Kriti Sanon | કૃતિ સેનન દિવાળી સેલિબ્રેશન તસવીરો શેર કરી, રૂમર્ડ બોયફ્રેન્ડ કબીર બહિયા પણ આવ્યો નજર

Kriti Sanon | કૃતિ સેનનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તે તાજેતરમાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ દો પત્તીમાં જોવા મળી છે. આ ફિલ્મમાં તેની સાથે દિલવાલેની કો-સ્ટાર કાજોલ પણ જોવા મળશે.

Kriti Sanon | કૃતિ સેનનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તે તાજેતરમાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ દો પત્તીમાં જોવા મળી છે. આ ફિલ્મમાં તેની સાથે દિલવાલેની કો-સ્ટાર કાજોલ પણ જોવા મળશે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Kriti Sanon Diwali Celebration

કૃતિ સેનન દિવાળી સેલિબ્રેશન તસવીરો શેર કરી, રૂમર્ડ બોયફ્રેન્ડ કબીર બહિયા પણ આવ્યો નજર

Kriti Sanon | 31 ઓક્ટોબરે દિવાળીના પર્વની ઉજવણી ભારતભરમાં કરવામાં આવી હતી. ઉજવણીમાં બોલીવુડ સેલિબ્રિટીઝ પણ પાછળ નથી. બોલીવુડ એકટ્રેસ કૃતિ સેનને (Kriti Sanon) ખૂબ જ ઉત્સાહ સાથે રોશનીનો તહેવાર ઉજવ્યો હતો. આ દરમિયાન અભિનેત્રી પોતાના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરતી જોવા મળી હતી. કૃતિએ તેના ઇન્સ્ટાગ્રામ પર દિવાળી સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેનો રૂમર્ડ બોયફ્રેન્ડ કબીર બહિયા (Kabir Bahiya) પણ જોવા મળી રહ્યો છે, જેના વિશે લોકો સોશિયલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Advertisment

કૃતિ સેનન દિવાળી સેલિબ્રેશન (Kriti Sanon Diwali Celebration)

દિવાળી સેલિબ્રેશનની તસવીરોમાં કૃતિ તેના પરિવાર અને મિત્રો સાથે જોવા મળી રહી છે. પ્રથમ તસવીરમાં અભિનેત્રી તેના માતા-પિતા અને બહેન નૂપુર સેનન સાથે જોવા મળે છે. આ અવસર પર દરેક લોકો સંપૂર્ણપણે ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળે છે.

આ પણ વાંચો: Diwali 2024 | કિયારા અડવાણી થી લઇ અનન્યા પાંડે સહિત બોલીવુડ સેલિબ્રિટીઝનું દિવાળી સેલિબ્રેશન

જ્યારે બીજી તસવીરમાં કૃતિ સેનન તેના રૂમર્ડ બોયફ્રેન્ડ કબીર બહિયા સિવાય તે બહેન નૂપુર અને સિંગર સ્ટેબિન બેન સાથે જોવા મળે છે. આ તસવીરમાં કબીરની હાજરી લોકોમાં ખૂબ ચર્ચા કરી રહી છે.

Advertisment

આ પણ વાંચો: Aishwarya Rai | ઐશ્વર્યા રાય એક ફિલ્મ માટે કરોડોનો ચાર્જ લે છે, નેટવર્થમાં પતિ અભિષેક બચ્ચનથી આગળ

અન્ય એક તસવીરમાં કૃતિ સેનન બોલિવૂડના જાણીતા અભિનેતા વરુણ શર્મા સાથે જોવા મળી રહી છે. કૃતિએ વરુણ સાથે દિલવાલે, અર્જુન પટિયાલા વગેરે ફિલ્મોમાં કામ કર્યું છે. કૃતિના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તે તાજેતરમાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ દો પત્તીમાં જોવા મળી છે. આ ફિલ્મમાં તેની સાથે દિલવાલેની કો-સ્ટાર કાજોલ પણ જોવા મળશે.

આ સિવાય અન્ય એક તસવીરમાં કૃતિ પ્રખ્યાત કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા, વરુણ શર્મા અને ફોટોગ્રાફર મનજોત સાથે જોવા મળી રહી છે. આ તસવીરમાં દરેક લોકો ખૂબ જ ખુશ અને દિવાળીની ઉજવણીનો આનંદ માણતા જોવા મળે છે.

kriti sanon ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ