Leo Box Office Collection Day 1 : થલાપતિ વિજયની 'લિયો' પર પૈસાનો વરસાદ, ઓપનિંગ ડે પર શાહરૂખ ખાનની જવાનનો રેકોર્ડ તોડ્યો, રજનીકાંતની જેલરને પણ માત આપી

Leo Box Office Collection Day 1: સાઉથ સુપરસ્ટાર વિજય થલાપતિની બહુચર્ચિત ફિલ્મ લિયો આખરે લાંબા ઇંતજાર બાદ આજે 19 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. આ અહેવાલમાં લિયોનો પહેલો રિવ્યૂ વાંચો. લિયોનો લોકોમાં એટલો ભારે ક્રેઝ છે કે આ ફિલ્મે ઓપનિંગ ડે પર જ સીધો છક્કો મારો દીધો છે.

Leo Box Office Collection Day 1: સાઉથ સુપરસ્ટાર વિજય થલાપતિની બહુચર્ચિત ફિલ્મ લિયો આખરે લાંબા ઇંતજાર બાદ આજે 19 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. આ અહેવાલમાં લિયોનો પહેલો રિવ્યૂ વાંચો. લિયોનો લોકોમાં એટલો ભારે ક્રેઝ છે કે આ ફિલ્મે ઓપનિંગ ડે પર જ સીધો છક્કો મારો દીધો છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Leo Box Office Collection Day 1| Leo Box Office collection| Leo| Vijay Thalapathy| Sanjay Dutt| shah rukh khan

લિયો બોક્સ ઓફિસ કલેક્શન ડે 1 થલાપતિ વિજય સંજય દત્ત

Leo Box Office Collection Day 1: સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયની લિયો (Leo) ફિલ્મ ઘણા વિવાદો પછી ગઇકાલે 19 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. લિયોનો લોકોમાં એટલો ભારે ક્રેઝ છે કે આ ફિલ્મે ઓપનિંગ ડે પર જ સીધો છક્કો મારો દીધો છે. લિયોએ પ્રથમ દિવસે શાહરૂખ ખાનની 'જવાન'નો રેકોર્ડ તોડી નાંખ્યો છે. સાથે જ રજનીકાંતની 'જેલર'ને પણ પાછળ છોડી દીધી છે.

Advertisment

થલાપતિની વિજયની લિયો હિંદી,તમિલ, તેલુગુ, કન્નડ સહિત મલયાલમ એમ પાંચ ભાષામાં રિલીઝ થઇ છે. આવી સ્થિતિમાં લિયોને પાંચેય ભાષામાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેને પગલે વિજયની લિયોએ પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર 63 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હોવાના સમાચાર સામે આવ્યાં છે.

વર્લ્ડવાઇડ કલેક્શનની વાત કરીએ તો લિયોએ ઓપનિંગ ડે પર 100 કરોડથી વધુનો આંકડો પાર કરી લીધો છે. પ્રાંરભિક આંકડા અનુસાર, થલાપતિ વિજયની લિયોએ પ્રથમ દિવસે કુલ 145 કરોડનો બિઝનેસ કર્યો છે. આ સાથે લિયોએ શાહરૂખ ખાનની જવાનને કમાણીમાં પછાડી દીધી હતી. જવાન પ્રથમ દિવસે કુલ 129 કરોડની કમાણી શકી હતી.

https://www.instagram.com/p/Csf7m8ft_V8/?hl=en

મહત્વનું છે કે, આ વર્ષે ઓગસ્ટમાં રજનીકાંતની ફિલ્મ ‘જેલર’એ પહેલા દિવસે 44.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. વિજયની ફિલ્મએ પહેલા દિવસે જ એડવાન્સ બુકિંગથી રૂ. 46.5 કરોડનું કલેક્શન કર્યું હતું. Leoની વાત કરીએ તો તેમાં વિજયની સાથે સંજય દત્ત મહત્વની ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મમાં તેણે નેગેટિવ પાત્ર ભજવ્યું છે. જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

Advertisment
શાહરૂખ ખાન ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ