Lakshadweep vs Maldives : માલદીવ અને લક્ષદ્વીપને લગતો મુદ્દો ધીરે-ધીરે ગરમ થઈ રહ્યો છે, ક્રિકેટરથી બોલીવુડના માલદીવ વિરુદ્ધ અને ભારતના સમર્થનમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા છે, આ પ્રકરણમાં અભિનેતા રણવીર સિંહે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે, જો કે, ભારત વિશે વાત કરતા પહેલા તેણે એક ભૂલ કરી જેના માટે તે ટ્રોલ થયો.
માલદીવ અને લક્ષદ્વીપનો મુદ્દો જોર પકડી રહ્યો છે. બોલિવૂડના ઘણા સ્ટાર્સ ભારતના સમર્થનમાં માલદીવ વિરુદ્ધ બોલી ચૂક્યા છે. માલદીવ અને લક્ષદ્વીપ વિવાદ પર બી-ટાઉન સ્ટાર્સ ઉપરાંત અન્ય મોટી હસ્તીઓએ પણ પ્રતિક્રિયા આપી છે. આ લડાઈમાં રણવીર સિંહ પણ કૂદયો છે.
માલદીવ અને લક્ષદ્વીપને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ છેડાયો છે. આ વિવાદ પર અમિતાભ બચ્ચનથી લઈને અક્ષય કુમારે ભારત માટે પોતાનું સમર્થન જાહેર કર્યું છે. માલદીવને લઈને મામલો એટલો ગરમ થઈ રહ્યો છે કે તે જગ્યાનો બહિષ્કાર કરવાની માંગણી થવા લાગી છે. આ તમામ વચ્ચે અભિનેતા રણવીર સિંહે ભારત વિશે એક સુંદર વાત કહી છે. જો કે આ પહેલા તેણે એક ટ્વીટ કર્યું જેના માટે તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
રણવીર સિંહે ટ્વીટ કર્યું, “આ વર્ષ 2024ને ભારતને શોધવા અને આપણી સંસ્કૃતિનો અનુભવ કરવા માટે બનાવો. આપણા દેશના દરિયાકિનારા અને સુંદરતામાં જોવા અને અન્વેષણ કરવા માટે ઘણું બધું છે. ચાલો ભારત જોઈએ





