Laapataa Ladies | આમિર ખાનની (Aamir Khan) પૂર્વ પત્ની કિરણ રાવ (Kiran Rao) દ્વારા બનેલ ફિલ્મ ‘લાપતા લેડીઝ’ (Laapataa Ladies) ઓડિયન્સને ખુબજ પસંદ આવી હતી. આ ફિલ્મના નિર્માતા બીજું કોઈ નહિ પરંતુ આમિર ખાન પોતે હતો. હવે આ ફિલ્મ ઓસ્કાર એવોર્ડની દાવેદાર બની રહી છે. હાલમાં જ આમિરે ઓસ્કાર ફિલ્મ અને તે પછીની સ્થિતિ વિશે વાત કરી હતી.
લાપતા લેડીઝ ઓસ્કાર (Laapataa Ladies Oscar)
‘લાપતા લેડીઝ’ને ઓસ્કારમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલવામાં આવી છે જે વિશ્વભરના પ્રેક્ષકો સુધી પહોંચશે. તાજેતરમાં આમિર ખાને એક ઈન્ટરવ્યુમાં ઓસ્કાર જીતવાની આશા વ્યક્ત કરી હતી. તે કહે છે, ‘જો અમારી ફિલ્મ ઓસ્કાર જીતશે તો તે ‘લાપતા લેડીઝ’ને નવી ઉડાન ભરવાનો મોકો આપશે. જુઓ, જ્યારે કોઈ ફિલ્મ ઓસ્કાર જીતે છે, ત્યારે વિશ્વભરના પ્રેક્ષકો ફિલ્મ જોશે.
આમિર ખાન ઈન્ટરવ્યુમાં કહે છે કે આપણા દેશમાં લોકો ફિલ્મો જોવા માટે ખુબજ ક્રેઝી છે. આપણે ભારતીયોને ફિલ્મો ગમે છે. તેથી જ લગભગ દરેક ભારતીયને આશા છે કે ફિલ્મ ‘લાપતા લેડીઝ’ ચોક્કસપણે ઓસ્કાર જીતશે.
આ પણ વાંચો: નાગા ચૈતન્ય શોભિતા ધૂલીપાલા લગ્નના બંધનમાં બંધાયા, નાગાર્જુનએ અદભુત ફોટા કર્યા શેર
ફિલ્મ ‘લાપતા લેડીઝ’માં મહિલાઓની આઝાદીની સ્ટોરી ક્યારેક રમુજી રીતે તો ક્યારેક ભાવનાત્મક રીતે કહેવામાં આવી છે. આજે પણ દેશની મહિલાઓ કેવી રીતે જૂની સ્ટીરિયોટાઇપનો શિકાર બને છે તે ફિલ્મમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવ્યું છે.
ફિલ્મ ‘લાપતા લેડીઝ’ એક શાનદાર ફિલ્મ બની હતી કારણ કે તેમાં મહિલાઓની સ્ટોરી, તેમના દુખને એક મહિલા દિગ્દર્શકે કહ્યા છે. કિરણ રાવે ખૂબ જ જોશથી ફિલ્મ બનાવી છે. હવે કિરણની મહેનત સફળ થતી દેખાઈ રહી છે, ‘લાપતા લેડીઝ’ને ઓસ્કાર એવોર્ડ દ્વારા દુનિયાભરના દર્શકો સુધી પહોંચવાનો મોકો મળી રહ્યો છે.