/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/loksabha-election-2024-allu-arjun-photo.jpg)
Loksabha Election 2024 | લોકસભા ચૂંટણી 2024 : અલ્લુ અર્જને લાઇનમાં ઉભા રહીને આપ્યો મત
Loksabha Election 2024: લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) ના ચોથા તબક્કાનું મતદાન આજે 13મેના રોજ આંધ્રપ્રદેશમાં ચાલી રહ્યું છે. સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન(Allu Arjun) પણ મતદાન કરવા હૈદરાબાદના જ્યુબિલી હિલ પહોંચ્યા હતા. આ દરમિયાન તે સફેદ ટી-શર્ટ અને બ્લેક પેન્ટમાં સિમ્પલ લુકમાં જોવા મળ્યા હતા. તેને લાઈનમાં ઉભેલા જોઈને ફેન્સ તેની સાદગીના ફેન બની ગયા હતા, તેના વખાણ કરતા જોવા મળ્યા હતા.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/allu-arjun-latest-news.jpg)
અલ્લુ અર્જુનને મતદાન કરવા માટે લાઇનમાં ઉભેલા જોઇને એક યુઝરે લખ્યું કે, "પુષ્પા દરેક જગ્યાએ સમયસર પહોંચી જાય છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, અલ્લુ અર્જુન નહીં પુષ્પા બોલો."
ઉલ્લેખનીય છે કે, એક્ટર અલ્લુ અર્જુન અને YSR કોંગ્રેસ પાર્ટી ધારાસભ્ય રવિ ચંદ્ર કિશોર રેડ્ડી પર આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા આદર્શ આચાર સંહિતા ભંગનો કેસ કરવામાં આવ્યો છે. બંને પર ધારાસભ્યના નિવાસસ્થાને પરવાનગી વિના મોટી જાહેર સભા યોજવાનો આરોપ છે.
આ પણ વાંચો : Mothers Day 2024 : મધર્સ ડે પર મા સાથે બેસ્ટ બોલિવૂડ મુવી જુઓ
અહેવાલ મુજબ, અલ્લુ અર્જુન અને ધારાસભ્ય રેડ્ડી વિરુદ્ધ આ કેસ આંધ્ર પ્રદેશના નંદ્યાલા મતવિસ્તારમાં ચૂંટણી પર નજર રાખવા માટે નિયુક્ત નંદ્યાલા ગ્રામીણના ઉપ-તહેસીલદાર પી. રામચંદ્ર રાવ દ્વારા કેસ કરવામાં આવ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us