Koffe With Karan 8 Latest Episode : સિદ્ધાર્થ મલ્હોત્રાના જીવનમાં કિયારા અડવાણી સંગ લગ્ન કર્યા પછી શું બદલાવ આવ્યો? એક્ટરે રસપ્રદ ખુલાસો કર્યો

Koffe With Karan 8 Latest Episode : કરણ જોહરનો લોકપ્રિય રિયાલિટી શો કોફી વિથ કરણ 8ના લેટેસ્ટ એપિસોડમાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરૂણ ધવન મહેમાન જોવા મળશે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેની પત્ની કિયારા અડવાણી અને લગ્ન પછી તેના જીવનમાં શું બદલાવ આવ્યો છે તે અંગે વિસ્તારપૂર્વક વાત કરી છે.

Written by mansi bhuva
November 23, 2023 11:26 IST
Koffe With Karan 8 Latest Episode : સિદ્ધાર્થ મલ્હોત્રાના જીવનમાં કિયારા અડવાણી સંગ લગ્ન કર્યા પછી શું બદલાવ આવ્યો? એક્ટરે રસપ્રદ ખુલાસો કર્યો
Koffe With Karan 8 Latest Episode : સિદ્ધાર્થ મલ્હોત્રાના જીવનમાં કિયારા અડવાણી સંગ લગ્ન કર્યા પછી શું બદલાવ આવ્યો?

Koffe With Karan 8 : કરણ જોહરનો લોકપ્રિય રિયાલિટી શો કોફી વિથ કરણ 8ના લેટેસ્ટ એપિસોડમાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરૂણ ધવન મહેમાન જોવા મળશે. આ શોમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેની પત્ની કિયારા અડવાણી અને લગ્ન પછી તેના જીવનમાં શું બદલાવ આવ્યો છે તે અંગે વિસ્તારપૂર્વક વાત કરી છે. આ એપિસોડ આજે ગુરૂવારે તમે Disney + Hotstar પર જોઇ શકો છો.

આ શોમાં સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, ‘તેની અને કિયારા વચ્ચે એટલો પ્રેમ છે કે હવે તે વધુ જવાબદારી અનુભવે છે. આ સાથે સિદ્ધાર્થે કિયારાની સૌથી રિફ્રેશિંગ બાબત અંગે જણાવ્યું કે, કિયારા તેને પોતાના જેવી જ ફેમિલી ઓરિએન્ટેડ લાગે છે. વધુમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ કહ્યું હતું કે, ‘હું લગભગ 16 વર્ષ પહેલા મુંબઈ આવ્યો હતો, ત્યારે શરૂઆતમાં હું મિત્રો સાથે રહેતો હતો. મેં રૂમ અને એપાર્ટમેન્ટ્સ શેર કર્યા છે અને હવે મારી પાસે કોઈ છે જેને મેં ડેટ કર્યું છે અને એ જગજાહેર છે કે અમે એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. હું હવે વધુ જવાબદારી અનુભવું છું. મને લાગે છે કે મારી પાસે બીજી વ્યક્તિ છે જેની મારે કાળજી લેવી પડશે.’

કિયારા વિશે સિદ્ધાર્થે કહ્યું, ‘તે મને વધુ મહેનત કરવા માટે પ્રેરિત કરે છે. જે બાબત અમને એકબીજા સાથે બાંધી રાખ્યાં છે તે એ છે કે અમે કુટુંબલક્ષી છીએ. અમારા બંનેનો ઉછેર સરખો છે. ભલે તે મુંબઈમાં મોટી થઈ હોય, પરંતુ તે ખૂબ જ અલગ છે. ઈન્ડસ્ટ્રીમાં કે કેમેરા પાછળ જે કંઈ થઈ રહ્યું છે તેનાથી તે પ્રભાવિત નથી થતી.

આ પણ વાંચો : Sajid Khan : ફેમસ ડાયરેક્ટર સાજીદ ખાનનો આજે બર્થડે, એક સમયે તે બારમાં ડાન્સ કરતો હતો, વાંચો તેના જીવનના અજાણ્યા કિસ્સા

આ ઉપરાંત સિદ્ધાર્થ મલ્હોત્રાએ કહ્યું કે, હું તેમને ખૂબ પસંદ કરું છું. મને તેમના વિશે સૌથી રિફ્રેશિંગ એ લાગે છે કે તે કોઈપણ પ્રોફેશનમાં હોઈ શકતી હતી. તે તેના સ્ટારડમને જે રીતે સંભાળે છે તે મને ગમે છે. આજે પણ અમને એકબીજા સાથે સમય પસાર કરવો અને પરિવારોને મળવાનું ગમે છે. મુંબઈમાં મારો કોઈ પરિવાર નહોતો, પણ હવે હું તેમનો આભાર માનું છું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ