scorecardresearch

Krk: કમલ આર ખાનનો ક્રિતિ સેનન પર પ્રહાર, જે પણ ફિલ્મ કરે લે ડુબે છે, પ્રશંસકોનો જડબાતોડ જવાબ

Krk Tweet on Kriti sanon : ફિલ્મ સમીક્ષક કમલ આર ખાન (KRK)એ ક્રિતિ સેનન (Kriti sanon) ને સૌથી મોટી પનોતી ગણાવી હોવાનો અહેવાલ છે.

ક્રિતિ સેનન
બોલિવૂડ અભિનેતા અને ફિલ્મ વિવેચક કમલ આર.ખાન ઉર્ફ કેઆરકેએ ક્રિતિ સેનન પર નિશાન સાધ્યું છે

બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન (Kriti Sanon) આ દિવસોમાં તેની ફિલ્મ ‘શહેજાદા’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન (Kartik Aaryan) ક્રિતિ સેનનની સાથે જોવા મળે છે. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. કાર્તિક આર્યન અને ક્રિતિ સેનન સ્ટારર ફિલ્મ ‘શહેજાદા’એ ઓપનિંગ ડેમાં બોક્સ ઓફિસ પર 6 કરોડનું કલેક્શન (Shehzada box office collection) નોંધાયું છે. આ આંકડો કાર્તિકની અગાઉની રિલીઝ ‘ભૂલ ભૂલૈયા 2’ કરતાં અડધા કરતાં પણ ઓછો છે. ‘શહેજાદા’ નિષ્ફળ જવાને પગલે અભિનેત્રી ક્રિતિ સેનને પનોતી ગણાવી છે.

હકીકતમાં બોલિવૂડ અભિનેતા અને ફિલ્મ વિવેચક કમલ આર.ખાન ઉર્ફ કેઆરકેએ ક્રિતિ સેનન પર નિશાન સાધ્યું છે. કમલ રાશિદ ખાને ટ્વીટ કર્યું છે, જેમાં અભિનેત્રીને સૌથી મોટી પનોતી ગણાવી છે. આ સંદર્ભે તેણે વધુમાં કહ્યું કે, જે ફિલ્મ આવે છે તેને લે ડુબે છે, ભેડિયા જેવી ફિલ્મને પણ ખાઇ ગઇ હતી. આ સાથે કેઆરકેએ તેની પ્રભાસ સાથેની આગામી ફિલ્મ આદિપુરૂષનો પણ ઉલ્લેખ કર્યો છે. કેઆરકેની આ ટિપ્પણી બાદ ક્રિતિ સેનના ફેન્સ હવે તેને જડબાતોડ જવાબ આપ્યો છે.

જ્યારે અન્ય એક ટ્વીટ કરી કેઆરકે લખ્યું કે, હજુ તો મહાપનોતી ક્રિતિ સેનનો જલવો બાકી જ છે. 600 કરોડના મેગા બજેટની ફિલ્મ આદિપુરૂષની લિડ હિરોઇન રૂપમાં પણ એ જ ભૂમિકા નિભાવી રહી છે. કેઆરકે આ ટ્વીટને પગલે હાલ ટ્રોલિંગનો સામનો કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, તમે ખુદ એક મોટી પનોતી છો, જે પણ ફિલ્મ વિશે તમે ટિપ્પણી કરો છો તે ફ્લોપ જ જાય છે. તો અન્ય એક વિક્રમ નામના યૂઝરે લખ્યું કે, ક્યાંકથી ઇર્ષાની ગંધ આવે છે. જ્યારે એક યૂઝરે લખ્યું કે, થોડી તો શરમ કરો કેઆરકે.

ક્રિતિ સેનના વર્કફ્રન્ટ અંગે વાત કરીએ તો અભિનેત્રી ટૂંક સમયમાં સાઉથ એક્ટર પ્રભાસની ફિલ્મ આદિપુરુષમાં જોવા મળશે. આ સમગ્ર ભારતમાં મોટા બજેટની ફિલ્મ રામાયણની વાર્તાને પડદા પર અવતરિત કરશે. જેમાં પ્રભાસ રામ અને કૃતિ સેનન સીતાનું પાત્ર ભજવે છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન રાવણ બન્યો છે. ગયા વર્ષે આ ફિલ્મનું ટીઝર આવ્યું હતું, જેના પર ઘણો વિવાદ જોવા મળ્યો હતો.

આપને જણાવી દઇએ કે, મનોરંજન બજારમાં ક્રિતિ સેનન અને પ્રભાસ વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલતુ હોવાની ચર્ચા ચાલી રહી છે, પરંતુ હજુ સત્તાવાર રીતે બંનેમાંથી કોઇએ આ અંગે ખુલીને વાત કરી નથી.

Web Title: Krk said kriti sanon panauti for film shehzada flop twitter

Best of Express