ તસવીર જોતાં સોશિયલ મીડિયા યૂઝર્સે વિવિધ પ્રતિક્રિયા આપી હતી. એક યૂઝરે કહ્યું કે, કૃતિ સારી છે. જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું કે, કબીર બહિયાની ઉંચાઇ સારી છે, આખરે કૃતિને તેની મેચ મળી ગઇ.

રસપ્રદ વાત એ છે કે, કબીર બહિયાનું દિગ્ગજ ક્રિકેટર એમએસ ધોની સાથે ખાસ સંબંધ છે. ધોનીની પત્ની સાક્ષી વારંવાર કબીર સાથે તસવીરો પોસ્ટ શેર કરતી હોય છે. કબીર બહિયા બ્રિટનમાં રહે છે.

આ પણ વાંચો : Bollywood Holi 2024 : કિચારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રાથી લઇને પ્રિયંકા ચોપરા અને કેટરીના કૈફે ધૂળેટી પર મચાવી ધૂમ, જુઓ ફોટા

કબીર બહિયા અંગે વાત કરીએ તો તે યુકે સ્થિત કરોડપતિ બિઝનેસમેન છે. હવે હાલમાં આ બિઝનેસમેન સાથે કૃતિ રિલેશનમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મહત્વનું છે કે, કૃતિ સેનન અને સાઉથ સુપરસ્ટાર પ્રભાસના ડેટિંગની ચર્ચા ચાલતી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ