kwk 8 : માતા શ્રીદેવીના મૃત્યુ પર ખુશી કપૂર રડી ન હતી? જાહ્નવી કપૂરે કર્યો ખુલાસો

kwk 8 : દિવગંત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર અને ખુશી કપૂર તાજેતરમાં કોફી વિથ કરણ 8'માં મહેમાન તરીકે જોવા મળી હતી. 'કોફી વિથ કરણ 8'ના લેટેસ્ટ એપિસોડમાં તેણે જણાવ્યું હતું કે, જ્યારે તેને તેની માતાના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તેની સ્થિતિ શું હતી.

kwk 8 : દિવગંત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર અને ખુશી કપૂર તાજેતરમાં કોફી વિથ કરણ 8'માં મહેમાન તરીકે જોવા મળી હતી. 'કોફી વિથ કરણ 8'ના લેટેસ્ટ એપિસોડમાં તેણે જણાવ્યું હતું કે, જ્યારે તેને તેની માતાના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તેની સ્થિતિ શું હતી.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Kwk 8 | Kwk 8 Janhvi Kapoor and Khushi Kapoor | Janhvi Kapoor | Khushi Kapoor | Sridevi Death | Sridevi

જાહ્નવીએ કહ્યું કે, ખુશી તેની માતા શ્રીદેવી જેવી છે

Koffe With karan 8 latest Episode : દિવગંત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર અને ખુશી કપૂર તાજેતરમાં કોફી વિથ કરણ 8'માં મહેમાન તરીકે જોવા મળી હતી. જાહ્નવી ઘણીવાર તેની માતા વિશે વાત કરતી હોય છે. પરંતુ ખુશીએ આ ઘટના અંગે પહેલીવાર વાત કરી છે. 'કોફી વિથ કરણ 8'ના લેટેસ્ટ એપિસોડમાં તેણે જણાવ્યું હતું કે, જ્યારે તેને તેની માતાના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તેની સ્થિતિ શું હતી.

Advertisment

આ ઘટના અંગે જાહ્નવીએ જણાવ્યું કે, "તેને તેના ઘરે ફોન આવ્યો અને તેણે ખુશીને રડતા સાંભળી. જાહ્નવીએ કહ્યું, "જ્યારે મને ફોન આવ્યો ત્યારે હું મારા રૂમમાં હતી. ફોનમાં ખુશીને રડતા સાંભળી હું તેના રૂમમાં દોડી ગઈ હતી. મને યાદ છે કે તેણીએ મારી તરફ જોયું રડવાનું બંધ કરી દીધું. તે મારી બાજુમાં બેઠી અને તેણે મને શાંત પાડી અને ત્યાર પછી મેં ખુશીને કદી રડતા જોઇ નથી."

જાહ્નવી વિશે વાત કરતાં ખુશીએ કહ્યું કે, તેણીએ પોતાની જાતને સંભાળી કારણ કે તેણીને પરિવારમાં સૌથી મજબૂત માનવામાં આવે છે. તો જાહ્નવીએ કહ્યું કે, ખુશી તેની માતા શ્રીદેવી જેવી છે. ખુશી વર્ક લાઈફને લઈને શ્રીદેવી જેવી જ છે. "તે ખૂબ જ શાંત છે અને મને લાગે છે કે તેણી અને મમ્મામાં આ વાત સમાન છે. પરંતુ તે કેમેરા સામે ખુલે છે."

Advertisment

આ પણ વાંચો : Deepika Padukone Birthday : આ 10 ફિલ્મોએ દીપિકા પાદુકોણને સુપરસ્ટાર બનાવી

જાહ્નવી કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ 'બવાલમાં'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે વરુણ ધવન હતો. હવે અભિનેત્રી તેની આગામી ફિલ્મ 'દેવરાઃ પાર્ટ 1' પર કામ કરી રહી છે, આ ફિલ્મમાં તે જુનિયર એનટીઆર સાથે જોવા મળશે. આ સિવાય તેની પાસે 'બડે મિયાં છોટે મિયાં'માં પણ છે. 'બડે મિયાં છોટે મિયાં'માં અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ