/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/js-Lata-Mangeshkar-Birth-Anniversary.jpg)
lata Mangeshkar and Noor Jahan
સુરોના મહારાણી દિવંગત લતા મંગેશકરની 94મી જન્મજયંતી છે. 6 ફેબ્રુઆરી 2022ના રોજ તેમનું અવસાન થયું હતું. તેમણે 92 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેમની યાદો તેમના ચાહકોના દિલમાં હજુ પણ તાજી છે. શું તમે જાણો છો લતા મંગેશકર કોને પોતાના આઇડલ માનતા હતા? ફ્રી ટાઇમમાં લતાજી તેના જ ગીતો સાંભળતા હતા.
લત્તા મંગેશકરે તેના કરિયની શરૂઆત મરાઠી ગીતોથી કરી હતી. તે સમયે એક નામ ખુબ જ પોપ્યુલર હતું. તેનું નામ નૂરજહાં હતું. પરંતુ પાકિસ્તાનના વિભાજન પછી નૂરજહાં મલ્લિકા એ તરન્નુમ તરીકે પ્રચલિત થયા. લત્તા મંગેશકર નૂરજહાંને પોતાના આઇડલ માનતા હતા.
મીડિયા અહેવાલ અનુસાર, લતા મંગેશકરનો અવાજ એટલો અદભૂત હતો કે તેની તુલના નૂરજહાંથી થવા લાગી હતી. જ્યારે નૂરજહાંએ પણ લતાજી અંગે મોટી વાત કહી હતી. નૂરજહાંએ કહ્યું હતુ કે, 'લતાજી એક દિવસ ખુબ મોટા સિંગર બનશે.'
આ પણ વાંચો : Lata Mangeshkar : આ ટોપ 10 સદાબહાર ગીતોએ લત્તા મંગેશ્કરને સુરોના મહારાણી બનાવ્યા
ઉલ્લેખનીય છે કે, લતા મંગેશકર અને નૂરજહાં વચ્ચે ખુબ સારું બોન્ડિંગ હતું. એક સમયે તે બંને એક બીજાને જોઇને રડવા લાગી હતી. ભારત-પાકિસ્તાનના વિભાજન પછી જ્યારે લતાજી અને નૂરજહાં સરહદ પર મળ્યા હતા તે સમયે બંને ભાવુક થઇ રડવા લાગી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us