Lok sabha Election 2024| લોકસભા ચૂંટણી 2024 : શું માધુરી દીક્ષિત રાજકારણમાં એન્ટ્રી કરશે? એક્ટ્રેસે કહ્યું…

Lok sabha Election 2024 : બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. માધુરી દીક્ષિત આગામી લોકસભા ચૂંટણી લડશે કે નહીં તેને લઇને એક્ટ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે.

Lok sabha Election 2024 : બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. માધુરી દીક્ષિત આગામી લોકસભા ચૂંટણી લડશે કે નહીં તેને લઇને એક્ટ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Lok Sabha Election 2024| Madhuri Dixit| Madhuri Dixit Entery In Politics| Lok sabha election Madhuri Dixit| Lok sabha Election 2024 Update

લોકસભા ચૂંટણી 2024 : શું માધુરી દીક્ષિત રાજકારણમાં એન્ટ્રી કરશે?

Madhuri Dixit News: લાખો-કરોડો દિલોની ધડકન માધુરી દીક્ષિત (Madhuri Dixit) અવાર-નવાર સમાચારોમાં રહે છે. તેના ડાન્સ અને એક્ટિંગથી દરેક લોકો પ્રભાવિત છે. અભિનેત્રી ભલે લાંબા સમયથી મોટા પડદાથી દૂર હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેને સંબંધિત નાના અપડેટ પણ તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે. આવી સ્થિતિમાં માધુરી દીક્ષિત અંગે થોડા સમય પહેલા એવા સમાચાર પ્રત્યક્ષ આવ્યાં હતા કે તેઓ રાજકારણમાં એન્ટ્રી કરી શકે છે અને આગામી લોકસભા ચૂંટણી 2024 લડી શકે છે. હવે આ મામલે માધુરી દીક્ષિતનું નિવેદન સામે આવ્યું છે.

Advertisment

હાલમાં માધુરી દીક્ષિતે એક ઇન્ટરવ્યુ આપ્યું હતુ. જેમાં રાજકારણને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો, એટલું જ નહીં પણ તેણે રાજકારણમાં પોતાના પ્રવેશને લઈને પણ ચોંકાવનારા ખુલાસો કર્યો હતો. આવો જોઈએ શું કહ્યું માધુરીએ…

માધુરીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તો પોલિટિક્સ જોઈન કરવાનું વિચારી રહી છે? આ મુદ્દે માધુરીએ જણાવ્યું હતું કે, બિલકુલ નહીં. મને રાજકારણમાં બિલકુલ રસ નથી. ઘણી વખત મને ચૂંટણીઓ નજીક આવે એટલે મને આવા સવાલો પૂછવામાં આવે છે. પરંતુ એ મારી પર્સનાલિટી નથી અને હું એક એક્ટ્રેસ છું. હું એક્ટિંગ કરું છું અને આ જ ચાલુ રાખવા માંગું છું.

Advertisment

માધુરી દીક્ષિતના વર્કફ્રન્ટની વાત કરીએ તો બી-ટાઉનની ધક-ધક ગર્લની ફિલ્મ ટૂંક સમયમાં જ ફિલ્મ પંચકમાં રિલીઝ થવા જઈ રહી છે. લાંબા સમય પછી એક્ટ્રેસ મોટી સ્ક્રીન પર જોવા મળી રહી છે. ફિલ્મનું એક ગીત હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. માધુરીએ લાંબા સમયથી મોટા પડદાથી દૂર હતી અને હવે 2024ની શરૂઆતમાં જ તે ફિલ્મ પંચકથી ફરી દર્શકોની મુલાકાતે આવી રહી છે.

https://www.instagram.com/p/C1WQi18IzVI/

આ પણ વાંચો : Salman Khan Birthday: સલમાન ખાન કેમ લગ્ન નથી કરી રહ્યો ? એક્ટરે કર્યો ખુલાસો, આટલા છે કારણ

માધુરી સાથે આ ઈન્ટરવ્યુમાં પતિ શ્રીરામ નેને પણ હાજર રહ્યા હતા અને તમારી જાણ માટે કે પંચક ફિલ્મ શ્રીરામ નેને નિર્મિત છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલી વખત નથી કે માધુરી પોલિટિક્સ જોઈન કરશે એવી ચર્ચા થતી જ હોય છે, પણ એક્ટ્રેસ હંમેશા પોલિટિક્સથી દૂર રહેવાની વાત કહેતી હોય છે અને તે પોતાના એક્ટિંગ કરિયર સાતે ખુશી હોવાની વાત જણાવીને પોલિટિક્સ સાથે પોતાનો દૂર દૂર સુધી કોઈ સંબંધ ના હોવાની સ્પષ્ટતા કરે છે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ