/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-2023-09-28T074420.838.jpg)
lata mangeshkar : લતા મંગેશકર ફાઇલ તસવીર
lata Mangeshkar Birthday : આજે દેશને જેના પર ખુબ ગૌરવ હતુ અને સદા રહેશે તેવા સુરોના મહારાણી દિવંગત લતા મંગેશકરની જન્મજયંતી છે. 6 ફેબ્રુઆરી 2022ના રોજ તેમનું અવસાન થયું હતું.તેમણે 92 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેમની યાદો તેમના ચાહકોના દિલમાં હજુ પણ તાજી છે. આ ખાસ તકે તમને તેની સાથે જોડાયેલી કેટલીક એવી રસપ્રદ બાબતો જણાવીશું જે તમે કદાચ નહીં જાણતા હોય.
1 વર્ષ 1963માં લતા દીદીને સ્લો પોઈઝન આપીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કારણે તેની તબિયત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તે પોતે પણ મહિનાઓ સુધી પથારીમાંથી ઊઠી શકતી નહોતી. આમ છતાં તેને કોઈપણ ઉંડી અસર તેના અવાજની ઓળખને દબાવવામાં સફળ થઈ શકી નહોતી. લતા મંગેશકરે આ દર્દનાક ઘટનાને લઈને ઘણા સુપરહિટ ગીતો પણ આપ્યા છે. જોકે સ્વર કોકિલા જાણતી હતી કે ઝેર કોણે આપ્યું હતું પરંતુ કોઈ નક્કર પુરાવાના અભાવે તેણે તે નામ જાહેર નહોતુ કર્યું.
2 લોકપ્રિય ગાયિકા લતા મંગેશકરને લગ્નમાં ગાવાનું પસંદ નહોતું. આમ કરવું તેમના સન્માનને ઠેસ પહોંચાડવા જેવું હતું. આ વાતનો ખુલાસો ખુદ તેમની બહેન આશા ભોંસલેએ કર્યો હતો. આશાએ જણાવ્યું હતું કે, દિવંગત ગાયિકાને એક હાઈ-પ્રોફાઈલ લગ્નમાં ગાવા માટે લાખો રૂપિયાની ઓફર કરવામાં આવી હતી જેને તેણે વિલંબ કર્યા વિના ફગાવી દીધી હતી કારણ કે આવું કરવું તેના આદર્શોની વિરુદ્ધ હતું.
3 એક ઈન્ટરવ્યુ દરમિયાન સ્વર કોકિલાને પૂછવામાં આવ્યું કે શું તેઓ ફરીથી જન્મ લે તો લતા મંગેશકર બનવા ઈચ્છશે? તેના પર તેમણે કહ્યું હતું કે બીજો જન્મ ના મળે તો સારુ પરંતુ જો બીજો જન્મ મળે તો તે ક્યારેય લતા મંગેશકર બનવા માંગશે નહીં. કારણ કે લતા મંગેશકરે જે સંઘર્ષો, મુશ્કેલીઓનો સામનો કર્યો છે તે માત્ર તે જ જાણે છે. તે જાણીતું છે કે લતા મંગેશકરનું જીવન બાળપણથી લઈને અંતિમ શ્વાસ સુધી મુશ્કેલીઓથી ભરેલું હતું. ખૂબ નાની ઉંમરે તેમણે તેના ખભા પર ઘરની જવાબદારીઓનો બોજ ઉઠાવવો પડ્યો હતો.
4 પિતાના નિધન બાદ આર્થિક તંગીના કારણે લતા મંગેશકરે પ્રથમ વખત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતું. એક ફિલ્મમાં તેમણે નાનો રોલ કર્યો હતો અને ફિલ્મનું ગીત 'નટલી ચેન્નાચી નવલાઈ'નો પોતાનો અવાજ આપ્યો હતો. ગીત ગાવા માટે તેમને 25 રૂપિયા મળ્યા હતા જ્યારે અભિનય કરવા માટે 300 રૂપિયા સેલેરી મળી હતી.
આ પણ વાંચો : International Emmy Awards 2023 માટે શેફાલી શાહ, જિમ સરભ અને વીરદાસ નોમિનેટ, જાણો કોને પાસે કેટલી સંપત્તિ છે?
5 મધુર અવાજ માટે પ્રખ્યાત લતા મંગેશકરે પોતાના જીવનમાં લગભગ 36 ભાષાઓમાં ગીત ગાયા છે. પોતાના 8 દાયકાના કરિયરમાં તેમણે 50 હજારથી વધુ ગીતોને પોતાનો અવાજ આપ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us