Kriti Sanon : બોલીવુડ અભિનેત્રી કૃતિ સેનન (Kriti Sanon) ફિલ્મો ઉપરાંત પોતાની પર્સનલ લાઈફને લઈને પણ લાંબા સમયથી ચર્ચામાં છે. મહેન્દ્ર સિંહ ધોનીના સાળા અને કરોડપતિ બિઝનેસમેન કબીર બહિયા સાથે અફેર હોવાની વાતને લઈને તેણી મિડિયા ગોસિપમાં છે. અભિનેત્રીએ પોતાનો બર્થડે પણ પોતાના કથિત બૉયફ્રેન્ડ કબીર બહિયા અને બહેન નુપુર સાથે ગ્રીસમાં ઉજવ્યો હતો, જેની તસવીરો અને વિડિઓઝ સોશિયલ મિડિયામાં વાઈરલ થયા હતા. આ બધાની વચ્ચે હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે તેમના સંબંધને કન્ફર્મ માનવામાં આવી રહ્યો છે અને એનું કારણ છે કૃતિ સેનનની લેટેસ્ટ પોસ્ટ. આ દરમ્યાન કંઈક એવું બન્યું કે લોકો તેમના સંબંધને ઑફિશિયલ માનીને લગ્નના સવાલો પૂછવા લાગ્યા છે. ચાલો, જાણીએ કે શું થયું છે.
કૃતિ સેનને UP T20 સિઝન 2 થી પોતાના ધમાકેદાર પરફોર્મન્સનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ કેટલાક હિટ સોન્ગ્સ જેમ કે ‘ચોલી કે પિછે’ અને ‘તેરી બાતોં મેં એસા ઉલઝા જિયા’ પર ધમાકેદાર ડાન્સ મૂવ્સ કરી રહી છે. આ વિડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાતાં ફેન્સ તેણીના પરફોર્મન્સ પર દિવાના થઈ ગયા અને ખૂબ વખાણ કર્યા.
આ બધાની વચ્ચે તેણીનો રુમર્ડ બૉયફ્રેન્ડ કબીર બહિયા પણ પોતાને કોમેન્ટ કરવાથી રોકી શક્યો નહીં અને ચર્ચામાં આવી ગયો. તેણે અફેરની ચર્ચાઓ વચ્ચે કોમેન્ટ કરતાં લખ્યું કે, ‘મેં મર ગયા’. આ પછી તો જાણે લોકોને આગમાં ઘી હોમવાની તક મળી ગઇ, ફેન્સ આ કોમેન્ટને લઇને કોમેન્ટનો વરસાદ વરસાવવા લાગ્યા. કોઈ તેમને જીજુ બોલવા લાગ્યા તો કોઈએ લગ્ન વિશે પૂછવાનું શરૂ કર્યું કે બંને ક્યારે લગ્નબંધનમાં બંધાશો. જોકે, એક્ટ્રેસ અથવા કબીર બન્નેમાંથી કોઈએ આ મામલે કોઈ પ્રતિસાદ આપ્યો નથી.
માત્ર એટલું જ નહીં, કબીર બહિયાની કોમેન્ટને કૃતિ સેનને લાઈક પણ કર્યું છે. એક્ટ્રેસે પોતાનો ડાન્સ વીડિયો પોસ્ટ કરતાં લખ્યું, ‘આ એક ડેડલી પરફોર્મન્સ હતું. પરંતુ સ્ટેડિયમમાં લાઈવ પરફોર્મન્સ કરતાં વધુ રોમાંચક કઈ જ નથી.’ આ પોસ્ટ પર કબીરે કોમેન્ટ કર્યું, જેના કારણે ફેન્સની કમેન્ટ્સ શરૂ થઈ. આ એક કોમેન્ટ બાદ તેમના અફેર અને લગ્નની ચર્ચાઓને વેગ મળ્યો છે. લોકો માની રહ્યા છે કે હવે તેમનો સંબંધ ઑફિશિયલ બની ગયો છે, જોકે કૃતિ સેનન અને કબીર બન્નેમાંથી કોઈએ પણ આ મામલે કોઇ સ્પષ્ટતા કરી નથી.
જો વાત કરીએ કબીર બહિયાની તો તે મહેન્દ્ર સિંહ ધોનીનો સાળો અને કરોડપતિ બિઝનેસમેન છે. કબીર ધોનીની પત્ની સાક્ષીનો પિતરાઇ ભાઇ છે. તે ઘણીવાર ધોનીની ફેમિલી સાથે અને ભારતીય ટીમ સાથે પણ જોવા મળે છે. કબીર ધોનીની ફેમિલી સાથે અનેક ફોટોઝમાં જોવા મળે છે. હાર્દિક પંડ્યા અને કબીર ખૂબ જ સારાં દોસ્ત છે. કબીર લંડનમાં રહેનારા ભારતીય બિઝનેસમેન છે, અને તેઓ અમીર NRI ફેમિલી સાથે જોડાયેલ છે. તે વર્લ્ડવાઇડ એવિએશન એન્ડ ટૂરિઝમ લિમિટેડનો સ્થાપક પણ છે.





